________________
શાશ્વત સૌરભ ભાગ-૨
સ્વામિનારાયણના નામે સુપ્રસિદ્ધ સંપ્રદાયના મૂલગત સાહિત્યમાં ૨૬૨ ‘વચનામૃતો' મુખ્ય છે, જે તેમણે ૧૮૧૯ થી ૧૮૨૯ દરમિયાન સત્સંગીઓને ઉપદેશરૂપે આપ્યાં હતાં. આ ઉપદેશ-વ્યાખ્યાન ભગવાન સહજાનંદે ગઢડા, સારંગપુર, કારિયાણી, લોયા, પાંચાલા, વડતાલ, અમદાવાદ, અસલાલી અને જેતલપુરમાં આપ્યાં હતાં. એમનાં પ્રવચનોનાં સંપાદન સંપ્રદાયના ચાર વરિષ્ઠ અને વિદ્વાન પરમહંસોએ કર્યાં હતાં : ગોપાળાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ અને સુખાનંદ. આ વચનામૃતોનાં અધ્યયનથી એમ સમજાય છે કે ધ્યેયનિષ્ઠ જીવન સારુ વૈષ્ણવી એકાંતિક ધર્મની સ્મૃતિ, શ્રદ્ધા અને આચારની સંખ્યાતીત વિગતો હાથવગી થાય છે, જે ઇતિહાસના જ્ઞાનને પોષક છે અને તેથી વચનામૃતોનો અભ્યાસ કરવો જરૂરી છે, કેમ કે તે આપ્તવાક્ય છે.
આવું જ બીજું મુખ્ય સાહિત્ય છે ‘શિક્ષાપત્રી'. આમાં ૨૧૨ શ્લોક છે, જે સંસ્કૃતમાં છે. ‘સત્સંગજીવનમ્' નામના વિશાળગ્રંથનો અંતર્ગત ભાગ આ પુસ્તક છે. આમાં સંપ્રદાયના અનુયાયીઓ માટે ફરજ અને સદ્ગુણો અંગેનાં વિધિવિધાન છે. સમાજજીવનનાં મહત્ત્વનાં દરેક કાર્ય વિશેનું નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શન સચોટ અને સઘન પદ્ધતિએ ‘ગાગરમાં સાગર'ની જેમ પ્રસ્તુત થયેલું છે. સાધુઓ, બ્રહ્મચારીઓ, ગૃહસ્થીઓ, સ્ત્રીઓ અને સામાન્ય અનુયાયી કે જેઓ ત્યાગ અને નીતિનું જીવન જીવવા ઇચ્છે છે એમના સારુ આચારસંહિતાનું સૂત્રાત્મક સંકલન ‘શિક્ષાપત્રી'માં છે.
સહજાનંદના ઉપદેશમાં નૈતિક મૂલ્યોનું કેન્દ્રસ્થ મહત્ત્વ હતું અર્થાત્ સત્ય અને સદ્કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયનાં બે અગ્રણી પણ વરેણ્ય પાસાં હતાં. સત્યાચરણ આખરે તો માનવી અને તેના સામાજિક–શારીરિક પર્યાવરણ વચ્ચે સુમેળ સાધવાનો સેતુ છે. એમની સ્પષ્ટ સમજ હતી કે કોઈ પણ કાનૂન કે સંપ્રદાય અંતે તો માનવીનાં કલ્યાણ અને વિકાસ વાસ્તે છે. ધર્મમય જીવન સારુ નીતિમત્તા કરતાં સાંપ્રદાયિકતા વધારે સર્વગ્રાહી હોઈ સહજાનંદે પારદર્શકતાથી પામી લીધું કે સંપ્રદાય કે ધર્મ એ મુખ્યત્વે વ્યક્તિગત બાબત છે, જ્યારે નીતિમત્તા લાંબાગાળાનું સામાજિક અસર દર્શાવતું પરિબળ છે. આથી, એમણે એમના સત્સંગીઓને સંપૂર્ણ ઉત્સાહથી અને પૂરેપૂરી સભાનતા સાથે નીતિપરાયણતાનાં ધોરણને અનુરૂપ સમાજજીવનનો અનુરોધ કર્યો. ‘શિક્ષાપત્રી’માં આ વિચાર પારદર્શક રીતે અભિવ્યક્તિ પામ્યા છે. એમના ઉપદેશનો સાર એટલો છે કે એકલું સુખ પણ
Jain Education International
૧૯૧
નકામું છે અને એકલું સાધુત્વ પણ. હકીકતમાં સહજાનંદના નૈતિક આદર્શમાં આ બંનેનો સુંદર શિવમય સમન્વય છે.
