________________
दुःषमगण्डिका ददौ । दिनानि कतिचिद्दत्त्वा वाचनां तस्य सोऽभ्यधात् ॥ वाचनां ददतोऽमुष्य पूर्वं मे नवमं प्रभो । विस्मरिष्यत्यतः पूज्या - देशोऽस्तु मम कीदृशः ? ॥ अथैवं दध्युराचार्या यद्यमुष्यापि विस्मृतिः । भविष्यति ध्रुवं प्रज्ञादीनां हानिरतः परम् ॥ चतुइँकैकसूत्रार्थाख्याने स्यात्कोऽपि न क्षमः । ततोऽनुयोगांश्चतुरः पार्थक्येन व्यधात् प्रभुः ॥ यथाकालिअसुअं च इसिभासिआइं तइओ अ सूरपन्नत्ती । सव्वो
છે. (એકલા હોય તો જલ્દી જલ્દી નવો સૂત્રપાઠ મળી શકે. બધા સાથે તો ગોખાઈ જલ્દી જાય અને બાકીનો સમય રાહ જોવી પડે.) તેથી ગુરુએ તેમના સૂત્રદાતા તરીકે દુર્બલિકા પુષ્ય મુનિ નિયુક્ત કર્યા. તેમને કેટલાક દિવસો સુધી વાચના આપીને દુર્બલિકા પુષ્યમિત્રે કહ્યું, “હે પૂજ્ય ! એમને વાચના આપતા મારું નવમું પૂર્વ ભૂલાઈ જશે. માટે હવે મારા માટે શું આદેશ છે ?” ”
હવે આચાર્યશ્રીએ વિચાર્યું કે જો આવા મેધાવી મુનિને પણ વિસ્મરણ થતું હોય, તો હવે પછી પ્રજ્ઞા વગેરેની અવશ્ય હાનિ થશે. માટે એક-એક સૂત્રના અર્થોની ચાર અનુયોગમાં વ્યાખ્યા કરવા કોઈ સમર્થ નહીં થાય. માટે પૂજ્યશ્રીએ ચારે અનુયોગોના વિભાગ કર્યા. જેમ કે - કાલિકશ્રુત, ઋષિભાષિત અને ત્રીજો