________________
दुःषमोपनिषद्
११९
तापसप्रयुक्तां रासभीविद्यामपि रजोहरणेन विजित्य समहोत्सवं गुरुपार्श्वमागत्य सर्ववृत्तान्तमकथयत् ।
तदा गुरुणा कथितम् वत्स ! वरं कृतम्, परं राशित्रयस्थापनमुत्सूत्रम्, अतस्तत्र गत्वा मिथ्यादुष्कृतं देहि इति । तदा कथं स्वयं कथयित्वा स्वं वाक्यं अप्रमाणीकरोमि - इतिजाताहङ्कारः स गुरुणा सह षण्मासीं यावद्वादं चकार । प्रान्ते कुत्रिकापणे गत्वा नोजीवे याचिते तदप्राप्तौ सत्यां कथमपि स्वाऽऽग्रहमत्यजन् स गुरुणा
-
-
-
પછી પોતાની વિદ્યાઓથી તેની વિદ્યાઓને જીતીને, તાપસે પ્રયોજેલી રાસભી (ગધેડી) વિદ્યાને પણ રજોહરણથી જીતીને મહોત્સવપૂર્વક ગુરુ પાસે આવ્યા અને બધો વૃત્તાન્ત કહ્યો.
ત્યારે ગુરુએ કહ્યું, ‘વત્સ ! સારું કર્યું, પણ તે ત્રણ રાશિ સ્થાપી, તે ઉત્સૂત્ર છે. માટે ત્યાં જઈને મિચ્છામિ દુક્કડમ્ આપ. ત્યારે રોહગુપ્તમુનિને અહંકાર થયો કે ‘હું પોતે બોલીને મારું વચન અપ્રમાણ શી રીતે કરું ?' તેથી તેમણે ગુરુ સાથે છ મહિના સુધી વાદ કર્યો. છેલ્લે કુત્રિકાપણમાં (દેવાધિષ્ઠિત દુકાનમાં, જેમાં બધી જ વસ્તુ મળે) જઈને નોજીવ માંગતા તે ન મળ્યો. તો ય રોહગુપ્તમુનિએ પોતાનો આગ્રહ ન છોડ્યો. ત્યારે ગુરુએ
ન