Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 958
________________ ૯૪૮ અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ અને ‘આશિત કે. શેઠ મેડિકલ સેન્ટર' સ્થાપી આપવામાં આવેલ છે. શ્રી ગુરુ ગોવિંદસ્ટિજી હૉસ્પિટલ (ઇરવિન હૉસ્પિટલ)ને મેડિસિન માટે રૂા. એકાવન હજાર ઉપરાંત નાની મોટી રકમ અર્પણ કરવામાં આવી હતી. (૪) શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. ત્યાં દરરોજ સાંજ-સવાર ફક્ત પાંચ રૂપિયામાં જરૂરિયાતવાળાંઓને જમવાનું ભરપેટ દાળ-ભાતરોટલી અથવા રોટલા શાક, છાશ વગેરે આપવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ ટ્રસ્ટને શ્રી વિરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બિમાર વ્યક્તિઓની જરૂરિયાત અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. (૫) ૪, દિગ્વિજય પ્લોટમાં આવેલ વિરલ બિલ્ડિંગમાં શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલન હેઠળ શ્રી કે. ડી. શેઠ સેન્ટર ફોર એજ્યુકેશન' કાર્યરત છે. શ્રી અંબાવિજય વિસ્તારમાં એક હાઇસ્કૂલ, જૈન દેરાસર તથા શ્રી ગીતાઉપદેશ પ્રચાર અર્થે ગીતા વિદ્યાલયની આવશ્યકતા જરૂરી હતી. આ બાબતે શ્રી કે. ડી. શેઠે જામનગરના માયાળુ-ઉદાર દરિદ્રપરાયણ બુદ્ધિશાળી ના. રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સાહેબને રજૂઆત કરતાં તેઓશ્રીએ સંમતિ અને કિંમતી જમીન અને અમૂલ્ય યોગદાન ફાળવતાં આ ત્રિવેણી સંગમ જેવાં કાર્યોને વેગ મળ્યો, જેની ફળશ્રુતિના અનુસંધાને જામનગરની આજની શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળમાં આવતી શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલનું નિર્માણ થવા પામ્યું. શ્રી સત્ય સાંઈ બાલવિકાસ (મોન્ટેસરી)માં શરૂઆતમાં દાખલ થયેલાં બાળકોનો બાવિકાસ, અભ્યાસ પૂર્ણ થવામાં હતો, વધુ અભ્યાસ માટે હાઇસ્કૂલની જરૂરત હતી. અત્રે બાલવિકાસનો પ્રથમ વિદ્યાર્થી આશિત કે. શેઠ, દ્વિતીય વિદ્યાર્થી વિરલ કે. શેઠ હોવાથી આ સત્ય સાંઈ હાઇસ્કૂલનું ભૂમિપૂજન એ બન્ને વિદ્યાર્થીઓના વરદ્ હસ્તે વિશાળ વિદ્યાર્થી સમુદાય વચ્ચે કરવામાં આવ્યું એ હાઇસ્કૂલ બિલ્ડિંગ તૈયાર થયું ત્યારે તેનું ઉદ્ઘાટન શ્રી સત્ય સાંઈબાબાના કરકમલ દ્વારા વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બીજા દિવસની સુપ્રભાતે અંબાવિજય (નવાનગર સ્ટેટ) જ એક વિશાળ જમીનમાં ના૦ રાજમાતા ગુલાબકુંવરબા સાહેબે જામનગરનાં વૃદ્ધો માટે એક ભેટ કે. ડી. શેઠના Jain Education International ધન્ય ધરા જવાબદલી ના૦ જામ શ્રી રણજિતસિંહજી નિરાધાર આશ્રમ ઊભો કર્યો. જેમાં ઘણા વૃદ્ધો લાભ લ્યે છે. ના. જામશ્રી રણજિતસિંહજી નિરાધાર વૃદ્ધાશ્રમમાં આજે વૃદ્ધો અંદાજે એંસીથી સો પોતાની જીવન-યાત્રાના બાકીના દિવસો સુખ-શાંતિ અને સુંદર સગવડથી પસાર કરી રહ્યા છે! જામનગર જિલ્લાની આજની શૈક્ષણિક વિદ્યાલયમાં શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલ પ્રથમ હરોળમાં આવતી એક માત્ર ગુજરાતી-અંગ્રેજી મિડિયમનું સ્કૂલ છે, જેમાં અંદાજે ચારેકહજાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહ્યાં છે !?! શ્રી આણંદાબાવા આશ્રમને તાજેતરમાં એક લાખ રૂપિયાની સખાવત શેઠપરિવાર તરફથી આપવામાં આવી. શ્રી આણંદાબાવા અનાથઆશ્રમ, સાંકળબહેન અંજારિયા મહિલા આશ્રમ, શ્રી રામચંદ્ર અંધઆશ્રમ, શ્રી ધનાણી બહેરા-મૂંગાં-આશ્રમમાં શાળામાં પરિવારની પુણ્યતિથિએ મિષ્ટભોજન ઉપરાંત બપોરની આઇસ્ક્રીમ, ઇડલી, મસાલા ઢોંસાનો નાસ્તો શેઠ-પરિવાર તરફથી અવારનવાર આપવામાં આવે છે. ધર્મપ્રેમી જૈન શ્રેષ્ઠી-શ્રાવકોને જૈન દેરાસરના નિર્માણ માટે ઉત્સાહ જાગૃત થતાં પેલેસ જૈન દેરાસર, ઉપાશ્રય અને આયંબિલ-ભવન નિર્માણ પામ્યાં. તેના મંગલ ઉદ્ઘાટનના પ્રસંગે શ્રી કાન્તાબહેન ડી. શેઠ પરિવાર દ્વારા નવકારશી જમણવાર યોજવામાં આવેલ. શ્રી ગીતા વિદ્યાલય (શ્રી પારસ સોસાયટી)નો આજે સુજ્ઞ ધર્મપ્રેમીઓ લાભ લઈ રહ્યાં છે. રોયલ પાર્ક જૈન ઉપાશ્રય (રાજકોટ), તેજપ્રકાશ (શ્રીમતી કોકિલાબહેન પ્રભુલાલ સંઘરાજ શાહ) જૈન ઉપાશ્રય, દિગ્વિજયપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં શ્રી કે. ડી. શેઠની હયાતીમાં તન-મન-ધનથી સાધર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ તેમજ બેવાર સ્થા. જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય ભોજન રાખવામાં આવેલ. દિવંગત કાન્તાબહેનની જન્મતિથિએ દર વર્ષે શ્રી દશાશ્રીમાળી લહાણી સંસ્થાના જ્ઞાતિજનોને સ્વામીવાત્સલ્ય ભોજનનો લાભ આપી જન્મદિવસ ઊજવવામાં આવે છે. કાજીના ચકલા પાસે આવેલ ધર્મનાથ-નેમિનાથ જૈન દેરાસરમાં ભગવાનશ્રી નેમિનાથ દાદાના છેલ્લાં પાંત્રીસ વર્ષથી યથાશક્તિ જન્મદિવસ-ઉજવણીમાં કે. ડી. શેઠ પરિવાર ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત નાની-મોટી અગણિત રકમોની સખાવત અવારનવાર આ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. ભાઈશ્રી કિશોરભાઈની વકીલાત ખૂબ જ સારી રીતે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970