________________
co
આભિનિબોધિક જ્ઞાની કોઈ અપેક્ષાએ (આદેશ) દ્રવ્યથી સર્વદ્રવ્યોને, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને અને ભાવથી સર્વભાવોને જાણે-દેખે છે. શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત (શ્રુતજ્ઞાનોપયોગયુક્ત) હોય ત્યારે દ્રવ્યથી સર્વદ્રવ્યોને, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને તથા ભાવથી સર્વ ભાવને જાણે-દેખે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્ય અનન્ત રુપી દ્રવ્યોને, ઉત્કૃષ્ટ સમસ્ત રુપી દ્રવ્યોને જાણે-દેખે છે. ક્ષેત્રથી તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ અલોકમાં લોક જેવડા અસંખ્યખંડોને જાણે-દેખે છે. કાળથી અવધિજ્ઞાની જઘન્ય એક આવલિકાના અસંખ્યાતમો ભાગને, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પરિમાણ કાળને જાણે-દેખે છે. ભાવથી જધન્ય અનંત ભાવોને જાણે દેખે છે તથા ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે-દેખે છે. પરંતુ સર્વ ભાવોના અનન્તમાં ભાગનેજ જાણે-દેખે છે. મન:પર્યવજ્ઞાની બે પ્રકારના છે.- ઋજુમતિ અને વિપુલમતિ, દ્રવ્યથી ઋજુમતિ અનન્ત અનન્તપ્રદેશિક સ્કંધોને જાણે-દેખે છે અને વિપુલમતિ તે જ સ્કંધોને અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે-દેખે છે. ક્ષેત્રથી ઋજુમતિ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને તથા ઉત્કૃષ્ટ નીચેની તરફ રત્નપ્રભા-પૃથ્વીને ઉપરિતન- અધસ્તન ક્ષુદ્રક પ્રતરો, ઉપર જ્યોતિષ ચક્રના ઉપરિતલ સુધી, તિછલોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વીપ સમુદ્ર સુધી, પંદર કર્મભૂમીઓ, ત્રીસ અકર્મભૂમીઓ અને છપ્પન અત્ત્તદ્વીપોમાં વિદ્યમાન સંશી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે-દેખે છે. વિપુલમતિ એટલા જ ક્ષેત્રોને અઢી અંશુલ અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે છે. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને તથા ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસખ્યાતમો ભાગ ભૂત-ભવિષ્યકાળને જાણે-દેખે છે. વિપુલમતિ તે જ કાળને કંઈક અધિક યાવત્ સુસ્પષ્ટ જાણે-દેખે છે. ભાવથી ઋજુમતિ અનન્ત ભાવોને જાણે-દેખે છે. પરંતુ સર્વ ભાવોના અનન્તમાં ભાગને જ જાણે-દેખે છે. તે જ ભાવોને વિપુલમતિ કંઈક અધિક યાવત્ સુસ્પષ્ટ જાણે-દેખે છે. કેવલજ્ઞાની દ્રવ્યથી સર્વ દ્રવ્યને, ક્ષેત્રથી સર્વક્ષેત્ર (લોકાલોક બન્ને)ને, કાળથી ભૂત, વર્તમાન અને ભવિષ્યત્ ત્રણેય કાળોને તથા ભાવથી સર્વ દ્રવ્યોને સર્વ ભાવો કે પર્યાયોને જાણે-દેખે છે.
મતિ અજ્ઞાની દ્રવ્યથી મતિઅજ્ઞાન પરિગત દ્રવ્યોને, ક્ષેત્રથી મતિ-અજ્ઞાન પરિગત ક્ષેત્રને, કાળથી મતિઅજ્ઞાન પરિગત કાળને અને ભાવથી મતિ અજ્ઞાન પરિગત ભાવોને જાણે-દેખે છે. શ્રુત-અજ્ઞાની પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાના શ્રુત અજ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને તેનું વર્ણન કે પ્રરુપણા કરે છે. વિભંગજ્ઞાની પોતાના વિભંગજ્ઞાનના વિષયગત દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવોને જાણે-દેખે છે.
સંચિટ્ટણા કાળદ્વારના અન્તર્ગત જે વર્ણન કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે- આભિનિબોધિક આદિ જ્ઞાની તે જ્ઞાનથી યુક્ત કેટલા કાળ સુધી રહે છે ? એના અનુસાર આભિનિબોધિકજ્ઞાની આભિનિબોધિકજ્ઞાનીના રુપમાં જધન્ય અન્નમૂહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક છાંસઠ સાગરોપમ સુધી રહે છે. આજ કાળ શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીના માટે પણ જાણવો જોઈએ. અવધિજ્ઞાનીનો જઘન્ય સંસ્થિતિ કાળ એક સમય છે. મન:પર્યવજ્ઞાનીનું સંસ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી હોય છે. કેવળજ્ઞાની સાદી અપર્યવસિત હોય છે. મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની ત્રણ પ્રકારના હોય છે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત અને ૩. સાદિ સપર્યવસિત. આમાંથી સાદિસપર્યવસિત જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી રહે છે. અર્થાત્ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીઓ સુધી રહે છે. ક્ષેત્રની અપેક્ષાએ તે દેશોન અપાÁ પુદ્દગલ પરાવર્તન સુધી રહે છે. વિભંગજ્ઞાનીનું સંસ્થિતિ કાળ જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક (૩૩) તેત્રીસ સાગરોપમ સુધી રહે છે.
Jain Education International
અલ્પ-બહુત્વ દ્વારના પ્રમાણે બધાથી અલ્પ જ્ઞાની છે તથા અજ્ઞાની તેનાથી અનન્તગુણા છે. પાંચે જ્ઞાનોમાં બધાથી અલ્પ મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક
=
For Private & Personal Use Only
www.jainelibrary.org