________________
१३
दुःषमोपनिषद्
अर्थतेषामेव विभागानां पृथक् पृथक् कालपरिमाणमाहसुसमासुसमा य कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिन्नि सुसमा य कालो दुन्नि भवे सुसमदुसमाए ॥६॥
सुषमसुषमा च कालः - अवसर्पिण्यपेक्षया प्रथमारस्तु, चतस्त्रः कोटाकोट्यो भवन्ति, सागरोपमाणामिति गम्यते । सुषमा च कालः, द्वितीयारस्तु तिस्त्रः सागरोपमकोटाकोट्यो भवन्ति । अत्र तावत्प्रमाणस्य कथञ्चित्स्वतोऽभिन्नत्वादित्थं
હવે આ જ વિભાગોનું અલગ અલગ કાળપ્રમાણ
કહે છે -
- સુષમસુષમા કાળ ચાર કોડાકોડી હોય છે અને સુષમા કાળ ત્રણ અને સુષમદુષમામાં બે હોય છે. દો
સુષમસુષમા = અવસર્પિણીની અપેક્ષાએ પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે અને સુષમાકાળ = બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમાં પ્રમાણ હોય છે. અહીં કાળ અને આરાને સમાન વિભક્તિમાં મુક્યા છે. અર્થાત્ સમાનાધિકરણમાં રજુ કર્યા છે. કારણ કે કથંચિત્ તેટલું પ્રમાણ પોતાનાથી (તે આરાથી) અભિન્ન છે. માટે તેટલો કાળ એ આરો છે, એવો વ્યપદેશ સમજવો જોઈએ.