Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 10
________________ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર - ઘાટકોપર તથા ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ મુંબઈ પ્રેરિત રાજકોટ મુકામે યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ નો અહેવાલ સૌરાષ્ટ્રમાં સહુ પ્રથમ, રાજકોટના આંગણે જેનોના ચારેય ફીરકાઓના ૬૦ જેટલા વિદ્વાનોનું શાસન ઉદ્યોત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ. પીયૂષમુનિ મહારાજ સાહેબ તથા ૩૦ મહાસતીજીની નિશ્રામાં તા. ૮-૯૧૦ જાન્યુઆરીના રોજ બીજું જેને સાહિત્ય જ્ઞાનસત્ર માનદ્ સંયોજક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાના પુરુષાર્થથી ઉત્તમ રીતે સંપન્ન થયું. જ્ઞાનસત્રનો પ્રારંભ તા. ૮/૧ ના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુની હાજરીમાં, અત્યંત મંગલમય વાતાવરણમાં થયો હતો. પ્રારંભમાં પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના ઉવસગ્ગહરં સ્ત્રોતના જાપથી થયો. વાતાવરણની શાંતિ સાથે, લાડનુંથી પધારેલ સમણીજીના મંગલ સ્તવન પણ સૌને આનંદ આપ્યો હતો. સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરૂદેવ પ્રાણલાલજી મહારાજની આજે પુણ્યતિથિ હોવાથી પૂ. અમિતાબાઈ સ્વામીએ, પૂ. ગુરૂદેવને ભક્તિભાવપૂર્વક સ્મરણાંજલી અર્પી હતી અને શ્રી પ્રવીણભાઈ પારેખે ઉવસગ્ગહરે ભક્તિ ગ્રુપની વિગત પૂર્ણ માહિતી આપી હતી. વાગત પ્રવચન અને જ્ઞાનસત્રની વિશેષ માહિતી, માનદ્ સંયોજક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ આપી હતી. અને “સમકિતના આનંદ પર્વ” તરીકે જ્ઞાનસત્રને ઓળખાવી બધાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ઉપરાંત, તેઓએ દર્શાવ્યું કે શાસન ઉદ્યોત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબે યુવાપેઢીને ધર્માભિમુખ કરવાનો સરસ પુરુષાર્ય આરંભ્યો છે. તે બદલ અભિવંદના કરી હતી. આ જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાના શુભહસ્તે થયું હતું. મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં આવું જ્ઞાનસત્ર યોજવા બદલ આયોજકોને વિદ્વાનોને તથા જ્ઞાનપિપાસુ શ્રોતાઓને ગુજરાત સરકાર વતી અભિનંદન આપ્યા હતા એ ભગવાન મહાવીરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 334