Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 930
________________ ૯૨૦ તેઓનું ભણતર કરતાં ગણતર અસામાન્ય. ભણવા વિશે તેઓનું કહેવું છે : “ભણવું તો હતું પણ પૈસા નહોતા.' આટલા અભ્યાસ માટે પૂ. જીવીમાએ આપેલા રૂ. ૨૦૦ આજે યાદ કરી તેઓ તેનું ઋણ સ્વીકારે છે અને ઉમેરે છે કે, “પૂ. જીવીમાનું આ ઋણ હું શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન દ્વારા જસાપરમાં કે બીજે ચૂકવવા પ્રયત્ન કરું છું.” રૂડાભાઈએ શિક્ષણક્ષેત્રનો જાણે કે યજ્ઞ જ માંડ્યો છે! તેમના સંચાલનમાં શાળા સંકુલનો ૧૯૯૧થી પ્રારંભ થયો. આજે ૪00થી વધુ વિદ્યાર્થી ધો. ૫ થી ૧૦ ઇન્ટરનેટ સુવિધા સાથે અદ્યતન ભવનમાં કાર્યરત છે. આ નવા ભવનનું લોકાર્પણ પૂ. જીવીમાની દીકરીના વરદ હસ્તે થાય તેવી ભાવના વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, “કોઈની આવી મદદ કરવાથી આવું સારું પરિણામ આવી શકે છે. આટલા યોગદાનથી આ સંસ્થા વટવૃક્ષ બની શકે છે.” “જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી” સ્નેહથી શું થઈ શકતું નથી? સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી રૂડાભાઈ પોતાના શાળાજીવનમાં શાળામાં દાર મૂકી, ખેતરોમાં ભાગી જતા. આચાર્ય શ્રી કાંતિભાઈ જોષી, પૂનાભાઈ વગેરે ગુરુજનો ખેતરમાં તેઓને પકડતા. આચાર્યશ્રી કાંતિભાઈ તથા પૂનાભાઈએ તેમના પિતાજીની સામે જ લાફો મારેલો. એ પ્રસંગને તાજો કરતાં રૂડાભગત ગુરુજનોની શિષ્ય પ્રત્યેની ખેવનાને વંદન કરે છે. હીરાઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ પંક્તિમાં જેમનું નામ લઈ શકાય એવા આ ઉદ્યોગવીર જસાપરથી સૂરત હીરા ઉદ્યોગમાં હાથ અજમાવવા ગયા. સખત પરિશ્રમથી સફળ કારીગર થયા. ત્યારબાદ તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેઓ ઋષિકેશ ગયા. આધ્યાત્મિક આબોહવા અનુકૂળ લાગી. સંસાર ત્યાગનો ભાવ જાગ્યો. સમયે કરવટ બદલી, પરંતુ વિધિએ કાંઈક અલગ નિર્માણ કર્યું હશે કે, તેઓ પાછા સંસારમાં આવ્યા. ફરી એજ હીરાઉદ્યોગમાં સફળતા મેળવી. પરિશ્રમી રૂડાભાઈએ પોતાનું જીવન સાંસારિક કાર્યો સાથે અધ્યાત્મ અને સેવાકાર્યો ક્ષેત્રે સમર્પિત કર્યું, જેથી લોકો તેમને રૂડાભગતથી ઓળખવા લાગ્યા. તેઓ સફળ ઉદ્યોગકાર તરીકે ડાયમન્ડ વર્લ્ડમાં હીરો છે. ડાયમંડ જ્વલરી નિકાસ કાર્ય કરતી મે. યોગેશ ડાયમંડ એક્સપોર્ટનું તેઓ નેતૃત્વ કરે છે. આશરે ૩૬૦૦ કારીગરોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડે છે. ધન્ય ધરા ઉદ્યોગગૃહના સંચાલન સાથે સમાજજીવનને સ્પર્શતાં સાંપ્રત કાર્યો કે પ્રસંગોએ તેમણે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ માટે હંમેશાં જાગૃત રહીને યકુકિંચિતુ યોગદાન આપવા પ્રયત્ન કર્યો છે. તેઓએ વૈવાહિક જીવનની શરૂઆત તા. ૨૭-૧૧૯૮૧એ શારદાબહેન સાથે આટકોટ ગામથી કરી. બે સંતાનરન–યોગેશ–અજય. મોટા પુત્ર યોગેશ હાલ પિતાના વ્યવસાયમાં જોડાઈ સમાજના આમ-આદમીના આર્થિક ઉત્થાન માટે દેશની બેરોજગારી સામેના જંગમાં પોતાનું પ્રદાન આપે છે. અજય હાલ ભણે છે. ઉદ્યોગના વિકાસ અર્થે શ્રી રૂડાભાઈએ વિદેશમાં આફ્રિકા, દુબઈ, ઇઝરાઇલ, હોંગકોંગ ઉપરાંત દેશમાં ઋષિકેશ, અયોધ્યા, ગોકુળ, મથુરા વગેરે પ્રવાસો કર્યા છે, યાત્રા કરી છે. શ્રી રૂડાભગત આધ્યાત્મિક દૃષ્ટિ દર્શાવતાં કહે છે કે, “કોઈનું ખોટું ન કરવું–સચ્ચાઈ રાખવી.” શિવજીને ઇષ્ટદેવ માનનાર તેઓ બાધા-આખડીમાનતામાં વિશ્વાસ ધરાવતા નથી. સફળ થવા આત્મબળ કેળવવા ઉપર ભાર મૂકે છે. વર્ણવ્યવસ્થા વિશે સ્પષ્ટ વક્તવ્ય આપતાં તેઓ કહે છે કે, “સમગ્ર માનવજાત એક છે.” બધા ધર્મો એક છે. ઈશ્વર, ગુરુ, ગ્રંથ ઉપર વિશ્વાસ વિશે પૂછતાં એક પંક્તિમાં જવાબ મળ્યો : “ઇષ્ટદેવ (શિવજી) ઉપર પૂરી શ્રદ્ધા છે.” | સામાજિક કુરૂઢિઓનું ખંડન કરતો તેમના જીવનનો એક પ્રસંગ આ પ્રમાણે છે. ગામની દીકરી વર્ષો. એકાદ વર્ષ પહેલા તેનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામતાં દીકરી વર્ષાને તેના દિયર સાથે પરણાવવા દરમ્યાનગીરી કરી. ગામની દીકરીના જીવનને ફરી મહેકતું કરવામાં યશભાગી બન્યા. કમ્યુટર યુગ વિશે તેઓ માને છે કયૂટર વિકાસ માટે શ્રેષ્ઠ છે. ગામડામાં સારી રીતે શરૂઆત થઈ છે. ધંધાકીય તેમજ સામાજિક વ્યસ્તતા વચ્ચેય તેમને વાચન માટે વખત છે. થોડું પણ વાંચી લે છે. છાપાઓમાં મુખ્ય મુદ્દાઓ જોઈ લે છે. ફિલ્મ કે ટી.વી. જોતા નથી. વર્તમાનપત્રમાં સાહિત્ય વાંચવા જેવું લાગે છે. છાપાઓની પૂર્તિના સંશોધનાત્મક લેખો વાંચે છે. સંયોગના દબાણ હેઠળ પહેલો પ્રતિભાવ આપનો કયો For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970