Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“ધર્મસાધનભૂત અહિંસા વગેરે વાસ્તવિક રીતે કયા દર્શનમાં ઘટે છે અને કયા દર્શનમાં ઘટતા નથી - તેનો વિચાર આવ્યગ્ર એવા મન વડે નિપુણજનોએ કરવો જોઈએ.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દરેક દર્શનકારોએ પોતપોતાની રીતે વ્રત, ધર્મ અને યમ વગેરે પદો દ્વારા અહિંસાદિનું વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનમાં વર્ણવેલા અહિંસા વગેરે તે તે દર્શનમાં સંગત છે કે નહિ તે વિચારવું જોઈએ. તે વિચારણાથી ચોક્કસ ખ્યાલ આવશે કે તે અહિંસાદિ કયા દર્શનમાં સંગત છે અને કયા દર્શનમાં સંગત નથી. અને તેથી જે દર્શનમાં તે સંગત નહિ હોય તે દર્શન મોક્ષપ્રાપક નથી તેનો પણ ચોક્કસ ખ્યાલ આવશે.
તે તે દર્શનમાં અહિંસાદિ ઘટે છે કે નહિ તેની વિચારણા; ધર્મની વિચારણા કરવામાં જેઓ નિષ્ણાત છે તેવા નિપુણોએ કરવી જોઈએ. એવા નિપુણ જેઓ નથી તેમને તેવી વિચારણા કરવાનો અધિકાર નથી. અયોગ્ય કે અજ્ઞાનીને આમ પણ કોઈ કામનો અધિકાર તો નથી જ. ધર્મની વિચારણામાં તો કોઈ પણ રીતે તેમને તેવો અધિકાર અપાયો નથી. નિપુણોએ મુખ્યપણે એટલે કે કોઈ પણ પ્રકારના ઉપચાર વિના અહિંસાદિ કયા દર્શનમાં સંગત થાય છે અને કયા દર્શનમાં સંગત થતા નથી; તે વિચારવું જોઈએ. બીજું વિચારવું ના જોઈએ. કારણ કે બીજી વિચારણામાં “ધર્મવાદ'નો સંભવ નથી. અહીં તો ધર્મવાદને અનુલક્ષીને વિચારવાનું છે.
નિપુણ આત્માઓએ તે વિચારણા પણ અવ્યગ્ર મનથી કરવાની છે. પોતે જે દર્શનમાં જણાવેલી અહિંસા... વગેરેની વિચારણા કરવા ધારે છે; તે દર્શનના જ શાસ્ત્રની નીતિ(મર્યાદા)ના પ્રણિધાનપૂર્વક જ તે વિચારણા કરવી જોઇએ. એને જ મનની વ્યગ્રતાનો અભાવ (અવ્યગ્રતા) કહેવાય છે. એક શાસ્ત્રમાં જણાવ્યા મુજબની અહિંસા વગેરે શાસ્ત્રાંતરની નીતિથી સંગત ન થાય : એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેથી પોતાના દર્શનની નીતિના પ્રણિધાનથી જ અહિંસાદિના વિષયની વ્યવસ્થાનો વિચાર કરવો જોઇએ. કારણ કે એવી વિચારણા કરવાથી ચોક્કસપણે ખ્યાલ આવે છે કે અહિંસાદિ તે તે દર્શનમાં સંગત છે કે અસંગત છે. તેથી જ એ વિચારણા સફળ બને છે. જે શાસ્ત્રને આશ્રયીને “અહિંસાદિ ઘટે છે કે નહિ' : એનો વિચાર કરવાનો આરંભ કર્યો હોય ત્યારે તેનો ખ્યાલ આવે એ માટે સ્વશાસ્ત્રને છોડીને બીજા શાસ્ત્રની નીતિથી વિચારણામાં મન જાય નહિ તેવી એકાગ્રતા કેળવી લેવી જોઇએ. સ્વશાસ્ત્રનીતિથી જ વિચારણામાં મન લાગી રહે તો અહિંસાદિના વિષયની વ્યવસ્થામાં તેની સંગતતા કે અસંગતતાનો નિર્ણય કરી શકાશે. ll૮-૧૦ની
ननु स्वतन्त्रनित्यापि धर्मसाधनविचारणे प्रमाणप्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमप्यावश्यकमिति व्यग्रताऽनुपरमे कदा प्रस्तुतविचारावसर इत्यत आह
સ્વદર્શનની નીતિને અનુસરીને પણ ધર્મસાધનભૂત અહિંસાદિની વિચારણા કરવામાં “અહિંસાદિ તે તે દર્શનમાં ઘટી શકે છે કે નથી ઘટતાં’ - તેનો નિર્ણય થઈ શકે છે પરંતુ તેનો
એક પરિશીલન