________________
( ૬૦ )
પ્રશ્ન ૧૨–ગુરૂકવ્ય શા કામમાં ઉપયોગી થાય?
ઉત્તર ૧૨–આ બધું અંગપુજારૂપ દ્રવ્ય તેજ વખતે શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યાનું તેજ પ્રબંધમાં લખેલું છે. આ ઠેકાણે ઘણું વક્તવ્ય છે પણ કેટલું લખી શકાય.
પ્રશ્ન ૧૩–કુત્રિમ વસ્તુ કેટલો કાળ રહે, સંખ્યાત કાળ કે અસંખ્યાત?
ઉત્તર ૧૩–કુત્રિમના અનેક પ્રકાર છે તેથી તે સંબંધમાં ભગવતીજીના આઠમા શતકના નવમા ઉદેશાની સુત્ર અને 9. ત્તિ જોઈ લેવી. આ હકીકત જે અષ્ટાપદાદિ ઉપરના ચૈત્યને આશ્રીને પુછતાહે તે અને તે સંબંધમાં શંકા થતી હોય તે તેને માટે વસુદેવ હીંડીમાં અધીકાર છે તે જોઈ લે. ત્યાં ચાલતી અવસર્પિણીના અંત સુધી ચૈત્ય રહેશે એમ જણાવેલું છે. આ સંબંધમાં સિદ્ધાન્તના અક્ષરોની સાબીતી માગતાહે તે જંબુદિપ પન્નત્તિ વિગેરેમાં સુષમાસુષમા આરાદિના વર્ણનમાં વાપી દીકિા કાસ્યાદિ ધાતુ પ્રમુખ કૃત્રિમ પદાર્થને સદભાવ જેઈ લે.
પ્રશ્ન ૧૪–કુહણા શબ્દવડે કરીને ભુમિપ્લેટ (બલ્લીટેપ) પ્રત્યેક વનસ્પતિકાયના અધિકારમાં જીવાભિગમ સુત્રને વિષે વ્યાખ્યા કરી છે. જીવ વિચારમાં તે સાધારણ વનસ્પતિકાયને વિષે વ્યાખ્યાન છે તેનું કેમ?
ઉત્તર ૧૪–આ વાત કેવળી મહારાજ જાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com