Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧
ભાગેલિક લક્ષણા ૧. ભૌગાલિક સ્થાન
ભારતને જે ભૂમિપ્રદેશ હાલ ગુજરાત તરીકે એળખાય છે તે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા હાઈ પશ્ચિમ ભારતની અંતર્ગત ગણાય છે.
હાલ ગુજરાત એટલે વહીવટી દષ્ટિએ ભારત સંધમાંનું ગુજરાત રાજ્ય એવા અ અભિપ્રેત છે. આ પ્રદેશ ૨૦.૧° ઉત્તર અને ૨૪.૭° ઉત્તર અક્ષાંશની તથા ૬૮.૪° પૂર્વ અને ૭૪.૪° પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે.
એની ઉત્તરે ભારવાડ ( રાજસ્થાન ), ઉત્તરપૂર્વે મેવાડ (રાજસ્થાન), પૂર્વે ભાળવા (મધ્ય પ્રદેશ) અને ખાનદેશ (મહારાષ્ટ્ર), દક્ષિણપૂર્વે મહારાષ્ટ્રને નાસિક જિલ્લા, દક્ષિણે કાંકણ (મહારાષ્ટ્ર) અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે, જ્યારે ઉત્તરપશ્ચિમે સિંધ (પશ્ચિમ પાકિસ્તાન) આવેલા છે.
ગુજરાત રાજ્યના વિસ્તાર ૧૯૬૧ની વસ્તીગણતરી સમયે ભારતના સર્વેક્ષણ અનુસાર ૧,૮૭,૧૧૫ ચેારસ કિલામીટર (૭૨,૨૪૫ ચેારસ માઈલ) હતા. એ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની પશ્ચિમ સીમામાં ઘેાડા ફેરફાર થતાં, ગુજરત રાજ્યના વિસ્તારમાં એકંદરે થાડા ઘટાડેા થયા છે, પરંતુ હજી એના ચા આંકડા બહાર પડયા નથી. ગુજરાત રાજ્યના વિસ્તાર ભારત સંધના સમય વિસ્તારના લગભગ ૧૭મા ભાગ જેટલે છે.
૨. ભોગાલિક રચના
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી ભૌગેાલિક એકમ તરીકે અલગ તરી આવે છે. (નકશા ૧)