Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 11
________________ સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનું મંગલકાર્ય કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો તથા આત્માને ઓળખવા માટે જીવન સફલ બનાવવા માટે સંતોના અને વિદ્વાનોના સત્સંગને ખૂબ મહત્ત્વનો ગણાવ્યો હતો. પ્રા. ડૉ. રસિકભાઈ મહેતાએ પૂ. ગુરુ પ્રાણને યાદ કરતાં દર્શાવ્યું કે પૂજ્યશ્રીએ પ્રગટાવેલી જ્ઞાનજ્યોત, ખૂબ તેજસ્વી બનીને અનેક પ્રકારે પ્રકાશ ફેલાવી રહેલ છે. સમસ્ત જૈન સમાજને જ્ઞાનની પ્રેરણા આપવા બદલ પૂ. શ્રીનો ઉપકાર કયારેય ન ભુલવાનું કહ્યું હતું. ડૉ. મધુબેન બરવાળિયાએ ગુરુદેવ પ્રાણલાલજીને ભાવાંજલિ અર્પતું મધુર ગીત રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. મહાવીર સેવા ટ્રસ્ટ વતી શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આગમ સંપાદન કાર્યની વિગત દર્શાવી હતી અને આગમ બત્રીશીના સંપાદનનો સમાપન સમારોહ રાજકોટને આંગણે ચોથું જ્ઞાનસત્ર યોજીને ઉજવવાનો નિર્ણય વ્યક્ત કરી, ચોથુ જ્ઞાનસત્ર રાજકોટ યોજવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. આ પહેલા ત્રીજું જ્ઞાનસત્ર દેવલાલી અને ચોથું જ્ઞાનસત્ર, આંતરરાષ્ટ્રિય મહાવીર નગર ટ્રસ્ટ, ચિંચણી, જી. થાણા મુકામે યોજવાની નિમંત્રણ મળ્યાની હકીકત શ્રી ગુણવંતભાઈએ દર્શાવી હતી. રાજકોટથી પ્રસિદ્ધ થતા “આગમબત્રીશી'ના સહસંપાદિકા પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજીએ આગમનું મહત્ત્વ દર્શાવતું અત્યંત મનનીય અને પ્રેરક પ્રવચન આપી સહુને ખૂબ પ્રભાવિત કર્યા હતા. સમણીજી સંઘ પ્રજ્ઞાજીએ “મર્યાદા મહોત્સવ' પર સરસ વિગતો આપી હતી અને શ્રી રશ્મિભાઈ ઝવેરીએ આગમનું જીવનમાં મહત્ત્વનું સ્થાન હોવું જોઈએ તેમ દર્શાવ્યું હતું. જૈન સાહિત્યના જ્ઞાનસત્ર-૧ના લેખોનું “જ્ઞાનધારા-૧' શીર્ષક હેઠળ ગુણવંતભાઈ બરવાળિયાએ કરેલ સંપાદનને પ્રકાશિત કરવા તેનું વિમોચન અખિલ ભારતીય જેન કોન્ફરન્સના પ્રમુખ માનનીય શ્રી મગનભાઈ દોશીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ મધ્યકાલીન જેનસાહિત્યની CD'ની અર્પણવિધિ થઈ હતી. આ CD તૈયાર કરવામાં એલ. ડી. ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્ર શાહનો સહયોગ મળ્યો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 334