Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આત્મા ચેતનના પ્રવાહના વિશે નિમિત્ત રૂપ વિચારથી જાણ્યા પછી આત્મા વિશેના વિચારો દર્શાવતા પત્રોની માહિતી નીચે પ્રમાણે છે.
ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
જ્ઞાનથી આત્મા સ્વ-સ્વરૂપને પામે છે. એટલે જ્ઞાનીને મોક્ષ છે શ્રીમદ્ જણાવે છે કે –
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે આ વાત જો કે યથાર્થ છે, તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે, માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.”
(પાના નં. 265) સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.”
(પાના નં. 451) વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે.”
(પાના નં. 437) આત્માએ આવા મહાપુરુષનું ધ્યાન કરવું જોઈએ.
“જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ-પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વશે કહ્યું છે, તે સત્ય છે, તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.” (પાના નં. 438)
આત્મસ્વરૂપ દર્શન માટે શ્રીમદ્ જણાવે છે કે - “સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થવું; એટલે હવે બીજું કોઈ ક્ષેત્રે કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહિ અને
જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નથી. હવે જ્યારે દેવું-લેવું એ બંને નિવૃત્ત થઈ ગયું.” (પાના નં. 316)
“જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહિ, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.”
માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે.”
(પાના નં. 320) “આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છા કરી શકાતું નથી.” જ્ઞાનધારા-૩
૯
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)