Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 954
________________ ૯૪૪ લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા. લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાહસ-કદમો ઉઠાવી આજે સનમાઈકા, પ્લાઇવુડ, હાર્ડવેર અને કાચના વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત વર્ષ ૨૦૦૧થી પ્લાઇવુડ ઉત્પાદન ક્ષેત્રમાં ઝંપલાવેલ છે. પરિવાર શ્રી વિષ્ણુ સૉ મિલ, ગોપાલ પ્લાઇવુડ, સ્વસ્તિક વિનિયર્સ એન્ડ પ્લાઇ તથા શાલિની પ્લાઇવુડ પ્રા. લિ.ના નામે વ્યવસાયથી સંકળાયેલ છે. સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ વીસર્યા નથી. ઔરંગાબાદ ‘નૂતન ગુજરાતી સમાજ’ના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪માં પ્રમુખપદે રહ્યા. ગુજરાતી સમાજ વિકાસમંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી વર્ષ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી પ્રમુખપદે રહ્યા. શ્રી કડવા પાટીદાર સમાજ ઔરંગાબાદના સંસ્થાપક તેમજ પ્રમુખ વર્ષ ૧૯૯૭-૨૦૦૬ સુધી રહ્યા. તેમની નિગરાની હેઠળ ઔરંગાબાદ શહેરમાં નોંધ લેવાય એવું મુખ્ય રસ્તા ઉપર ‘પાટીદાર ભવન’નું નિર્માણ થયું, તેમજ તેમના હસ્તે ૧૯૯૮માં સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડેપગે તત્પર રહેતા આવ્યા છે. વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિંબર મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તેમજ મહારાષ્ટ્ર સરકાર તરફથી સૉમિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા હતા. મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘની કારોબારીના સદસ્ય રહી ચૂક્યા છે. તેમના જ સંસ્કારો તેમજ પ્રેરણાથી એમના સુપુત્રો આજે કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ જિલ્લા વ્યાપારી મહાસંઘ, મરાઠાવાડ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ તેમજ મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘમાં ઉચ્ચપદે સેવા આપી રહ્યા છે. શ્રી ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા તમે કોણ છો અથવા શું છો તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રોને આંબીને શું શું સર્જન કરી શકો છો એ આજના યુગની માંગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પોતાની સ્વયંશક્તિનો ધોધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોપાન ચડી Jain Education Intemational ધન્ય ધરા શકે છે તેનો ઉત્તમ નમૂનો નિહાળવો હોય તો જુઓ ડૉ. બડિયાનું જીવન–કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું બોટાદ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પાંચમીએ સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ થયો. જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધનો હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્ના અને અદમ્ય ઉત્સાહ સાથે કદમ માંડ્યાં અને ભારે પુરુષાર્થ વડે ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરી. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિવિધ સંસ્થાઓમાં તેમની નોંધપાત્ર સેવાઓનો ઉલ્લેખ કરવો જ જોઈએ. શરૂઆતમાં તેઓ થેરાપી સ્કૂલમાં, સોશિયલ વર્ક–નિર્મલા નિકેતન વગેરેમાં ઓનરરી પ્રોફેસર તરીકે, ગુજરાત રિસર્ચ સોસાયટી, ખાર–મુંબઈ, નાગપડા નેઇબરહુડ હાઉસ-નાગપડા, (મુંબઈ) વગેરેના ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિકમાં ઓનરરી સાયકિએટ્રીસ્ટ તરીકે, બોમ્બે, ગુજરાત, બેંગ્લોર, પૂના, બનારસ, લખનઉ, ચંદીગઢ વગેરેની યુનિ.માં અને એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ (ન્યૂ દિલ્હી), કોલેજ ઓફ ફિઝિશ્યન્સ એન્ડ સર્જન્સ (બોમ્બ) વગેરેમાં ડી. પી. એમ. તથા એમ. ડી.માં એક્ઝામિનર તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-બોમ્બેના ચેરમેન તરીકે, બોમ્બે યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લોઇડ સાયકોલોજીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમની સેવાઓએ ભાવી પેઢીને પ્રેરણાનાં નવાં જ દ્વાર ખોલી આપ્યાં છે. બોમ્બે સાયકિએટ્રિક સોસાયટી, ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી (વેસ્ટ ઝોન), ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી વગેરેના ભૂતપૂર્વ પ્રમુખ અને આજીવન ફેલો તરીકે, અમેરિકન સાયકિએટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકે, ધ રોયલ કોલેજ ઓફ સાયકિએટ્રિક્સ (લંડન)ના ફાઉન્ડર ફેલો તરીકે, વર્લ્ડ સાયકિએટ્રિક એસોસિએશનના સભ્ય તરીકે, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય તરીકે, ઇન્ડિયન ન્યુરોલોજિકલ એસોસિએશન એન્ડ આઈ. એમ. એ. બોમ્બેના સભ્ય તરીકે, એડિટરિયલ બોર્ડ-ઇન્ડિયન જ્યુરી ઓફ સાયકિએટ્રિક તથા કમિટી ઓફ એક્સપર્ટ્સ-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેન્ટલ હેલ્થ રિસર્ચના એક્સમેમ્બર તરીકે, માનવંતુ સ્થાન ભોગવી રહ્યા છે અને અનેકોના માર્ગદર્શક બની રહ્યા છે. હાલમાં તેઓ બોમ્બેના શેઠ જી. એસ. મેડિકલ કોલેજ અને કે. ઈ. એમ. હોસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે સૌના સમ્માનિત બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજિકલ મેડિસિન અને બોમ્બે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970