Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મહેતાના અધ્યક્ષસ્થાને વાચન થયું હતું. પ્રો. મલુકચંદ શાહ, કુ. વર્ષા શાહ, ડૉ. શોભના શાહ, ડૉ. નિરંજના વોરા, શ્રીમતી છાયાબેન શાહ, ડૉ. કવિન શાહ, શ્રીમતી પ્રીતિબેન શાહ.
આજના આ સમાપન સમારોહના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈન વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ હતા. તેઓએ એમના વક્તવ્યમાં દર્શાવ્યું કે જ્યાં વિવાદ અને ઝઘડા હોય ત્યાં ધર્મ કદાપિ હોતો નથી. બાળકને આરંભથી જ જૈનધર્મનું શિક્ષણ મળવું જોઈએ. રૂઢિચુસ્ત માન્યતાઓ અને વલણને કારણે જ યુવાનો ધર્માભિમુખ થતા નથી. યુવાનોમાં ધર્મશ્રદ્ધા જાગ્ત કરવા માટેનો સહિયારો પુરુષાર્થ કરવાની જરૂર છે. જૈન સમાજે ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવું પડશે. તેઓએ પોતાના વક્તવ્યમાં દર્શાવ્યું કે આપણા સૌને માટે ઉપયોગી ‘પરિભાષિક જૈન શબ્દકોશ' આપણી પાસે નથી. આવા શબ્દકોશની અનિવાર્ય જરૂર છે. પૂ. ગુરુદેવ નમ્રમુનિજીએ આવા શબ્દકોશ માટે કેટલો ખર્ચ થાય તેની વિગત પૂછતાં તેઓએ આસરે ૧૫ લાખ રૂપિયા જોઈએ તેમ દર્શાવ્યું. આ ખર્ચને પહોંચી વળવા માટે જો શ્રી કુમારપાળ દેસાઈ બધી વ્યવસ્થાની જવાબદારી સ્વીકારે તો શ્રી ઉવસગ્ગહરં સાધના સંઘ તરફથી રૂા.૧૧ લાખના અનુદાનની જાહેરાત કરી અને મહાવીર સેવા ટ્રસ્ટે રૂા. પાંચ લાખનાં અનુદાનની જાહેરાત કરતાં, ફક્ત પાંચ જ મિનિટના ટૂંકા સમયમાં ૧૬ લાખ જેવી માતબર રકમની જાહેરાતથી હાજર રહેલા બધાને અપાર આનંદ થયો અને આ જાહેરાતને સહર્ષ વધાવી લીધી.
જૈન તત્ત્વચિંતક શ્રી વસંતભાઈ ખોખાણીએ વર્તમાન સમયમાં વિદ્વાનોનાં કર્તવ્ય પર ભાર મૂકી વ્યક્તિને અંતરભિમુખ બનાવવા તેવા મૌલિક લેખો સર્જવાનું કહ્યું હતું.
આ જ્ઞાનસત્રમાં પધારેલ બધા વિદ્વાનોનું રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું.
જ્ઞાનસત્રના સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ આભાર દર્શનમાં દર્શાવ્યું કે જ્ઞાનસત્રનો આત્મા પૂ. નમ્રમુનિ છે. તેઓના ઉપકાર માટે શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org