Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 859
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એક ફરિશ્તા અને દર્દીનારાયણ ડૉ. એચ. એલ. ત્રિવેદી [પોતાના જન્મ દિવસે જે કાંઈ ભંડોળ આવે તે દર્દીનારાયણને સમર્પિત કરે છે] એક આધુનિક ફરિશ્તા, .તા ૩૧ ઓગષ્ટનો પ્રત્યેક વર્ષનો દિવસ જેઓ દર્દીનારાયણના દિવસ તરીકે ઊજવે છે એવા ડૉ. એચ. એલ. ત્રિવેદી. હળવદની નજીક એવું ચરાડવા ગામ. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં પૂર્વજો ચરાડવાના રાજકુટુંબનાં બાળકોના શિક્ષકો તરીકે રહેવા ગયા. બદલામાં વળતરરૂપે અને સમ્માનના પ્રતીક તરીકે ખેતર અને ખોરડાં મળ્યાં. પિતા લક્ષ્મીશંકરને તે જમાનામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટેનો એવોર્ડ મળેલો. કાકા પણ વ્યવસાયે તબીબ હતા. ડૉ. એચ. એલ. ત્રિવેદીના સૌથી મોટા ભાઈ હરિપ્રસાદ જે એગ્રિકલ્ચર ક્ષેત્રે વૈજ્ઞાનિક થયા. સૌથી નાના કાર્તિક, જે આં.રા. ક્ષેત્રે ખ્યાતનામ ચિત્રકાર હાલ ન્યૂયોર્કમાં છે. બીજા ક્રમે હરગોવિંદ ત્રિવેદી. માતાનું નામ શારદાબહેન. બે બહેનો સુશીલા અને કુંદન તેના શ્વસુરગૃહે સુખ–આરામ વચ્ચે કિલ્લોલે છે. કાકા મગનલાલ પરિવારના પહેલા તબીબ “હવે પછીનો કોઈ ડૉક્ટર હશે તો તે હરગોવિંદ હશે.” એવું સુખદ સ્વપ્ન સેવનાર હતા. ૧૦૦માંથી ૧૦૦ ગુણ લાવનાર હરગોવિંદને તેઓ માંગરોળની કોરોનેશન હાઇસ્કૂલમાં દાખલ કરવા લઈ ગયા. ૬ ધોરણ સુધી ભણ્યા. કાકાને તબીબી-પ્રેક્ટિસ માટે સ્થળાંતર થતાં હરગોવિંદને પાછા આવવું પડ્યું અને પિતાશ્રીની બદલી વાંકાનેરની નજીક લૂણસર થતા ત્યાં ભણ્યા. હાઇસ્કૂલનું શિક્ષણ વાંકાનેર અને અમરસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૪૮માં માતાનું અવસાન. પિતાની બદલી-બઢતી સાથે મોરબી, તેથી વી. સી. હાઇસ્કૂલમાં શિક્ષણ લીધું અને મેટ્રિકની પરીક્ષા આપી. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુસ્તકાલયનાં તમામ પુસ્તકોનું વાચન. ૧૯૩૨થી ૪૭ના બ્રિટિશ હકૂમત સામે ચળવળના દિવસો. આ સમગ્ર ચિતારથી વિદ્યાર્થી અવસ્થામાં પાંગરતું પુષ્પ પાંગરતું ગયું. