________________
૮૦૨
અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં કોઈ જ્ઞાતાને પ્રકટ થાય છે. તે જ્ઞાતા તે જ ક્ષેત્રમાં સ્થિત થઈને સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી વિશેષ રુપથી અને સામાન્ય રુપથી રુપી પદાર્થોને જાણે-જુવે છે. પરંતુ અન્યત્ર જવા પર જાણતા નથી અને જોતા નથી.
અધ્યવસાયોના વિશુદ્ધ થવાથી અને ચારિત્રની વૃદ્ધિ થવાથી તથા આવરણ કર્મ-મલથી રહિત થવાથી જે અવધિજ્ઞાન દિશાઓ અને વિદિશાઓમાં ચારે તરફ વધે છે તે વર્ધમાન અવધિજ્ઞાન' કહેવામાં આવે છે. જે અવધિજ્ઞાન દાસને પ્રાપ્ત થાય છે તે હીયમાન અવધિજ્ઞાન” કહેવાય છે તે અધ્યવસાયોની અશુભતા અને સંલિષ્ટ ચારિત્રના કારણે છાસને પ્રાપ્ત થાય છે. જે અવધિજ્ઞાન એકવાર પ્રકટ થઈને નષ્ટ થઈ જાય છે તે પ્રતિપાતી અવધિજ્ઞાન' કહેવાય છે. તથા જે અવધિજ્ઞાની પોતાના અવધિજ્ઞાનથી અલોકના એક આકાશ પ્રદેશને પણ જાણે છે- જુવે છે તેનું અવધિજ્ઞાન અપ્રતિપાતી’ (જીવન પર્યત રહેનાર) હોય છે.
અવધિજ્ઞાનીનું જઘન્ય અવધિજ્ઞાન કેટલું હોય છે તથા ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનનો શું સંબંધ રહે છે એ વિષયમાં પણ આ અધ્યયનમાં સામગ્રી મળે છે. એવું કહેવાય છે કે ત્રણ સમયના આહારક સૂક્ષ્મ-નિગોદ જીવની જધન્ય અવગાહના જેટલી હોય છે તેટલું જ જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. તથા સમસ્ત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા અગ્નિકાયના જીવ બધી દિશાઓમાં જેટલું ક્ષેત્ર નિરંતર પૂર્ણ કરે છે તેટલું ક્ષેત્ર પરમાવધિ જ્ઞાનીનું મનાય છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે તો કાળથી આવલિકાની સંખ્યાતમો ભાગ જાણે છે. જે ક્ષેત્રથી મનુષ્ય લોક પરિમાણ ક્ષેત્રને જાણે છે તો કાળથી એક વર્ષ પર્યન્ત ભૂત- ભવિષ્યકાળને જાણે છે. અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળની વૃદ્ધિમાં ભજના (વિકલ્પ) છે. અવધિજ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ ભજના (વિકલ્પ) થાય છે. કારણકે કાળ સૂક્ષ્મ હોય છે. પરંતુ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર હોય છે. એનું કારણ એ છે કે અંગુલના પ્રથમ શ્રેણી રુ૫ ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણીઓ જેટલો સમય થાય છે.
નારકી, દેવ અને પંચેન્દ્રિય તિર્યંચોનું અવધિજ્ઞાન દેશાવધિ છે, જ્યારે મનુષ્યોનું અવધિજ્ઞાન દેશાવધિ અને સર્વાવધિ બન્ને પ્રકારનું હોય છે.
ચોવીસ દંડકોમાં કયા અવધિજ્ઞાની કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે. એનું વિવેચન કરતા જાણી શકાય છે કે નૈરયિકોમાં સર્વેથી અલ્પષેત્ર (અવધિજ્ઞાનનું) સાતમી નરકના નૈરયિકોને હોય છે. તે જઘન્ય અર્ધગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ પર્યત જાણે-જુવે છે, જ્યારે પ્રથમ નરકનો નૈરયિક જઘન્ય અડધાગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધી જાણે-જુવે છે. અસુરકુમારદેવ જધન્ય પચ્ચીસ યોજન તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. બાકીના નવ ભવનપતિદેવ જઘન્ય પચ્ચીસ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પોતાના અવધિજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. મનુષ્ય પણ જઘન્ય તો પંચેન્દ્રિય તિર્યંચના સમાન જ જાણે-જુવે છે. પરંતુ ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે-જુવે છે. વાણવ્યંતરદેવ બીજાથી દસમાં ભવનપતિદેવના સમાન જાણ-જુવે છે. જયોતિષ્કદેવ જઘન્ય સંખ્યાતદ્વીપ- સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતદ્વીપ - સમુદ્રોને જાણે - જુવે છે. વૈમાનિકદેવ જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે-જુવે છે. પરંતુ તેનો ઉત્કૃષ્ટ જ્ઞાન-ક્ષેત્ર ભિન્ન છે. નરક પૃથ્વીઓનું તથા પોતાના વિમાનો સુધીનું જ્ઞાન તેને થાય છે. વૈમાનિકોમાં અનુત્તરૌપપાતિકદેવ સંપૂર્ણ લોક નાડીને જાણે-જુવે છે.
અવધિજ્ઞાનની સ્વરુપની દૃષ્ટિથી અલગ અલગ આકૃતિઓવાળા મનાય છે. જેમ - નૌકા, પલ્લક, પટહ, ઝાલર આદિની આકૃતિઓવાળા (આ આકૃતિ જેવા ક્ષેત્રને જાણનાર)ને અવધિજ્ઞાન બતાવ્યું છે.
Rissa-ii-=-=+=+=+ is i udi jai maladi
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org