________________
दुःषमोपनिषद्
५३ यदा विद्यमानो बभूवेति भावः, कीदृश इति निरूपयति - दशपूर्वधरः - पूर्वदशकावारपारपारगामी । .
तद्वक्तव्यता यथा - दशपुरे सोमदेवविप्ररुद्रसोमाश्राविकापुत्र आर्यरक्षितः, स चाध्ययनहेतोः पाटलीपुत्रं गत्वा चतुर्दशविद्यापारगीभूय आगतः । तदा नृपादिसर्वलोकसम्मानितोऽपि मातुर्माध्यस्थ्यं दृष्ट्वा सनिर्बन्धं निबन्धनं पप्रच्छ। विज्ञाततदभिप्रायश्च दृष्टिवादमध्येतुं तोसलिपुत्राचार्यान्तिके प्रवव्राज । स्वगुरुसमीपे श्रीवज्रस्वामिपार्श्वे च साधिकनवपूर्वीमात्मसात्कृत्य पश्चात्समग्रं परिवारमपि
છે. દશપૂર્વધર = દશપૂર્વરૂપી સાગરના પારગામી.
તેમની વિગત આ મુજબ છે – દશપુરમાં સોમદેવ બ્રાહ્મણ અને રુદ્રસોમા નામની શ્રાવિકાનો પુત્ર આર્યરક્ષિત હતો. તે અધ્યયન માટે પાટલીપુત્ર જઈને ચૌદ વિદ્યાનો પારગામી થઈને આવ્યો. ત્યારે રાજા વગેરે સર્વ લોકોએ તેમનું સન્માન કર્યું, પણ માતાની મધ્યસ્થતા જોઈને તેણે આગ્રહ સાથે કારણ પૂછ્યું. માતાનો અભિપ્રાય જાણીને દૃષ્ટિવાદ ભણવા માટે તોસલિપુત્ર આચાર્ય પાસે દિક્ષા લીધી. પોતાના ગુરુ પાસે અને શ્રીવજસ્વામી પાસે સાધિક નવ પૂર્વોને આત્મસાત્ કરીને પછી સમગ્ર