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રથમવર્ગમાં ડિસ્ટિક્શન સાથે ઉત્તીર્ણ થયા અને અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. Jain Education International ૮૪૯ કોલેજમાં ઇત્તર પ્રવૃત્તિમાં એટલો જ રસ. જીમમાં પણ જોડાયા. સાહિત્યલેખન પણ કરતા. અમેરિકન એલચી કચેરી દ્વારા લેવાતી પરીક્ષા E.C.F.M.G., જે ૯૬ % માર્ક્સ સાથે પસાર કરી. ટિકિટ-વ્યવસ્થા સ્વીકાર્ય થતાં, તા. ૨૬ જૂન, ૧૯૬૩ના રોજ ન્યૂયોર્ક જવા રવાના થયા અને ત્યાંથી ઓહિયો ખાતે લેઇકવૂડ હોસ્પિટલમાં ત્રણ વર્ષ રેસિડન્ટ ડોક્ટર રહ્યા. તાલીમ પણ સુશીલ વિદ્યાર્થી તરીકે પસાર કરી. ત્રીજા વર્ષને અંતે નેફોલોજીમાં મહત્ત્વનું પેપર રજૂ કર્યું. પ્રશંસા વચ્ચે ત્યાંના મેડિકલ જર્નલમાં લેખો પ્રગટ થયા. ડૉ. વિલિયમ કોલ્ફ (જેઓ ગુરુસ્થાને છે)નું પ્રવચન “મૂત્ર પિંડો નિષ્ફળ જતાં કરાતી સારવાર”—સાંભળીને નક્કી કર્યું કે “હવેથી હું મારી જાતને આ વિષય પરત્વે સમર્પિત કરીશ.” ડૉ. ઇરવીન પેજે સ્ટોફર કુટુંબની સહાયથી નોબેલ પ્રાઇઝ સમકક્ષ ઇનામ જાહેર કર્યું. આગળ જતાં જે વિશ્વનું શ્રેષ્ઠ પુરસ્કૃત પ્રતીકરૂપ બન્યું, જે મેળવવા સૌથી વધુ હક્કદાર ડૉ. ઇરવિન પેજ હતા, પણ પોતે સ્થાપના કાર્યમાં કેન્દ્રસ્થાને હોઈ અન્ય માટે મોટું ઔદાર્ય દર્શાવ્યું. .—આ ગુરુમંત્રને ડૉ. ત્રિવેદી સાહેબે આજીવન સ્વીકાર્યો છે. ઘણા બધા એવોર્ડો–સ્થાપનામાં પોતે અગ્રેસર હોઈ, પછી કોઈ એવોર્ડ સ્વીકારતા નથી. ત્યારબાદ કેનેડા ગયા. ત્યાંની ઘણી પરીક્ષાઓ ઊંચા ગુણાંકે પાસ કરી અને FRCની ડિગ્રી મેળવી. ૧૯૭૭માં કેનેડા છોડ્યું. તે દરમ્યાન તાર દ્વારા સમાચાર મળ્યા કે ‘સિવિલ હોસ્પિટલમાં નેફોલોજી-ડાયાલિસિસ એકમના વિઝિટિંગ પ્રોફેસર તરીકે આવો” આમંત્રણનો આનંદ થયો. ત્રણ મહિના બાદ દેશબાંધવોની સેવા કરવાનો માંહ્યલો મનસૂબો આકાર લઈ રહ્યો હતો. તે દરમ્યાન સુરેન્દ્રનગરના રેલ્વે સ્ટેશન પર ત્ર્યંબકભાઈ પટેલ (જે પિતા લક્ષ્મીશંકરભાઈના મિત્ર હતા) નામના એક સ્વાતંત્ર્યસેનાની મળી ગયા. તેમણે ત્રિવેદી સાહેબને કહ્યું કે, “તમારી સાચી જરૂર દેશમાં જ છે.'—આ શબ્દોએ આંતરખોજ થતી રહી. ૧૯૭૬-કટોકટી ચાલતી હતી. સરકાર તરફથી ઇન્ટરવ્યુનો તાર મળ્યો. ન જતાં બી. જે. મેડિકલમાં પ્રાધ્યાપકની નિમણૂકનો તાર મળતાં....૧૯૭૭-૧૦ જાન્યુઆરીના રોજ હાજર થવા અમદાવાદ આવ્યા. દેશનેતા આચાર્ય કૃપલાણી જે કીડની સારવાર માટે આવતાં તેમનો ગાઢ પરિચય થયો. ૧૯૮૧નું વર્ષ–દેશબાંધવોના દર્દ દૂર કરવા એક સારવાર કેન્દ્ર ઊભું કરવું હતું. એકવાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970