________________
૬૪૬
૧૬. ઈદ્રિય અધ્યયન
આત્માના લિંગને ઇંદ્રિય કહેવામાં આવે છે. ઇંદ્રિયોથી આત્મા છે એવું જ્ઞાન થાય છે. ઇંદ્રિયનું સામાન્ય લક્ષણ ઈન્દ્રનો અર્થ આત્મા માનીને કરી શકાય છે. પણ વ્યાવહારિક દૃષ્ટિએ ઇંદ્રિય અભિનિબોધિક જ્ઞાનમાં સહાયભૂત થાય છે. આભિનિબૌધિક અથવા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. આ પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઇંદ્રિયોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સંસારી જીવ પ્રાયઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અથવા મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે. માટે ઇંદ્રિયો જ તેના જ્ઞાનનું મુખ્ય સાધન હોય છે. જૈન દર્શનમાં ઇંદ્રિય શબ્દથી મનને ગ્રહણ કરવામાં આવતું નથી. માટે જ મનને અનિન્દ્રિય કહેવામાં આવે છે.
ઇંદ્રિયો પાંચ પ્રકારની છે- ૧. શ્રોત્રેન્દ્રિય, ૨. ચક્ષુરિન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. રસનેન્દ્રિય (જિહુવેન્દ્રિય) અને ૫. સ્પર્શનેન્દ્રિય, જૈનેતર કેટલાક દર્શનોમાં ઇંદ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહી છે અને તેનામાં પાણિ, પાદ, નોય, ઉપસ્થ અને વાફ આ પાંચ કર્મેન્દ્રિયો પણ સ્વીકારવામાં આવેલી છે. જૈન દર્શનમાં કર્મેન્દ્રિયોનું વર્ણન અલગથી કયાંય થયેલ નથી. આ કર્મેન્દ્રિયો જૈન દર્શનના પ્રમાણે શરીરના અંગોપાંગોમાં સમાવિષ્ટ છે.
શ્રોત્રથી શબ્દનું, ચક્ષુથી રૂપનું, ઘાણથી ગંધનું, જિાથી રસનું અને સ્પર્શન ઇંદ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે. વર્ણાદિના ભેદથી પાંચ ઇંદ્રિયોના ૨૩ વિષય અને ૨૪૦ વિકાર મનાય છે.
એ પાંચ પ્રકારની ઇંદ્રિયો દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે-બે પ્રકારની હોય છે. દ્રવ્યન્દ્રિયના આગમમાં આઠ ભેદ કડ્યા છે.- બે શ્રોત્ર, બે નેત્ર, બે ઘાણ, એક જિહ્વા અને એક સ્પર્શન, ભાવેન્દ્રિયના પાંચ ભેદ છે.- શ્રોત્ર, ચક્ષ, ઘાણ, જિહવા અને સ્પર્શન. તત્વાર્થસૂત્રમાં દ્રન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ બે ભેદ કર્યા છે તેમજ લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિયના બે ભેદ કહ્યા છે.
દ્રન્દ્રિયમાંથી પ્રત્યેક બાહુલ્યની દૃષ્ટિએ અંગુલના અસંખ્યાતમો ભાગ કહી છે તથા પ્રદેશોની અપેક્ષાએ અનંત પ્રદેશી કહી છે. શ્રોત્રેન્દ્રિય, ચક્ષઇંદ્રિય અને ધ્રાણેન્દ્રિય વિશાળતા (પુથત્વ) ની દ્રષ્ટિએ અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે પરંતુ જિન્દ્રયની વિશાળતા અંગુલ પૃથકત્વ અને સ્પર્શનેન્દ્રિયની વિશાળતા શરીર પ્રમાણ કહી છે. પાંચે ઇંદ્રિયો અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ રહે છે. આકાર કે સંસ્થાનની દૃષ્ટિએ શ્રોત્રેન્દ્રિય કદમ્બપુષ્પના આકારવાળી, ચક્ષુઇંદ્રિય મસૂરીન્દ્રના આકારવાળી, ધ્રાણેન્દ્રિય અતિમુક્તકપુષ્પના આકારવાળી, જિન્દ્રિય તાવિયાના આકારવાળી તથા સ્પર્શેન્દ્રિય અનેક પ્રકારના આકારવાળી માનવામાં આવી છે.
પાંચ ઇંદ્રિયોમાં ચક્ષુને છોડીને ચાર ઇંદ્રિયો પ્રાપ્યકારી છે અર્થાત્ તે વિષયોનો સ્પર્શ થવાથી જ તેને જાણે છે. અન્યથા નહીં. જ્યારે ચક્ષુઇદ્રિય અપ્રાપ્યકારી હોય છે, તે વિષયોથી અસ્પષ્ટ રહિત થઈ તેનું જ્ઞાન કરાવે છે. કયારેક ઇંદ્રિયોનો વિષય એક દેશથી જાણી શકાય છે તથા કયારેક સર્વદેશથી જાણી શકાય છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રિયોના વિષય એક દેશ અને સર્વદેશના આધારે દસ પ્રકારના થાય છે. શ્રોત્રેન્દ્રિયાદિ ઇંદ્રિયોનું વિષય ક્ષેત્ર અલગ-અલગ છે.
પાંચ ઇંદ્રિયોના જે વિષય છે તેમાંથી શબ્દ અને રૂપને કામ કહેવાય છે. તથા ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. પાંચે મળીને કામ-ભોગ કહેવાય છે. તે કામભોગ જીવથી સંબદ્ધ હોવાને કારણે જીવ પણ છે અને મૂળથી અજીવ હોવાના કારણે અજીવ પણ છે. આ જ પ્રમાણે તે સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે તથા પૌગલિક હોવાથી તે રૂપી હોય છે. અને જીવોમાં જ હોય છે સજીવોમાં નહિં. આ પુદ્ગલો શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં
العام الواحد
المد ير
روح روحي وحيردي الحلي والمدير
મા શાળા ના કાકા મામા નાના નાના નાના નામigrin I m iાસE I Hકા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org