Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 956
________________ ૯૪૬ ધન્ય ધરા ઉદ્યોગોમાં ઝુકાવ્યું અને એક અદના આદમીમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા તથા “શેઠદાદા'ના લાડકા નામથી ખ્યાત થયા. ભગવાને લક્ષ્મી આપી છે તો તે સુકૃત્યોમાં વાપરવા આપી છે એ ભાવના સ્વ. શ્રી અમૃતલાલભાઈ તથા તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય રહી હતી. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ હોસ્પિટલો, અનાથાશ્રમો અને અન્ય અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે. શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાના વ્યવસાયને સારી રીતે સંભાળી લીધો. તેઓ પણ પિતાની જેમ જ મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની વયથી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત-અનુભવથી આગળ વધ્યા છે. “મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ', ‘શિવરી આયર્ન એન્ડ સ્ટીલ કું.', “અમર વાયર એન્ડ રોલિંગ મિલ્સ' તથા અશોક સ્ટીલ ચેઇન મેન્યુ. કે.” વગેરેના યશસ્વી સંચાલન તથા સૂત્રધાર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા. સર્વ વ્યાપારની પ્રગતિ અને તેનો વિકાસ સાધી રહ્યા. ધંધાના વિકાસ અર્થે ઘણી વખત શ્રી વિનયકુમાર ઓઝાએ યુરોપ-અમેરિકાની સફર કરી છે અને પોતાનાં કારખાનાં તથા વ્યવસાયના વિકાસ માટે વિદેશની અદ્યતન ટેક્નિકને કામે લગાડી છે. પોતાના ધંધાને જ નહીં પણ અન્ય ઉદ્યોગપતિઓને પણ ખંતથી અને ઉમંગથી તેમણે પોતાનું માર્ગદર્શન આપ્યું છે. શ્રી વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબહેન શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના નવરાત્રિ ઉત્સવમાં પ્રમુખસ્થાને રહ્યાં. વળી તેઓ ગુજરાતી સ્ત્રી મંડળ-માટુંગા અને કસ્તુરબા મહિલા મંડળના સભ્ય હતાં અને મહિલાઓની પ્રગતિ અને ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. તેઓ સ્વભાવે સૌમ્ય, મિલનસાર, વ્યવહારદક્ષ અને એક આદર્શ આર્ય સન્નારીના સંસ્કારોથી વિભૂષિત હતાં. વિનયકુમારભાઈના સુપુત્ર શ્રી અશોકકુમાર ઓઝા ઇન્ટર કોમર્સ અભ્યાસ કરીને પિતાશ્રીના વ્યવસાયમાં જોડાયા છે અને વ્યવસાય ઉત્તરોત્તર પાંગરતો જાય તે દિશામાં પુરુષાર્થ આદરી રહ્યા છે. શ્રી વિનયકુમારભાઈ (મુંબઈ) શ્રીમાળી બ્રાહ્મણ સંસ્કૃતિ કેન્દ્રના પ્રમુખ હતા. આગેવાન દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી વિનયકુમારભાઈ શ્રીમાળી બ્રાહ્મણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. બીજાં ઘણાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી હતા. આ ટ્રસ્ટ તરફથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજે તેમને “જ્ઞાતિરત્ન'ની ઉપાધિ આપી. તેઓ ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રશંસક, સહાયક અને મુખ્ય દાતા હતા. ઘાટકોપર બ્રાહ્મણ સમાજભવનનો વાસ્તુવિધિ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબહેને કર્યો હતો. સેવાભાવી અગર અન્ય શુભ કાર્યમાં આ દંપતી હોંશથી ભાગ લેતું હતું. તેમની સેવા પ્રવૃત્તિથી આકર્ષાઈને લાયન્સ ક્લબ ઓફ ભાવનગરે ગોલ્ડન એનિવર્સરી પ્રોજેક્ટ પ્રસંગે શ્રી વિનયકુમારભાઈને લાયનની પદવી એનાયત કરી હતી. મુંબઈમાં બાણગંગા પર આવેલા મહાલક્ષ્મી માતા એ શ્રીમાળી બ્રાહ્મણોનાં કુળદેવી છે. શ્રી વિનયકુમારભાઈ આ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટી હતા. વે-બ્રિજ એસોસિએશનના પણ તેઓ પ્રમુખ હતા. સમાજભવનમાં તેમના સ્વ. પિતાશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા હોલ તથા માટુંગા ગુજરાતી સ્ત્રીમંડળના ઘાટકોપર બ્રાહ્મણ મકાન સાથે તેમનાં સ્વ. માતુશ્રી અજવાળીબહેનનું નામ તેઓએ જોડેલ છે. કેળવણી પ્રત્યેનો તેમનો ભાવ અને ઉત્સાહ અપૂર્વ હતો. વિદ્યાર્થીઓને નાનીમોટી શિષ્યવૃત્તિઓ તેઓ આપે છે. પુસ્તકો ઉપરાંત અનેક સંસ્થાઓને આર્થિક સહાય આપીને કૃતાર્થતા અનુભવે છે. આ ઉપરાંત માટુંગા ખાતે અમૂલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયને પણ તેમણે સારી એવી રકમ વિદ્યાના ઉત્તેજન અર્થે આપી છે. શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાનું નામ જોડીને ત્યાં શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા વાણિજ્ય વિભાગમાં દાન આપ્યું છે. એ જ પ્રમાણે દ્વારકાની શારદાપીઠમાં તેમણે તેમના પિતાશ્રીની સ્મૃતિમાં હોલ બંધાવ્યો છે. પોતાના વતન ઉમરાળામાં શાળાઓ, હોસ્પિટલો, અનાથાશ્રમો વગેરે બંધાવ્યાં છે. ઉમરાળા ગામને તેમણે પોતાનું ગયું છે, અને શક્ય એટલી બધી જ સુવિધાઓ ઊભી કરવામાં સક્રિય ફાળો આપ્યો છે. તે ઉપરાંત ભાવનગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી મેમોરિયલમાં સારું એવું દાન આપ્યું છે. આમ તેમણે નાનીમોટી અનેક સેવા–સંસ્થાઓને દાન આપી પુણ્યની કમાણી કરી છે. પિતાનો અધૂરો યજ્ઞ પૂરો કરે તે પુત્ર’ એવી કવિ નહાનાલાલે વ્યાખ્યા કરી છે અને તેને સ્વ. અમૃતલાલ પોપટલાલ ઓઝાના પ્રતાપી પુત્ર શ્રી વિનયકુમાર ઓઝાએ ચરિતાર્થ કરી છે. સાકાર કરી છે. Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970