Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 901
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉજ્જવળ કારકિર્દી પણ આરંભી. તેમના બન્ને સુપુત્રો ડૉ. રશ્મિકાન્તભાઈ (જી.વાય.એમ.ઈ.સી.)ની પદવી પ્રાપ્ત કરીને અમેરિકામાં પ્રેક્ટિસરત છે. બીજા પુત્ર હસમુખભાઈ સોલિસિટર છે અને દુબઈમાં પ્રેક્ટિસ કરે છે. પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓનું કુટુંબવૃક્ષ પિતા દીપચંદભાઈની દાનવીર પ્રવૃત્તિને પોષક અને પ્રોત્સાહક રહ્યું છે. એમના પરિવારને દાનશીલ પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં તેઓ સહજ રીતે સાંકળી શક્યા એ તેમના પારસમણિ સમાન વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ છે. પરિવારની સંપત્તિમાંથી અનેક ટ્રસ્ટોની રચના કરીને સેવાકીય પ્રવૃત્તિના ફલકને તેમણે વિસ્તાર્યું છે. કુટુંબનાં પરિવારજનો પણ એમનાં વિવિધ ટ્રસ્ટો જેવાં કે (૧) શ્રી દીપચંદભાઈ ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૨) શ્રી દીપચંદભાઈ ગાર્ડી સોશ્યલ એન્ડ રિલિજિસ ચેરિટેબલ ટ્રસ્ટ (૩) શ્રી દીપચંદભાઈ ગાર્ડી રૂરલ એન્ડ એનિમલ પ્રોટેક્શન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (૪) સંસ્કૃતિદીપ ફાઉન્ડેશન (૫) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૬) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ફાઉન્ડેશન, જેવાં સેવાકીય પ્રવૃત્તિનાં ટ્રસ્ટો દ્વારા સમાજમાં શિક્ષણક્ષેત્રે, આરોગ્યલક્ષી, જીવદયાલક્ષી, આપત્તિલક્ષી અને નિરાધારલક્ષી સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે. આ બધામાં દૃષ્ટિતેજ તો દીપચંદભાઈ ગાર્ડી જ છે. પોતે સ્વયં પ્રત્યેક લાભાર્થીઓના પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે. રાજકોટમાં એમનું નાગરિકસમ્માન તો અવર્ણનીય પ્રસંગ હતો. મહાવીર માર્ગના અનેક સંઘ, ફીરકાઓ, સાધુ– ભગવંતોએ એમનાં સમ્માન કરેલાં છે. દેશમાં તેઓએ રાષ્ટ્રીય અતિથિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગદ્ગુરુ શંકરાચાર્ય, પ્રમુખસ્વામી જેવા સાધુ-સંતોએ આશિષ વરસાવી છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ અને પોપ પોલ જેવા ખ્રિસ્તી ધર્મના ટોચના સંતે પણ તેમને સમ્માનિત કરેલા છે. ભારતના શ્રેષ્ઠ સંતો પાંડુરંગ આઠવલે, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા વગેરેના આશીર્વાદરૂપી એવોર્ડથી વિભૂષિત દીપચંદભાઈ ભારતીય મહાજનપરંપરાના વસ્તુપાળ, મોતીશા, શાંતિદાસ, કસ્તુરભાઈ લાલભાઈ, દલપતભાઈ–પરંપરાના તેજસ્વી વારસદાર તરીકે ઉદાહત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ–પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવાય છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા Jain Education International ૮૯૧ પણ પ્રાચીન ભારતની કર્ણ અને બલિ રાજાની દાનપરંપરા આજે પણ જીવંત છે. દીપચંદભાઈના પ્રથમ પ્રારંભિક અનુદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં જૈન એકેડેમી’ અને ‘ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન'ના નિર્માણ પામેલ નૂતન ભવન દિનાંક : ૧૯-૭-૧૯૯૮ના રોજ તેમના હસ્તે ખુલ્લું મુકાયેલ. આયુષ્યના દશમા દાયકામાં પ્રવેશેલા દીપચંદભાઈ બાણું વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને માટે એક મોટું સંભારણું બની રહેશે. આપણે સેવાપરાયણ એવા કોઈ મહામાનવના સમકાલીન હતા એ માટે કોઈ એક નામ આપીને ગૌરવ લઈ શકીએ એવું નામ આપવું હોય તો, એ છે દીપચંદભાઈ ગાર્ડી. એમની ઉમદા દાનવૃત્તિ-પ્રવૃત્તિના સાક્ષી બનવાનું અને એમની સંગત સાંપડવાનું ગૌરવ અને ગર્વ લઈ શકીએ એવી વ્યક્તિ છે. દીપચંદભાઈ ગાર્ડી. આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી.લિટ.ની માનદ્ પદવી એનાયત કરે એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે. ગ્રંથ સંપાદક શ્રી નંદલાલ દેવલુક એક પત્રકારતી હેસિયતથી ચારેક દાયકાથી શ્રી ગાર્ડી સાહેબતા સંપર્કમાં રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970