Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 12
________________ તે બદલ તેઓનો હાર્દિક આભાર. આ CD પ્રોજેક્ટની બધી વિગતો શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ આપી હતી અને અનેક CD તૈયાર કરવાની વિગત જાણી બધાએ અપાર આનંદ વ્યક્ત કર્યો હતો. ગુરુ પ્રાણ લીટરરી અને રિસર્ચ સેન્ટર-ઘાટકોપરથી આ પ્રોજેક્ટ તૈયાર કરાયેલ. એ હકીકતથી સૌ પ્રભાવિત થયા હતા. મુનિશ્રી સંતબાલજી જન્મશતાબ્દી સ્મૃતિ નિમિત્તે આ સી.ડી. પ્રોજેક્ટર હાથ ધરાયો હતો. નમસ્કાર મહામંત્રની ભાવયાત્રા વિખ્યાત વિદ્વાન શ્રી શશીકાંતભાઈ મહેતાએ કરાવી, આ મહામંત્રની મહત્તા દર્શાવી હતી. જ્ઞાનસત્રના આરંભની આ બેઠકને અંતે માંગલિક ફરમાવ્યા. પૂર્વે પૂ. નમ્રમુનિ મહારાજસાહેબે નાનકડા પ્રવચનમાં દર્શાવ્યું કે સંકુચિત સંપ્રદાયવાદને છોડી જ્ઞાન સ્વાધ્યાયનો અવસર જ્ઞાનસત્ર છે અને યુવાપેઢીને ધર્માભિમુખ બનાવવા આવા જ્ઞાનસત્રો ખૂબ ઉપકારક થશે જ. પૂજ્યશ્રીના માંગલિક સાથે અત્યંત આનંદદાયક મંગલમય વાતાવરણમાં પ્રથમ બેઠક સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સંઘ પ્રમુખો, હોદ્દેદારો તથા શ્રાવક શ્રેષ્ઠીઓની હાજરી ખૂબ પ્રોત્સાહજનક બની રહી અને બધાં વિદ્વાનોને અપાર હર્ષ થયો હતો. બપોરની બેઠકનું અધ્યક્ષશ્રી રશ્મિભાઈ ઝવેરીએ “ચતુર્વિધ સંઘનો મર્યાદા મહોત્સવ' વિષય પર સંચાલન કર્યું હતું અને એમાં રમણી જ્યોતિપ્રજ્ઞા આદિએ લેખ વાંચ્યા હતા. યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈનધર્મના પ્રચાર પ્રસાર માટેના કાર્યક્રમો આ વિષયના અધ્યક્ષ તરીકે પ્રા.ડૉ. કલાબેન શાહ, પ્રા. નવીનભાઈ કુબડિયા, પ્રા.ડૉ. ગુલાબભાઈ દેઢિયા, શ્રીમતી ભારતીબેન મહેતા, શ્રી સતીશભાઈ શાહે લેખોનું વાચન કર્યું હતું. પૂજ્યશ્રીના માંગલિક સાથે બપોરની બેઠકનું સરસ રીતે સમાપન થયું હતું. તા. ૯-૧-૦૫ના બીજા દિવસનો પ્રારંભ પૂ. નમ્રમુનિજીના નવકારમંત્રના પવિત્ર ધ્વનિના, પવિત્ર વાતાવરણમાં થયો હતો. આજનો આખો દિવસ નિબંધવાચનનો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 334