________________
दुःषमोपनिषद् तुर्यारशेषभागादिमेलनफलतयाऽवगन्तव्यम् । तथाहि - श्रीवीरनिर्वाणादेकोननवतिपक्षेष्वतीतेषु तुर्यारसमाप्तिः, तत एकविंशतिवत्सरसहस्रप्रमाणः पञ्चमारः, ततोऽप्येकविंशतिवर्षसहस्रमितः षष्ठोऽरः,ततोऽपि तावन्मान उत्सर्पिणीसत्काद्योऽरः, ततोऽपि तावत्काल एवोत्सर्पिणीसम्बन्धी द्वितीयोऽरः, ततस्तृतीयार एकोननवतिपक्षेष्वतिक्रान्तेषु सत्सु श्रीमहापद्मजिनजन्म । तदेतत्सर्वकालमेलने यथोक्तमन्तरं
अथैतदन्तरगतानेव भावविशेषान् प्रतिपादयन्नाह -
જાણવું. તે આ રીતે – શ્રીવીરનિર્વાણથી નેવ્યાસી પખવાડિયા ગયા ત્યારે ચોથો આરો સમાપ્ત થયો. પછી એકવીશ હજાર વર્ષ પ્રમાણ પાંચમો આરો, પછી એકવીશ હજાર વર્ષ પ્રમાણ છઠ્ઠો આરો, પછી પણ તેટલા પ્રમાણનો ઉત્સર્પિણીનો પહેલો આરો, પછી પણ તેટલા જ સમયનો ઉત્સર્પિણીનો બીજો આરો, પછી ત્રીજા આરાના નેવ્યાસી પખવાડિયા જતા શ્રીમહાપદ્મજિનનો જન્મ. આ સર્વ કાળોનો સરવાળો કરતા હમણા કહેલ અંતર મળે છે.
હવે આ અંતરમાં રહેલા જ વિશિષ્ટ ભાવોનું પ્રતિપાદન કરે છે -