Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨
શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો દ્વારા પ્રગટ થતો આંતર ચેતના પ્રવાહ
લે. અંજલિ શાહ
મુંબઈ-સ્થિત, સ્વાધ્યાય પ્રેમી અંજલિબહેન, જૈનદર્શન અને ખાસ કરીને શ્રીમદ્ભુના સાહિત્યના અભ્યાસુ છે.
શ્રીમદ્ભુના પત્રો મુખ્યત્વે પૂ. શ્રી અંબાલાલભાઈ, પૂ. શ્રી જૂઠાભાઈ, પૂ. શ્રી પ્રભુશ્રી અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખાયેલા છે અને એમાં પણ પૂ. શ્રી સૌભાગ્યભાઈ ઉપર જે પત્રો લખાયેલા છે, એમાં શ્રીમદ્ભુની ખરી આંતરદશા એમણે પ્રગટ કરી છે, અને તેથી આપણા માટે પરમ ઉપકારભૂત એવા પૂ. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાંથી શ્રીમદ્ઘની ઉત્કૃષ્ટ આંતરદશા જાણવા પ્રયાસ કરીશ.
સાત વર્ષની લઘુવયની જે પરમ ભવ્યાત્માને અપૂર્વ માર્ગનો મર્મ અંતર્ગત થઈ ચૂક્યો હતો. એમના જીવનમાં એક જ લક્ષ્ય બંધાઈ ગયું હતું કે - ‘આ મનુષ્યભવ મોક્ષ સાધવા માટે જ મળ્યો છે અને પૂર્વભવોની ઉત્તમ આરાધના, જ્ઞાની સત્પુરુષોનો સમાગમ-આશ્રય, જાતિસ્મરણ જ્ઞાનમાં જણાયાથી, સન્માર્ગ વિશે એમના અંતરમાં અંશે પણ શંકા ન હતી. અને આ જગતના સર્વજીવો પણ તે અપૂર્વ સત્ વીતરાગ માર્ગને સેવી અનંત સુખસ્વરૂપ મોક્ષને પામે. એ કરુણા એમના અંતરમાં સતત વહેતી હતી.' પૂ. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પ્રથમ પત્ર વ.પ્ર. ૧૩૨ માં જ એમની આ ભાવના સ્પષ્ટ જણાય છે -
“ક્ષણવારનો સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્રને તરવાને નૌકારૂપ થાય છે.” જેણે માર્ગ જાણ્યો છે, જે તે માર્ગ ઉપર ચાલ્યા હોય, તે જ ખરો માર્ગ બીજાને બોધી શકે, એમની પાસે જે મિલકત હોય, તે જ બીજાને આપી શકે.
માત્ર ૨૩ વર્ષની નાની વયમાં શ્રીમદ્ભુનો વૈરાગ્ય એટલો બધો વધી ગયો હતો કે વચનામૃત પત્ર-૧૩૩માં તેઓ પોતાના હૃદયસખા પૂ. શ્રી સૌભાગ્યભાઈને પોતાની અંતરંગદશા જ જણાવતાં લખે છે : “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે... હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી, કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા -3
૧૧