________________
૬૪૮
FullHI III Hitill Milliiiiiiiiiiiiiiiiicii
TI THite : www.tail:intilititiativatiofittitiાશattitutiHHE HI 'ધ વ બ બ બ બ -
Httitiallilianu alwahili - - -
bimilah High
-
-
-
વ્યંજનાવગ્રહ. ઈહા અને અવાયમાં પાંચ ઇંદ્રિયો સહાયક હોવાથી પાંચ પાંચ પ્રકારના કહ્યા છે. મનથી એને સ્વીકાર કરવાથી એના અન્યત્ર છ - છ ભેદ પણ પ્રતિપાદિત છે. જે જીવમાં જે ઇંદ્રિયો ઉપલબ્ધ છે એમાં એની જ ઈન્દ્રિયોના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અને અવાય જ્ઞાન ઉપલબ્ધ થાય છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના આધાર પર પ્રકારાન્તરથી ઇંદ્રિયોના જે બે ભેદ કહ્યા છે એમાંથી કયા જીવમાં કેટલી દ્રવ્યન્દ્રિય અને કેટલી ભાવેન્દ્રિય પ્રાપ્ત થાય છે એનું ૨૪ દંડકોમાં આ અધ્યયનમાં વિસ્તૃત વર્ણન કરેલ છે. એટલું જ નહીં. અતીત, બદ્ધ અને પુરસ્કૃત (ભાવી) ભેદોના આધારે પણ ૨૪ દંડકોમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની ઉપલબ્ધિનું વસ્તારથી વર્ણન છે. જેમાં ગતિ - આગતિ અને ગણિતનું જ્ઞાન આવશ્યક છે. અહીં વિશેષ એ છે કે એમાં બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ઘાણ, એક જિહ્વા અને એક સ્પર્શનની ગણના કરવાથી દૂબેન્દ્રિયના આઠ ભેદ મનાય છે અને ભાવેન્દ્રિયના તે જ પાંચ ભેદ અનુમત છે જે ઇંદ્રિયોના સામાન્યતઃ શ્રોત્રાદિ પાંચ ભેદ છે.
શ્રોત્રાદિ ઇંદ્રિયોમાં અનન્સ કર્કશ અને ગુરુ ગુણ છે. તથા અનંત મૃદુ અને લઘુગુણ છે. અલ્પબદુત્વની દ્રષ્ટિથી બધાથી ઓછા ચક્ષુરેન્દ્રિયના કર્કશ ગુરુગુણ છે. તેનાથી શ્રોત્ર, ઘાણ, જિહ્વા અને સ્પર્શના કર્કશ ગુરુ ગુણ ઉત્તરોત્તર અનંત અનંતગુણા છે. મૃદુલઘુ ગુણોની અપેક્ષાએ બધાથી અલ્પ સ્પર્શેન્દ્રિયના મુદુલઘુ ગુણ છે અને ઉત્તરોત્તર અનંત અનંતગુણા છે.
એકેન્દ્રિયાદિ જીવોની કાયાસ્થિતિ પર વિચાર કરવાથી જાણી શકાય છે કે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયના રુપમાં જઘન્ય અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાતુ વનસ્પતિકાળ સુધી રહે છે. બેઇંદ્રિય, ત્રેઇંદ્રિય અને ચઉન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર સાગરોપમથી કંઈક અધિક કાળ સુધી છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. પર્યાપ્ત અવસ્થામાં એનો કાળ અલગઅલગ હોય છે. એકેન્દ્રિય જીવ પર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી રહે છે. બેઇદ્રિયથી લઈને ચઉન્દ્રિય સુધીના પર્યાપ્તા જીવોનો જઘન્યકાળ તો અંતર્મુહૂર્ત જ છે. પરંતુ ઉત્કૃષ્ટકાળ ક્રમશઃ સંખ્યાત વર્ષ, સંખ્યાત રાત-દિવસ અને અસંખ્યાત માસ છે. પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્યકાળ અન્તર્મુહૂર્ત જ છે. પરંતુ ઉત્કૃષ્ટકાળ સાગરોપમ શતપૃથકત્વ છે.
અંતરકાળની અપેક્ષાએ એકેન્દ્રિયનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતરકાળ સંખ્યાતવર્ષ વધારે બે હજાર સાગરોપમ છે. બેઇંદ્રિયથી લઈને પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ (અનન્તકાળ) છે.
અલ્પબદુત્વની અપેક્ષાએ સંસારમાં બધાથી અલ્પ પંચેન્દ્રિય જીવ છે. તેનાથી ચઉન્દ્રિય, ત્રેઇંદ્રિય અને બેઇંદ્રિય જીવ ઉત્તરોત્તર વધારે છે. બેઇંદ્રિયથી અનિન્દ્રિય અર્થાત્ સિદ્ધજીવ અનંતગુણા છે. તેનાથી એકેન્દ્રિય જીવ અનંતગુણા છે. આ પ્રમાણે સંસારમાં એકેન્દ્રિય જીવોનું આધિક્ય છે. પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવોને ભેળવીને આ અધ્યયનમાં અલ્પ-બહત્વનું વિશેષ વિચાર કરવામાં આવેલ છે. માટે બધાથી અલ્પ ચઉરેન્દ્રિય પર્યાપ્ત જીવ છે અને બધાથી વધારે એકેન્દ્રિય પર્યાપ્ત જીવ છે. સેન્દ્રિય જીવ તેનાથી વિશેષાધિક છે. ઉર્ધ્વલોક આદિ ક્ષેત્રોની અપેક્ષાએ પણ આ અધ્યયનમાં જીવોના અલ્પબહત્વનું વર્ણન કરેલ છે.
રામ રામ રામ
IIIIIIIIII III IIIIFAHIFFREEEEEEEEEIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII III II
iiiiiiiiiiiiiiii ના
જાંજરાપણા
initiativitiiii શાળા/tiiiii ii ના ા iiiiiiiiiiiiiiiiiiiiii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org