________________
दुःषमोपनिषद् वाचयन्ति ।
ततश्च यावदार्यरक्षितसूरयस्तावद् वतिन्यः स्वपक्षे - संयतीनामालोचनामकार्षुः । स्वपक्षाभावे विपक्षेऽप्यालोचितवत्यः श्रमण्यः । एवं श्रमणा अपि सपक्ष आलोचितवन्तः । तदलाभे विपक्षे - श्रमणीनां पार्श्वेऽपि, दोषाभावात् । आगमव्यवहारिभिर्हि दोषाभावमवबुध्य च्छेदश्रुतवाचना संयतीनां दत्ता, नान्यथेति । आर्यरक्षितादारतः पुनः श्रमणानामेव समीप
અહિત ન થાય, તે માટે તેઓ સાધ્વીઓને છેદસૂત્રની વાચના નથી આપતા.
તેથી આર્યરક્ષિતસૂરિજી સુધી સાધ્વીજીઓ સ્વપક્ષે – સાધ્વીજીઓ પાસે આલોચના કરતા હતાં અને સ્વપક્ષ ન હોય, તો સાધ્વીજીઓ વિપક્ષમાં પણ આલોચના કરતા હતા. એ રીતે શ્રમણો પણ પોતાના પક્ષમાં - સાધુઓ પાસે આલોચના કરતા હતાં અને તેઓ ન મળે તો વિપક્ષે – સાધ્વીઓ પાસે પણ આલોચના કરતા હતા, કારણ કે તેમાં દોષ નથી. કારણ કે આગમવ્યવહારીઓએ દોષ થવાનો નથી” – એમ જાણીને જ સાધ્વીજીઓને છેદસૂત્રની વાચના આપી છે, અન્યથા નહીં. શ્રી આર્યરક્ષિતસૂરિજી પછી તો સાધ્વીઓ પણ શ્રમણોની પાસે