________________
(૫૯) એ વચનથી તિર્થ કરે ગ્રહસ્થને વેષે અથવા સાધુને વેશે નહિ પરંતુ લેત્તરરૂપે દેખાય તેથી અમુકના જેવા એમ કહી શકાય નહીં.
પ્રશ્ન –ગણધર મહારાજ પ્રતિક્રમણ કરતી વખતે સ્થાપના કરે કે નહી? કરે તે તિર્થંકરની સ્થાપના કરે કે અન્યની ?
ઉત્તર ૯-તિર્થકર દેવ તથા ગુરૂ અને હેવાથી તેમની સમીપે પ્રતિક્રમણ કરતાં સ્થાપનાનું પ્રયોજન નથી. અને તેઓ ન હોય ત્યારે કરે તે આપણી જેમજ સ્થાપના કરે એમ સં. ભવે છે.
પ્રશ્ન ૧૦–ગુરૂપુજા સંબંધી સુવર્ણાદિક દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય કે નહીં ?
ઉત્તર ૧૦–ગુરૂપુજા સંબંધી સુવર્ણાદિ દ્રવ્ય ગુરૂકવ્યા ન કહેવાય. કારણ કે તે તેમણે પોતાની નિશ્રાનું કર્યું નથી. પિતાની નિશ્રાનું કરેલું રજોહરણ વિગેરે ગુરૂદ્રવ્ય કહેવાય એમ જણાય છે.
પ્રશ્ન ૧૧–પુર્વકાલમાં એવું પુજાવિધાન હતું કે નહિ ?
ઉત્તર ૧૧-હેમચંદ્રાચાર્યની કુમારપાળે સુવર્ણ કમળવડે પુજા કરી એવા અક્ષર કુમારપાળ પ્રબંધમાં છે. તથા धर्मलाभ इतिमोक्ते, दुरादुच्छ्रितपाणये। सूरये सिद्धसेनाय.
લોટ નાધિપરાશા આ પ્રમાણે સિદ્ધસેન દિવાકર મહારાજના સંબંધમાં પણ અધિકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com