________________
८२
दुःषमगण्डिका वड्डेइ - तुज्झ पुत्तो दिवसे दिवसे अड्डरत्ते एइ, अहं जग्गामि, छुहुतिया अच्छामि, ताहे ताए भण्णति - मा दारं देज्जाहि, अहं अज्ज जग्गामि । सा पसुत्ता, इयरा जग्गइ, अड्डरत्ते आगओ बारं मग्गइ, मायाए अंबाडिओ-जत्थ एयाए वेलाए उग्घाडियाणि दाराणि तत्थ वच्च । सो निग्गओ, मग्गंतेण साहुपडिस्सओ उग्घाडिओ दिट्ठो । वंदित्ता भणति - पव्वावेह मं, ते नेच्छंति, सयं लोओ कओ, ताहे से लिंगं दिण्णं, ते विहरिया । पुणो आगयाणं रण्णा कंबलरयणं से दिण्णं ।
ફરિયાદ કરે છે કે, ‘તમારો પુત્ર રોજે રોજ અડધી રાતે (ઘર) આવે છે, હું જાણું છું અને ભૂખી રહું છું.” ત્યારે તે કહે છે, “તું દરવાજો ખોલતી નહીં. આજે હું જાગુ છું.” તે (પત્ની) સૂઈ ગઈ. બીજી (માતા) જાગે છે. અડધી રાતે આવીને તેનો પુત્ર દરવાજો ખોલવા કહે છે. માતાએ તેને ઠપકો આપ્યો, “જ્યાં આ સમયે દરવાજા ખુલ્લા હોય, ત્યાં જા.” તે ત્યાંથી નીકળી ગયો. શોધતા શોધતા શ્રમણોનો ઉપાશ્રય ઉઘાડો જોયો. તે વંદન કરીને કહે છે – “મને દીક્ષા આપો.” શ્રમણો નથી ઈચ્છતા. તેણે પોતે લોન્ચ કર્યો ત્યારે સાધુઓએ તેને વેષ આપ્યો. ત્યાંથી તેમણે વિહાર કર્યો. ફરીથી ત્યાં આવ્યા ત્યારે રાજાએ શિવભૂતિમુનિને રત્નકંબળ વહોરાવી. આચાર્યશ્રીએ કહ્યું