________________
दुःषमोपनिषद्
१३५ तथा वीरात् - परमकारुणिकाच्छ्रीवर्द्धमानस्वामिनः, अशीत्युत्तरनवशते वर्षे, वल्लभीपुरे नगरे देवर्द्धिकप्रमुखसकलसङ्ग्रेन पुस्तक आगमो लिखितः । तत्र देवर्द्धिगणिक्षमाश्रमणवृत्तम् - प्राग्भवेऽसौ हरिणैगमेषिदेवस्तीर्थकराद्विज्ञातात्मदुर्लभबोधिकभावः स्वस्थानोत्पत्स्यमानदेवाय विमानभित्तौ स्वप्रतिबोधार्थं विज्ञप्तिं लिलेख । ततश्च्युत्वा सुराष्ट्रेषु वेरावळपट्टने कामधिक्षत्रियभार्याकलावतीकुक्षौ गर्भतयोदपद्यत । दृष्टमहर्द्धिकदेवस्वप्ना माता नवमासान्तरप्रसूतं पुत्रं देवर्द्धिनाम ददौ । इतश्च नूनहरिणैगमेषी तत्प्रतिबोधाय
તથા વીરથી = પરમ કરુણાધર શ્રી વર્ધ્વમાન સ્વામિથી, નવસો એંશી વર્ષે વલભીપુર નગરમાં દેવદ્ધિક આદિ સકળ સંઘે પુસ્તકમાં આગમ લખ્યો. તેમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું વૃત્તાંત આ પ્રમાણે છે - પૂર્વભવમાં તેઓ હરિર્ઝેગમેષી દેવ હતા. તેમણે તીર્થંકર પાસેથી જાણ્યું કે પોતે દુર્લભબોધિ છે. તેથી તેમણે પોતાના સ્થાને જે દેવ આવે, તેના માટે પોતાના વિમાનની દીવાલ પર પોતાને પ્રતિબોધ કરવા માટે વિજ્ઞપ્તિ લખી. પછી ઍવીને સૌરાષ્ટ્રમાં વેરાવળ નગરમાં કામર્ધિ ક્ષત્રિયની પત્ની કલાવતીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા. માતાએ સ્વપ્નમાં મહદ્ધિક દેવ જોયો હતો. માટે પુત્રનું નામ