________________
૪૬
ધન્ય ધરા
સંસ્કૃતમાં કાવ્યરચના કરી ન શક્યા, છતાંય સાધુનાં વચન એ રીતે ફળ્યાં કે તેઓ ગુજરાતી મહાકવિ બની રહ્યાં. (૨૩) પ્રભુભક્ત માટે ધરણેન્દ્રની ભક્તિ
ચમત્કારની ઘટનાઓ દુનિયામાં બનતી જ હોય છે, પણ તેના અનુભવ આત્માની શુદ્ધિને આધારે કોઈકને જ થાય છે, બધાંયને નહીં. તેવો જ સવિશેષ લાભ મેળવી જનાર હતા એક શ્રેષ્ઠી, જેને ગામના લોકો કોથળીઆ શેઠ કહીને બોલાવતા હતા, કારણ કે શ્રીમંત તે શેઠને જાતકમાણીમાંથી છૂટે હાથે પ્રભુભક્તિમાં રકમ વાપરતાં દેખી ચારેય દીકરાઓએ ધર્મ ખાતે થતા ખર્ચ ઉપર કાપ મૂકી દેવા પોતાના જ પિતાશ્રીને સૂચનાઓ ફટકારી દીધી. જિનેશ્વરપ્રભુની ભક્તિ ઉપર કાપ તે કેમ મુકાય? શેઠ દીકરાઓના સેવક બની ગુલામી ભરેલ જીવન જીવવા કરતાં દુઃખ સાથે ગૃહત્યાગ કરી દીધો અને ફક્ત હાથમાં બે પૈસા લઈ પહેરેલાં કપડે જ સ્વમાન અને ખુમારી સાથે છેડો ફાડી પીસેલા મરચાંનો વ્યાપાર પ્રારંભ કરી દીધો. અડધોઅડધ કમાણી અષ્ટપ્રકારી પૂજા વગેરે ધર્મકાર્યમાં વાપરી આરંભ–સમારંભ ભર્યા ધનોપાર્જનકાર્યથી પર થઈ જવાનો સંતોષ માનવા લાગ્યા. ભક્તિ કરતાં ભગવાનમાં ઓતપ્રોત થતી તેમની દશા ધન્ય બનવા લાગી. કપડાં ફાટ્યાં તો થીગડાં લગાડીને પણ ફરવા લાગ્યા.
પૂજાના ધોતિયામાં પણ ત્રણ–ચાર મોટાં થીગડાં દેખી એક મુનિરાજને આશ્ચર્ય થયું અને શેઠને સુખી જોવા એક મંત્રજાપ આપ્યો. બીજા જ દિવસે પૂજા પછી જેવો જાપ પ્રારંભ્યો તરત જ ધરણેન્દ્ર દેવ પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું. મોક્ષલક્ષી શેઠને શું માંગવું તેના જ વિચારમાં હસવું આવી ગયું. પ્રભુભક્તિનાં વળતર રૂપે ધરણેન્દ્ર યોગ્ય ઇનામ ન જ આપી શક્યા પણ સ્વપ્નમાં વિશાળ દટાયેલ નિધાન દેખાડ્યું. તે સમયે ચારેય દીકરાઓ ધનસંપતિ ગુમાવી બેહાલ બની ગયા હતા. શેઠે તે ચારેયને ધર્મમાર્ગમાં સ્થિર કરી મુખેથી વચનો લઈ પુત્રોને જ નિધાન દેખાડી દીધું, જેથી ફરી ચારેય પુત્રો શેઠના ધર્મપ્રતાપે સુખી થઈ ગયા.
(૨૪) દેવતાઈ ચમત્કાર આજથી લગભગ હજાર વરસો પૂર્વેની ઘટના, જે પ્રસંગ નિરાશામાંથી–આશાના કિરણો પ્રગટાવતી કથા બન્યો.
