________________
७८०
૨૩. દૃષ્ટિ અધ્યયન
દૃષ્ટિ અધ્યયનના અન્તર્ગત ત્રણ પ્રકારની દૃષ્ટિયોનું વિવેચન થયેલ છે. ત્રણ દૃષ્ટિઓ છે.- ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદષ્ટિ અને ૩. મિશ્રŁષ્ટિ, આમાંથી કોઈપણ એક દૃષ્ટિ પ્રત્યેક જીવમાં પ્રાપ્ત હોય છે. કોઈપણ જીવ દૃષ્ટિવિહીન હોતાં નથી. ચાહે તે એકેન્દ્રિયનો પૃથ્વીકાય જીવ હોય કે સિદ્ધનો જીવ હોય. બધામાં દષ્ટિ વિદ્યમાન છે. આ દૃષ્ટિ જીવન અને જગતના પ્રત્યે જેની દૃષ્ટિ જે પ્રમાણે હોય તે પ્રમાણે દર્શાવામાં આવી છે. જે જીવ સંસારને સુખ સમજે છે, વિષયભોગોમાં ૨મે છે તે મિથ્યાદૃષ્ટિવાળો હોય છે, જે જીવ સંસારથી પર મોક્ષસુખનો અભિલાષી હોય છે તે સભ્યષ્ટિવાળો હોય છે. એવા જીવોની વિષયભોગોમાં આસક્તિ તીવ્ર હોતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સાત પ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોવો આવશ્યક છે. તે સાત પ્રકૃતિઓ આ પ્રમાણે છે.- અનન્તાનુબંધી કષાયની ચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. જ્યારે મોહકર્મની એ સાત પ્રકૃતિઓ ક્ષીણ થાય છે ત્યારે સમ્યગ્દષ્ટિવાળો બને છે. આને દૃષ્ટિની નિવૃતિ કહેવામાં આવે છે. નિવૃતિનો અર્થ છે નિષ્પત્તિ કે નિર્મિતિ, જ્યારે સમ્યગ્દર્શન પણ ન થાય અને મિથ્યાદષ્ટિ પણ ન થાય ત્યારે તેને સમ્યગ્મિથ્યા દષ્ટિ કહેવામાં આવે છે. મલયિંગર પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિ (પત્રાંક-૩૮૮) માં કહેલ છે કે જીનેન્દ્ર પ્રરૂપિત જીવાદિ તત્વો પ્રત્યે અવિપરીત દૃષ્ટિનું હોવું સમ્યગ્દષ્ટિ છે અને જીનેન્દ્ર પ્રરુપિત તત્વો પ્રત્યે સમ્યક્ શ્રદ્ધા પણ ન હોય અને વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યગ્મિથ્યાદૅષ્ટિ હોય છે. તેને જીન પ્રરૂપિત તત્વોના સંબંધમાં રુચિ પણ હોતી નથી અને અરૂચિ પણ હોતી નથી.
સમુચ્ચયની અપેક્ષાએ નૈરિયકો અને દેવોમાં ત્રણ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ગર્ભજ મનુષ્યોમાં પણ એ ત્રણેય દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. સમ્યૂÓિમ પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ એ બે દૃષ્ટિઓ કહી છે તથા સમ્પૂર્ચ્છિમ મનુષ્યોમાં એક માત્ર મિથ્યાર્દષ્ટિ મનાય છે. એકેન્દ્રિય જીવોમાં પણ માત્ર મિથ્યાદૅષ્ટિ હોય છે. જ્યારે બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવોમાં બે દૃષ્ટિઓ મનાય છે - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૅષ્ટિ. સિદ્ધ જીવ માત્ર સમ્યગ્દષ્ટિ હોય છે. તે મિથ્યાદષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ હોતાં નથી. દેવોમાં પાંચ અનુત્તરવિમાન (ના દેવો) માં પણ માત્ર સમ્યગ્દષ્ટિ રહે છે બીજી નહિ.
દૃષ્ટિનો સંબંધ આત્માથી છે, એટલા માટે તે સંસારી જીવોમાં પણ હોય છે. તેમજ સિદ્ધોમાં પણ હોય છે. દૃષ્ટિ સિદ્ધોની જેમ અગુરુલઘુ હોય છે માટે ગુરુલઘુતાથી રહિત હોય છે. જીવ જે દૃષ્ટિથી ક્રિયા કરે છે, એ દૃષ્ટિ તે ક્રિયાની અપેક્ષાએ કરણ કહેવાય છે. આ પ્રમાણે દષ્ટિકરણ પણ ત્રણ જ હોય છે. જેમ- સમ્યગ્દષ્ટિકરણ, મિથ્યાદષ્ટિકરણ અને સભ્યમિથ્યાદષ્ટિકરણ, જે જીવમાં જે દૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ દૃષ્ટિકરણ તેમાં ઉપલબ્ધ થાય છે. આ દૃષ્ટિઓથી ત્રણ પ્રકારના બંધ થાય છે - ૧. જીવ પ્રયોગ-બંધ, ૨. અનન્તર-બંધ અને ૩. પરંપર-બંધ.
કાયસ્થિતિની અપેક્ષાએ વિચાર કરવાથી જાણ થાય છે કે એક તો તે જીવ છે જેમાં એકવાર સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થઈ ગયા પછી ફરી પૂર્ણ થતી નથી. તેની આ સમ્યગ્દષ્ટિને સાદિ અપર્યવસિત કહેવામાં આવે છે પણ કેટલાક એવા પણ જીવ છે જેમાં સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ફરી ચાલી જાય છે, તે સમ્યગ્દષ્ટિ સાદી સપર્યવસિત કહેવાય છે. તે જધન્ય અન્તર્મુહૂર્ત સુધી અને વધારેમાં કંઈક વધારે (૬૬) છાંસઠ સાગરોપમ સુધી રહે છે. મિથ્યાદૅષ્ટિ ત્રણ પ્રકારની હોય છે.- ૧. સાદી સપર્યવસિત, ૨. અનાદિ અપર્યવસિત અને ૩. અનાદિ સપર્યવસિત. આમાં જે સાદી સપર્યવસિત છે તેની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ છે. સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત્ મિશ્રદષ્ટિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. કાયસ્થિતિના અનુસાર જ દૃષ્ટિઓના અંતરકાળનું પણ આ અધ્યયનમાં વર્ણન કરેલ છે.
અલ્પબહુત્વની અપેક્ષાએ સર્વેથી અલ્પ સભ્યમિથ્યાદૅષ્ટિ (મિશ્રદૅષ્ટિ) જીવ છે. તેનું ત્રીજુ ગુણસ્થાન મનાય છે. આ ગુણસ્થાન એક અન્તર્મુહૂર્તથી અધિક કાળ સુધી રહેતું નથી. પછી તેના અનન્તર જીવ મિથ્યાદૅષ્ટિ કે સમ્યગ્દષ્ટ જ હોય છે. મિશ્રદૅષ્ટિથી સમ્યગ્દષ્ટ જીવ અનન્તગુણા છે તથા સમ્યગ્દષ્ટિથી મિથ્યાદૅષ્ટિ જીવ અનન્તગુણા છે. આ
સંસાર મિથ્યાદષ્ટિ જીવોથી ભરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org