________________
338233&SZOBOBORRIBBBBBBBBSZUPERBBBBBezilot Ellosi
PER888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
છે કર્યો હોય તો આ દુનિયામાં પદાર્થોના વિકારવાળા ફેરફારથી હું કાંઈ પણ આશ્ચર્ય જેવું રહે જ નહીં. આ આશ્ચર્ય વિનાની સ્થિતિવાળું મન થાય તે પણ સમ્યત્વની પ્રાપ્તિ કે દઢતાનું જ કારણ છે; તે કારણ એટલા માટે કે આત્મા પોતાની શુદ્ધ સ્થિતિમાં આવા ફેરફાર વિનાનો છે તે આ ઉપરથી નિશ્ચિત થાય છે. અથવા અસ્મયનો બીજો અર્થ ગર્વરહિતપણું લઈએ તો જ્યાં ગર્વ છે, અભિમાન છે ત્યાં આત્મજ્ઞાન ક્યાંથી હોય? ગર્વ કોનો કરવો? શું પુગલોનો ગર્વ, કે જે પુદ્ગલો પદ્રવ્ય છે. પુણ્યપાપવાળા સ્વભાવને આધીન છે. સંયોગવિયોગ ધર્મવાળા છે, હર્ષ-શોકને કરાવવાવાળા છે અને સંસારના પરિભ્રમણને વધારનાર છે, તે જડ પુદ્ગલોનો ગર્વ કરનાર આત્માથી પરામુખ થયેલ હોવાથી અને જડમાં આસક્તિવાળો હોવાથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થતાં જડ પદાર્થોની જ પ્રાપ્તિ થશે, કારણ કે જે જીવોની જેમાં આસક્તિ હોય છે, જેના પર પ્રેમ કે લાગણી હોય છે તે પદાર્થ તેના તરફ આકર્ષાય છે, તે તેને માટે જ પ્રવૃત્તિ કરે
છે, તેની તેને પ્રાપ્તિ થાય છે. એટલે જડ પદાર્થની પ્રાપ્તિથી છે ગર્વ અભિમાન નહિ કરનારને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
બારીક વિચાર કરતાં માલૂમ પડશે કે જડ પદાર્થમાં થતી આસક્તિથી જ મનુષ્યોને ગર્વ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિથી તો મનુષ્ય શાંતિમય જિંદગી ભોગવે છે અને પરમશાંતિમાં જ વિશ્રાંતિ લે છે.
શરૂઆત એવી રીતે થાય છે કે કોઈ પ્રામાણિક અને આત્મજ્ઞાનના અનુભવી મનુષ્યમાં (પુરુષમાં) પ્રથમ શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે, તેમના વચન પર શ્રદ્ધા રાખી અમુક વખત સુધી, અમુક જાતની યોગ્યતા પોતાનામાં પ્રગટ થાય
BEBUBUBURBERRORBARABRERARBRERERSEBREREBBBBBBBBBBBBBBBBBBBBRABARBECAUSE
3 BUDUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBLERUPS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org