Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 941
________________ નદી છે ? ૦ધા છે. કરી ન ક. ૩ તા F, ગુણસંપદાના કારણે તેઓશ્રી સાંપ્રતકાળના એક પ્રધાન પ્રતિભાશાળી સંત તરીકે સુપ્રસિદ્ધ થયા છે. - તેઓશ્રીના બોધ અને સત્સમાગમથી અનેકનાં જીવનમાં ચમત્કારી પરિવર્તનો સર્જાયાં છે. પૂજ્યશ્રીની સમર્થ નિશ્રામાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક સાધકો અધ્યાત્મરુચિની પુષ્ટિ કરી છે આત્મવિકાસ સાધી રહ્યા છે. ઉત્તરોત્તર આ સમુદાય વિશાળ બનતાં ઈ.સ. ૧૯૯૪માં પૂજ્યશ્રીની પ્રેરણાથી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર” નામના એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વર્ષ દરમ્યાન ભક્તિ, સત્સંગ, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાનાભ્યાસ આદિ વિવિધ આરાધનાઓમાં ઉઘુક્ત કે રહેતા આ સમુદાયના લાભાર્થે ઈ.સ. ૨૦૦૧માં શ્રી મહાવીર જયંતીના મંગળ દિને ધરમપુરની ધન્ય ધરા ઉપર “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના પૂજ્યશ્રીના આશિષબળે સંપન્ન થઈ છે. આશ્રમનિર્માણ માટે ધરમપુર પ્રદેશ ઉપર પસંદગીનો કળશ ઢોળવાનું પ્રધાન કારણ એ છે કે આ ધરતી શ્રીમદ્જીની ચરણરજથી પાવન થઈ છે. વિ.સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી વૈશાખ સુદ પાંચમ એટલે કે આશરે ૩૫ દિવસ પર્યત શ્રીમજી અત્રે સદેહે વિચર્યા હતા તથા અત્રેના સ્મશાનમાં તેમજ આસપાસનાં જંગલોમાં અસંગ સાધનામાં મગ્ન રહેતા હતા. આ પ્રેરક ઇતિહાસને ચિરંતન બનાવવા અત્રેની સ્મશાનભૂમિ ઉપર આશ્રમ દ્વારા શ્રીમદ્જીનું એક ભવ્ય અને પ્રેરણાદાયી સ્મારક રચવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ ઉપરોક્ત આશ્રમ ઉપરાંત સંસ્થાનું પ્રધાનકેન્દ્ર મુંબઈમાં છે. મુંબઈ ને શહેરમાં ૧૭ અને મુંબઈની બહાર ભારતમાં ૧૭ તથા વિદેશમાં ૨૨ જેટલાં વિવિધ સ્થળોએ ફેલાયેલાં સંસ્થાનાં કેન્દ્રોમાં સત્સંગાદિ પ્રવૃત્તિઓ નિયમિતપણે આરાધવામાં આવે છે. - પૂજ્યશ્રીનો અનુપમ ધર્મબોધ મુમુક્ષુસમાજને સ્વયંના ઉત્થાન અને સાક્ષાત્કાર પ્રતિ તો પ્રેરે જ છે, હું પરંતુ એ સાથે તેઓશ્રી પરના દુઃખની સભાનતા કેળવવાનું પણ ઉપદેશે છે. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ અને આત્મજ્ઞાની સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી સાંપડેલી શિક્ષાનું રહસ્ય સમજાવતાં ? પૂજ્યશ્રી કહે છે કે ધર્મ આપણને માત્ર સ્વમંગળ સાધવાનું નથી શીખવતો, તે આપણને સર્વમંગળના પાઠ પણ શીખવે છે. સ્વ-પર-કલ્યાણના આ યજ્ઞમાં આત્મહિત સાથે અન્યનું, સમાજનું, સૌનું હિત સાધી - શકાય એ હેતુથી ઈ.સ. ૨૦૦૩થી શરૂ કરી, પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી છે, જે દ્વારા મુખ્યતઃ આરોગ્યવિષયક, કેળવણીવિષયક તથા જીવદયાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આમ, આત્મકલ્યાણની સાધનાને મુખ્ય રાખી, એ સાથે જનસેવા, માનવવિકાસ, અનુકંપા વગેરે . દ ઉમદા પ્રયોજનોમાં પણ સ્વપરહિતાય સક્રિય રહેવાય એ માર્ગે વિશાળ જનસમુદાયને – સવિશેષ અને યુવાવર્ગને દોરી રહેલ પૂજ્યશ્રી આત્મસ્વરૂપની અનુપમ સાધના સાથે આ ભૌતિક યુગમાં શાસનની અપ્રતિમ સેવા પણ સુપેરે બજાવી રહ્યા છે. ધરમપુરથી ધર્મનાં પૂર વહેવડાવી રહેલ આ ક્રાંતિકારી સંત દીર્ઘ નિરામય આયુ ભોગવી, ધર્મપ્રભાવનાના યજ્ઞમાં પોતાનો સિંહફાળો અર્પણ કરે એ જ અભ્યર્થના. સૌજન્ય : સ્વમંગલ સાથે સર્વમંગલનાં બહુવિધ કાર્યોમાં અર્પિત Cશ્રીમદ્ રાજચંદ્ર મેડિકલ ટ્રસ્ટ શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ ૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવદયા ટ્રસ્ટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org ion International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970