ધર્મોપદેશ તરીકે અને સમાજસુધારક તરીકે સહજાનંદનો અભિગમ વ્યવહારુ અને સમય સાથે તાલ મિલાવતો હતો. એમની દૃષ્ટિ વિશાળ હતી. એમ કહી શકાય કે ધર્મની પીઠિકા ઉપર બેઠેલા સહજાનંદ વ્યવહારુ લોકોદ્ધારક હતા. આથી, એમણે ચુસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. ગૃહસ્થીઓ અને ત્યાગી સત્સંગીઓ સારુ ‘શિક્ષાપત્રી'માં નિર્દિષ્ટ ઉપદેશોનાં પૃથક્કરણ સૂચવે છે કે સહજાનંદે બાહ્યોપચારને સ્થાને ધર્મ અને નીતિ સંદર્ભે અંતરંગ બાબતોના ખેડાણ ઉપર વિશેષ ઝોક આપ્યો છે. સાધુ કે ગૃહસ્થી વાસ્તે ફરજો અને કાર્યોનો ઉલ્લેખ કરતી વખતે એમણે જ્ઞાતિ, રંગ, સંપ્રદાયનો કોઈ ભેદભાવ ક્યારેય વિચાર્યો ન હતો. આથી તો સંપ્રદાયના અનુયાયીઓમાં કેવળ બ્રાહ્મણો જ ન હતા પણ એમના સંપ્રદાયના પ્રાંગણમાં કડિયા, સુથાર, સોની, મોચી, હરિજન વગેરે કોમનો સમાવેશ થયેલો હતો. આજેય આ બધી કોમ આ સંપ્રદાયમાં મોટી સંખ્યામાં સંલગ્નિત રહેલી છે. પારસીઓ અને મુસ્લિમો પણ એમના સત્સંગી હતા. ખોજા સમાજે પણ આ સંપ્રદાય સ્વીકાર્યો હતો. આજે જો કે આ સ્થિતિ નથી. કાઠી, ઠાકરડા, બારૈયા જેવી ગુનાહિત કોમોને એમણે સત્સંગી બનાવી હતી. આમ, સહજાનંદે વિભિન્ન સામાજિક અને આર્થિક જૂથોનાં લોકોને પોતાના સંપ્રદાયમાં સમાવીને એક પ્રકારની સામાજિક એકતા પ્રસ્થાપી હતી. જ્ઞાતિપ્રથાઉન્મૂલન પ્રત્યેની એમની નિષ્ક્રિયતા સંભવ છે કે તેઓ પરંપરિત પદ્ધતિના ક્રાન્તિકારક ઉદ્ધારક ન હતા પણ આધ્યાત્મિક ઉદ્ધારક હતા, તેને કારણે હોય.
આ સંપ્રદાયમાં સ્ત્રીઓ અને પુરુષો સારુ અલગ અલગ મંદિરોની વ્યવસ્થા અમલી બનાવી અને સ્ત્રીઓ વાસ્તે અલગ સ્ત્રી–ધર્મોપદેશકોની પ્રથા શરૂ કરી તેમાં જેમ તે સમયની સામાજિક પરિસ્થિતિ જવાબદાર હતી તેમ સ્ત્રીઓને સમાજમાં પ્રતિષ્ઠાનો મોભો આપવાનો હેતુ પણ આમેજ હતો. સ્ત્રીઓ ભાઈઓના મંદિરમાં છૂટથી જઈ શકતી પણ ભાઈઓ સ્ત્રીઓના મંદિરમાં જઈ શકતા નહીં. આની પાછળ સહજાનંદનો આશય પરિસ્થિતિજન્ય તો હતો જ પણ બંને લિંગનાં ત્યાગીઓ સહજતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે હતો. જો કે અલગ મંદિરોની વ્યવસ્થા હોવા છતાંય સહજાનંદ સ્ત્રી અને પુરુષની સમાનતાના પ્રખર હિમાયતી હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org