________________
दुःषमगण्डिका तहि काल इत्येव वक्तव्यम्, तावतैव प्रयोजननिर्वाहात्, लाघवाच्चेति चेत् ? न, शिष्यमतिविस्फारणार्थत्वाच्छास्त्राभियोगस्य लाघवलक्ष्यकत्वाभावात्, अनेकार्थत्वादिरहस्यानामेवमेव प्रतिपत्तियोगात्, सूत्रशैल्या अपर्यनुयोज्यत्वाच्च । तथा चागमशैली-पुरक्खडे कालसमयंसि वासाणं पढमे समए પડિવઝ - તિ (સૂર્યપ્રાપ્ત અષ્ટમપ્રવૃત્ત) | તેષામ્ - षट्सङ्ख्यकालसमयानाम्, नामविभक्तिम् - सञ्जाविशेषम्,
શંકા - તો પછી કાળ એટલું જ કહેવું જોઈએ. કારણ કે એટલાથી જ પ્રયોજન સરી જાય છે. વળી ટૂંકમાં પડે છે.
સમાધાન - ના, કારણ કે શાસ્ત્રની રચનાનો પ્રયત્ન કરાય છે, તે કાંઈ ટૂંકમાં પતાવવા માટે નથી કરાતો, પણ શિષ્યની મતિનો વિકાસ કરવા માટે થાય છે. એક શબ્દના અનેક અર્થો છે, વગેરે જે રહસ્યો છે, તે આવા પ્રયોગોથી જ સમજાય છે. વળી સૂત્રની શૈલી આવી જ કેમ ? એવો પ્રશ્ન ન થઈ શકે. કારણ કે શૈલીની બાબતમાં સૂત્રકાર સ્વતંત્ર છે. તે પ્રકારની આગમની શૈલી પણ છે – વર્ષોના આગળના કાળસમયમાં પ્રથમ સમયે સ્વીકારે છે. (સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રાભૂત-૮). તે છે કાળસમયોનું નામવિશેષ યથાક્રમ = ક્રમને ઓળંગ્યા