________________
૨૮
दुःषमगण्डिका भावेन शरीरबलभोजनस्निग्धत्वहानियोगात् । अत एव तृतीयेऽरे द्वितीयदिनभोजिन आमलकफलप्रमाणभोजनाश्च ते भवन्ति । ते च पृथ्वीपुष्पफलान्येव तुवरादिप्रमाणान्याहारतयाऽऽहारयन्ति । गुडाधतिशायिनी हि तदातनपृथ्वी, न्यकृतचक्रिभोजनश्च तदातनपुष्पफलरसः, यदागमः - पुढवीपुप्फफलाहारा णं ते मणुआ पण्णत्ता समणाउसो ! । तीसे णं भंते ! पुढवीए केरिसए आसाए पण्णत्ते ? गोयमा ! से जहानामए गुलेइ वा खंडेइ वा सक्कराइ वा मच्छंडिआइ वा पप्पडमोअए इ वा
ભોજનની સ્નિગ્ધતા ઓછા થાય છે. માટે જ ત્રીજા આરામાં તેઓ બીજા દિવસે ભોજન લે છે, અને તેમનો આહાર આમળાના ફળ જેટલો હોય છે. વળે તેઓ પૃથ્વી અને ફૂલ-ફળ જ તુવેર વગેરેના પ્રમાણમાં આહાર તરીકે ખાય છે. કારણ કે તે સમયની પૃથ્વી ગોળ વગેરે કરતાં ય મધુર હોય છે. તે સમયના ફૂલ અને ફળનો રસ ચક્રવર્તીના ભોજન કરતા પણ ચઢિયાતો હોય છે. આગમમાં પણ કહ્યું છે - હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો પૃથ્વી, પુષ્પ, ફળનો આહાર કરે છે. ભગવંત ! તે પૃથ્વીનો કેવો આસ્વાદ કહ્યો છે ? ગૌતમ ! જેવો ગોળ હોય કે ખાંડ હોય કે સાકર હોય કે ચાસણી હોય પાપડમોદક (મિષ્ટાન્નવિશેષ) હોય કે ભિસ