________________
૪૪૬
પ્રેમ' એટલે સહચાર.
વહેતી નદી કે ઊછળતા સમુદ્રને કોઈ કહેતું નથી કે રુક જાવ! ઊડતાં પંખીઓ કે દોડતાં હરણોને કોઈ કહેતું નથી કે અટકી જાવ. વાતા પવનને કે વરસતા વરસાદને કોણ રોકી શક્યું છે ? કુદરતની આ પંચમહાભૂતોની સૃષ્ટિ નિરંતન ઉલ્લાસમય છે, સતત મુક્તવિહારી છે. એથી તો આ વિશ્વ પરસ્પર સંબંધાયેલું લાગે છે. કવિ ન્હાનાલાલે ગાયું છે કે “આ ચૈતર ચમકે ચાંદની એને કોણ રોકે?'' આપણે પણ આ ભાઈ–બહેનને રોકી શકીએ તેમ છીએ?
છબીકાર-વિવેક દેસાઈ
Jain Education International
છબીકાર-પીયૂષ પટેલ
'પ્રેમ' એટલે ઉલ્લાસ-એટલે મસ્તી.
For Private & Personal Use Only
ધન્ય ધરા
માનવજીવનની ઉત્ક્રાંતિમાં ‘સહ’કારનું ઘણું મહત્ત્વ છે. એટલે તો સાથે ભોગવવાની, ‘સહ’વીર્ય કરવા વહે’ની દીક્ષા આપવામાં આવતી. પતિપત્ની, માતાપિતા અને સંતાનો, રાજા અને પ્રજા, ગુરુ અને શિષ્ય સહકાર
વગર, સહચાર વગર નાની કે મોટી, સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પ્રવૃત્તિ ચલાવી શકે નહીં. એ સહચાર જન્મે છે સમસંવેદનથી, પરસ્પર સમસંવેદન પ્રગટે એનું બીજું નામ પ્રેમ છે.
www.jainelibrary.org