Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 15
________________ નથી. રાજકોટના કાર્યકરોએ અપાર સેવા કરી છે અને યજમાનને બદલે મહેમાન બનીને રહ્યાનો તથા પારસ સોસાયટીના પારસહોલનો નિઃશુલ્ક ઉપયોગ કરવા દેવા માટે તેના બધા ટ્રસ્ટીઓનો બધા વિદ્વાનોનો, સહકાર્યકરોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણેય દિવસના કાર્યક્રમનું સફળ રીતે સંચાલન કરવા માટે પ્રવીણભાઈ પારેખનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્રણેય દિવસ સંપૂર્ણ શાંતિથી રસમયતાથી નિબંધ વાંચન માટે પધારેલા બધા શ્રોતાઓનો જુદા જુદા નગરોથી પધારેલ સંઘપ્રમુખો, શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરી, સહુના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. 'Jainism & Modern Science' વિષયનું વડોદરાના એન્જીનીયર શ્રી હર્ષદભાઈ એમ. શાહએ બે દિવસ માટે પ્રદર્શન યોજ્યું તે બદલ અને તા. ૧૦/૧ના રોજ શ્રીમતી રશ્મિબેન ભેદાએ પોતાના ફાર્મ હાઉસ પર બધા વિદ્વાનોને ભોજન માટે નિમંત્ર્યા બદલ આભાર વ્યક્ત કર્યા હતા. સમાપન સમારંભને અંતે પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબે જ્ઞાનસત્રની વિશેષતા દર્શાવતા કહ્યું કે રાજકોટ જેવા સાંપ્રદાયિક ક્ષેત્રમાં બીન સાંપ્રદાયિક જ્ઞાનસત્ર યોજવાનું મુખ્ય પ્રયોજન જૈન ધર્મની યથાર્થ સમજણ પૂરી પાડવાનું છે. ‘મારા અને અમારા માટે' અર્થાત્ સંત-સતીજીઓ માટેનું આ જ્ઞાનસત્ર હતું ભગવાન મહાવીરની વાણી પર નિબંધ લખનારા વિદ્વાનોએ ભયરોગ ટાળવાનું કામ કર્યું છે. આ જ્ઞાનસત્ર યાદગાર બની રહેશે પરંતુ અહીંથી જે અટકવાનું નથી વર્ષે એકવાર મળવાને બદલે સાહિત્યપ્રેમીઓ વિદ્વાનો એક જૂથ રચી, દર ત્રણ માસે મળે એવી વ્યવસ્થા કરવાનું સાતત્ય ટકાવવાનું સૂચન કર્યું હતું. રાજકોટના સુશ્રાવક આગમપ્રેમી શ્રી જસાણી હરકિસનભાઈએ શ્રુતજ્ઞાન માટે રાજકોટમાં આ જ્ઞાનસત્ર એક ઐતિહાસિક ઘટના બની છે. સરસ પ્રતિભાવ વ્યક્ત કરી આ અપૂર્વ જ્ઞાનસત્ર માણ્યાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. વિદ્વાનોને રાજકોટની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ચીકી, મોમેન્ટો, પુરસ્કાર અને ભેટ ગ્રંથો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. પૂજ્યશ્રીના માંગલિક સાથે જ્ઞાનસત્ર પૂર્ણ થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 334