________________
४२
दुःषमगण्डिका श्रान्ता, अग्रेऽसङ्क्रमणादेव । अत्रायं सम्प्रदायः - एकदा द्वादशवर्षदुर्भिक्षप्रान्ते सङ्घाग्रहेण श्रीभद्रबाहुस्वामिनः पञ्चशतसाधूनां प्रतिदिनं सप्तभिर्वाचनाभिर्दृष्टिवादं पठन्ति स्म । अन्ये साधवः कतिचिदधीत्य श्रान्ताः । स्थूलभद्रस्तु वस्तुद्वयोनां दशपूर्वी पपाठ । अथैकदा वन्दनार्थमागतानां स्वभगिनीनां यक्षादिसाध्वीनां सिंहरूपं दर्शयित्वा स्वविद्याशक्तिमज्ञापयत् । तज्ज्ञात्वा मनसा दुःखिता श्रीभद्रबाहुसूरयो वाचनायामयोग्योऽसीति स्थूलभद्रं जगुः । पुनः सङ्घाग्रहात् त्वयेतः परं તેનાથી આગળ ન ચાલ્યા = બુચ્છેદ પામ્યા. અથવા તો થાક્યા = પ્રાન્ત થયાં. કારણ કે આગળ સંક્રમ ન પામ્યાં.
અહીં ગુરુપરંપરાથી આ પ્રમાણે હકીકત જણાય છે - એકવાર બાર વર્ષના દુકાળ પછી સંઘના આગ્રહથી શ્રીભદ્રબાહુસ્વામી પાંચસો સાધુઓને પ્રતિદિન સાત વાચનાઓથી દષ્ટિવાદ ભણાવતાં હતાં. અન્ય સાધુઓ થોડું ભણીને થાક્યા. સ્થૂલભદ્રસ્વામી તો બે વસ્તુ ન્યૂન દશપૂર્વ ભણ્યા. હવે એક વાર વંદન માટે આવેલી પોતાની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓને સિંહનું રૂપ દેખાડીને તેમણે પોતાની વિદ્યાશક્તિ જણાવી. તે જાણીને મનથી દુઃખી થઈને શ્રીભદ્રબાહુસૂરિએ “તમે વાચનામાં અયોગ્ય છો? - એમ કહ્યું.