અંધકારથી અજવાળાની તરફના પ્રસ્થાનની ઘટમાળ હતી. સંપૂર્ણ હિન્દુસ્તાનમાં જ્યારે જૈનો ઉપર આફતના ઓળા ઊતરેલા,
જિનધર્મના દ્વેષીઓએ તે સમયના આચાર્ય દેવચંદ્રસૂરિજીની પ્રભાવકતાને હંફાવવા કાવાદાવા ચાલુ કરી દીધેલ. શાસનપ્રભાવનાના બદલે શાસનહીલના થઈ રહી હતી. લોકપ્રવાહ પણ મિથ્યાધર્મનો પક્ષપાતી બનવા લાગ્યો હતો અને જૈનેતરો ચમત્કાર દેખાડી લોકોને નમસ્કાર કરાવવા લાગ્યા હતા. તે સમયના સૂત્રધાર હતા પૂ. દેવચંદ્રસૂરિજી જેઓ ખૂબ ચિંતિત હતા પરિસ્થિતિના કારણે, કારણ કે જિનશાસન ઉન્નતિ દૂર પણ અવનતિ પામે તો પોતાના પદને કલંક લાગે.
એક દિવસ તે વ્યથામાં ને વ્યથામાં શાસનરક્ષા હેતુ આંખોમાં આંસુ સહજમાં ધસી આવ્યાં. તે અશ્રુની ધારાને દેવીદેવતાઓ જાણે સહન ન કરી શક્યાં, કારણ કે ચારિત્રવાનનું તે અપમાન હતું. રાત્રે જ વ્યથાની કથા નિવારવા શાસનદેવી હાજરાહજૂર થઈ ગયાં અને આચાર્ય ભગવંતના વિષાદને મિટાવવા સીધો જ ખુલાસો કરી દીધો કે “જિનશાસન જયવંતું છે. સત્યને ઊની આંચ તે કેમ આવે? સૂર્ય વચ્ચે વાદળાં આવી તેના પ્રકાશને આંતરે પણ સૂર્યનો નાશ તે કોણ કરી શકે? આપ હવે નિશ્ચિત થઈ જાઓ કારણ કે ફરી જૈનશાસનની આનબાન-શાનને ઉજ્વળ બનાવવા એક જીવાત્માએ ચાચિંગશ્રાવક અને પાહિનીશ્રાવિકાના ઘેર ધંધુકામાં જ જન્મ લઈ લીધો છે. બાળકનું નામ છે ચાંગો, ઉમ્ર થઈ છે વરસ પાંચ. તે સુપુત્રની યાચના કરી શિષ્ય બનાવી લ્યો. બાકીનું કાર્ય તે જ ચિરંજીવ પાર પાડશે અને આપના થકી જ શાસનને એક જવાહરની પ્રાપ્તિ થઈ જશે.”
દેવી તો માર્ગ દેખાડી અદ્રશ્ય થઈ ગઈ, પણ તેણીનાં પ્રત્યેક વચન સત્ય બની રહ્યાં. ગુજરાતમાં જન્મી આખાય ભારતમાં નામના કમાવનાર તે ચાંગો દીક્ષિત થઈ કાળક્રમે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી બની ગયા. સરસ્વતી સામેથી વરી અને વિજયલક્ષ્મી થકી અનેક ક્ષેત્રે વિજેતા બન્યા.
(૨૫) કર્મ અને ધર્મવીર કમશા
હાલમાં સિદ્ધગિરિના ઉપરે જે દાદા આદેશ્વર પ્રભુની પ્રતિમા છે તેનો એક નાનો ઇતિહાસ છે, કારણ કે તે બિંબ સાથે કર્માશા અને વિદ્યામંડનસૂરિજીનું નામ જોડાયેલું છે. વિમલાચલના તીર્થનો પંદરમો ઉદ્ધાર સમરાશા અને સિદ્ધસેનસૂરિજીના હસ્તે થયા પછી ટૂંક સમયમાં જ યવનોએ દહેરાસરમાં ઘૂસી જિનબિંબોના ટુકંડા કરી નાખેલ અને મુસ્લિમોના આતંકવાદ પછી ફક્ત પ્રતિમાજીનું મસ્તક પૂજાતું રહ્યું જે ધડ વિનાનું મુખારવિંદ હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org