Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 926
________________ ૧ દંભથી પર, નિખાલસ, સરળ છતાં મળતાવડા ઉઘોગવીર સ્વ. પ્રતાપભાઈ ગિરધરભાઈ પંચાસરા (મિસ્ત્રી) તા. ૨૮-૮-૯૮ના રોજ એક ઉદ્યોગવીરને મળવાનાં દ્વાર ખુલ્યાં. પછી તો કલાકો સુધી એમની સાથે દિલ ખોલીને અનેકવાર વાતો કરવાનો મોકો સાતેક વર્ષ સુધી મળ્યો. ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ હતા. નાની એવી કીડીમાંથી પણ તેઓ ઘણું શીખ્યા હતા. આ પ્રસંગ અહીં રજૂ કરવાનું તાત્પર્ય એટલું છે કે, સ્વ. પ્રતાપભાઈ (મિસ્ત્રી)ને મળતાં ઘણું જાણવાનું, માણવાનું અને શીખવાનું મળેલું. આનંદ એટલા માટે થાય છે કે આ યંત્રવત્ અને દંભથી ભરેલા જીવનમાં એક નિખાલસ, સરળ વ્યક્તિત્વને મળવાનું થયું. તેઓના દાદા ઇસ્ટ આફ્રિકાના ઝાંઝીબાર ગામમાંથી સ્થળાંતર કરી ૧૯૩૨માં રાજકોટમાં સ્થાયી થયા હતા. એ સમયે ગિરધરભાઈ મહાત્મા ગાંધીજી સાથે રાજકોટ આવેલા. કસ્તૂરબા પ્રતાપભાઈનાં દાદીમા ધનકુંવરબહેનના ખોળામાં રમેલાં. પ્રતાપભાઈના પિતાશ્રી ગિરધરભાઈ નરસીભાઈ પંચાસરાએ રાજકોટ ખાતે વ્યવસાય શરૂ કરેલો. સિત્તેર વર્ષ પૂર્વે રાજકોટમાં સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વર્ક્સ, નામની વિશાળ ફેક્ટરી શરૂ કરેલી, જે આજે પરિવારની ત્રીજી પેઢી સફળતાપૂર્વક સંભાળે છે. પિતા દ્વારા તૈયાર થયેલ ગ્રીપ ચક્રના વિકાસમાં પ્રતાપભાઈએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુણવત્તામાં તેમજ પ્રોડકશનમાં ઘણો વધારો કર્યો છે. વ્યવસાયમાં ગળાડૂબ રહેતા હતા છતાં તેઓએ તેમના કુટુંબના દરેક સભ્ય પ્રત્યે અનહદ, અનન્ય લાગણી રાખી હતી. તેઓએ વયોવૃદ્ધ માતુશ્રી સુશીલાબહેનની પૂરા પૂજ્યભાવથી સેવા શુશ્રુષા કરી હતી. હાલ પ્રતાપભાઈના બંને સુપુત્રો દાદીમાની સેવા કરી રહ્યા છે. પ્રતાપભાઈ તા. ૨૫-૬-૧૯૪૭ના રોજ હાલારની ધરતી Jain Education International ધન્ય ધરા પર જામખંભાળિયા ગામે જન્મ્યા. તેઓએ નાનપણથી જ જીવનમાં ગણતર કર્યું હતું. તેમને રાજકોટની રાષ્ટ્રીયશાળા તેમજ વિરાણી હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કરવાની તક મળેલી. નાની વયમાં ઘર ઉપરાંત વ્યવસાયની ઘણી જવાબદારી રાજીખુશીથી મૂંઝાયા, વિના, નિભાવી હતી. પ્રતાપભાઈ મોટા અને હીલાબહેન નવીનભાઈ ધોરેચા (અમદાવાદ) ગૃહસ્થી સંભાળે છે. પ્રદીપભાઈ લઘુબંધુ તેઓની બધી જ જવાબદારી તેમણે નિભાવેલી અને હાલ તેમનાં સંતાનો જવાબદારી અદા કરે છે. સંતાનો અમિત તથા આશિત સાથે પ્રતાપભાઈએ બહુ જ ટ્રેન્ડલી વ્યવહાર કરેલો. તેઓએ અમિતઆસિત સાથે વિદેશના પ્રવાસો ધંધાના વિકાસ અર્થે નવું-નવું જાણવા, શીખવા અને કુદરતના ખોળે આનંદ લેવા, ફરવા– હરવા કર્યા હતા. તેમનાં ઘણાં પરિવારજનો અમેરિકા, ઇંગ્લેન્ડમાં વસે છે. સંઘર્ષથી ક્યારેય પાછા નહીં પડેલા પ્રતાપભાઈ નાના હતા ત્યારે રાજકોટની કાપડ મિલમાં કામ કરતા હતા. તેઓએ સ્ટોપર, હાલ્ડ્રાફ જેવી વસ્તુઓનું રીપેરીંગ કરેલું. તેમના અનેક સદ્ગુણોમાં એક ગુણ તેઓ હંમેશા સ્વાવલંબી રહ્યા હતા. ત્વરિત નિર્ણય લેવાના તેઓ આગ્રહી હતા. નૈસર્ગિક વાતાવરણ તેમને બહુ જ ગમતું. બહુ ઓછા ઉદ્યોગકારો હશે કે જેમણે યંત્રવત્ જીવનમાં ફોટોગ્રાફી કરી હોય. પ્રતાપભાઈએ કરેલી ફોટોગ્રાફીના કલાત્મક ફોટોગ્રાફ વર્ષો પૂર્વે ફૂલછાબ દૈનિકમાં પ્રગટ થયેલા. તેઓ એક નહીં, પણ ત્રણ કેમેરા રાખતા હતા. ફોટોગ્રાફીમાં નેશનલ જ્યોગ્રાફીમાં એવોર્ડ પણ તેમને મળેલો. તેમના મિત્ર શ્રી જસુભાઈ અડિયેચા સાથે તેમણે કુદરતના ખોળો ખૂબ જ ખૂંઘો છે. તેઓ પૂરેપૂરા સંવેદનશીલ રહ્યા છે. તેના અનેક પ્રસંગો નોંધી શકાય તેમ છે. તેમના ઉદ્યોગ સંકુલમાં ઓફિસ વર્ક સંભાળતા શ્રી મણિયારભાઈ પ્રતાપભાઈની ઊંચાઈ શી હતી તે વર્ણવતાં કહે છે કે, જ્યારે મારાં માતુશ્રીનું · અવસાન થયું ત્યારે તેઓ તરત જ મારી પાસે આવેલા. મારાં માતુશ્રી તેમનાં જ માતુશ્રી છે, તેવા ભાવ સાથે તેઓએ ઉત્તરક્રિયાના સમયે સગાંસંબંધીને બાની સ્મૃતિમાં ચાંદીની વાટકી પ્રસાદીમાં આપી હતી. તેમણે મારી સાથે કે અમારા કારખાનાનાં નાનામાં નાના માણસ સાથે કોઈ અંતર ક્યારેય રાખ્યું નહોતું. અમારા ઉપર પૂરેપૂરો ભરોસો હતો અને અમે સૌ તેમને સગાભાઈ જ ગણતાં.” For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970