________________
૦૯૨
ધન્ય ધરા
હિન્દીના વર્ગો શરૂ કરેલા. કાનજીભાઈ ચૌહાણને પરીક્ષામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. તેઓએ જીવનપર્યત રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારના ભેખધારી તરીકે સુપેરે કામ કર્યું. કલ્પનાબહેનનાં માતા મનોરમાબહેન ઘરશાળામાં હિન્દી ભાષાનાં વિદ્યાર્થીપ્રિય શિક્ષિકા હતાં.
અભ્યાસ : માતાપિતા બને કેળવણી ક્ષેત્રે કાર્યરત. કલ્પનાબહેનનો ઉછેર એ વાતાવરણમાં થયો. ભાવનગરની દક્ષિણામૂર્તિ અને ઘરશાળા-બને સંસ્થાઓ રાષ્ટ્રીય વિચારધારાથી રંગાયેલી. વિદ્યાર્થીઓના વિકાસને મુક્ત વાતાવરણ પૂરું પાડનારી સંસ્થાઓ. કલ્પનાબહેને દક્ષિણામૂર્તિ અને પછી ઘરશાળામાં અભ્યાસ કર્યો. જ્યાં અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘરશાળામાંથી એસ.એસ.સી.માં ઉત્તીર્ણ થઈને એમ. જે. કોમર્સ કૉલેજ, ભાવનગરમાંથી બી.કોમ. થયાં. એ પછી મ. સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા જઈને Msw માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડીગ્રી મેળવી.
શાળા અને કૉલેજના અભ્યાસની સાથે ભાવનગરમાં કથકનૃત્ય વિશારદ ધરમશીભાઈ શાહ પાસે કથક નૃત્યની તાલીમ લીધી અને વિશારદ થયાં. ૧૯૭૦ વડોદરામાં એમ.એસ. યુનિ.માં કલાગુરુ સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની વિશેષ તાલીમ લીધી હતી.
શાળા અને કૉલેજના અભ્યાસ દરમ્યાન વક્નત્વ સ્પર્ધા, એકાંકી નાટિકાઓ, શાસ્ત્રીય નૃત્ય આમ બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉલટભેર ભાગ લેતાં હતાં અને જુદાં જુદાં ઇનામો મેળવ્યાં હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અને પછી ગુજરાત રાજ્યના યુવક મહોત્સવમાં પ્રથમ ક્રમે આવીને પારિતોષિકો પ્રાપ્ત કર્યા હતાં.
માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડીગ્રી મેળવ્યા પછી કલ્પનાબહેન ભાવનગરની જહાંગીર વકીલ મીલમાં એમ.આઈ.એસ. મેનેજર તરીકે જોડાયાં. ૧૯૭૬.
ગ્રી મેળવીને સાદી સીધી નોકરી કરવાનું તેમનું લક્ય નહોતું. સ્વાતંત્ર્ય સેનાની શિક્ષક દંપતીની મધ્યમ વર્ગની આ યુવતી નામ પ્રમાણે કલ્પનાના ઉચ્ચ ઉયનો સિદ્ધ કરવા માગતી હતી. ૧૯૮૦માં રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ભારતનાં ત્રણ રાજ્યો-ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી International Fellowship માટે એક માત્ર કલ્પનાબહેન
પસંદગી પામ્યાં અને તેમને અભ્યાસ અર્થે અમેરિકા જવાની તક મળી.
અમેરિકામાં એડેલ્ફી યુનિવર્સિટી ન્યૂયોર્કમાંથી તેઓએ M.B.A.ની ડીગ્રી મેળવી અને એ પછી અમેરિકામાં વ્યવસાયક્ષેત્રે પદાર્પણ કર્યું.
- વ્યવસાય : * સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂયોર્કના ફોરેન એચેન્જ વિભાગમાં મેનેજર (૧૯૮૧ થી ૧૯૮૫) તરીકે જોડાયાં. અહીંથી તેમની વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ થયો. કાર્યનિષ્ઠા અને ખંતથી તેઓ ક્રમશઃ એક પછી એક સિદ્ધિનાં સોપાન ચઢતાં ગયાં.
* ૧૯૮૫થી ૧૯૯૧ યુની. બેંક ન્યૂયોર્કમાં ટ્રેડીંગ રૂમવાઈસ પ્રેસિડેન્ટની જવાબદારી અદા કરી.
* ૧૯૯૧ થી ૧૯૯૮ સી.આઈ.બી.સી.–ઓપન હાઇમર-માં વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રેઝરી ઓપરેશન તરીકે જોડાયાં. મલ્ટી મિલિયન ઇન્ટર બેંક, ફોરેન એક્ષચેન્જ, મની માર્કેટ, ગવર્મેન્ટ બોન્ડસ્ ઇત્યાદિ વ્યવહારોની જવાબદારી તેમણે સંભાળી હતી. ૩000 કર્મચારીઓની આ બેંકમાં આવા ઉચ્ચ હોદ્દા પર એક માત્ર એશિયન મહિલા-કલ્પનાબહેન હતાં.
બે દાયકા સુધી તેમણે બેંકીંગ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે સફળતાપૂર્વક કામ કર્યું. મોટી કંપનીઓમાં વહીવટી કામ કરવાનો બહોળો અનુભવ મેળવ્યા પછી ૧૯૯૮માં બેંકનું કામ છોડ્યું. પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. (૧૯૯૮)
કલ્પનાબહેને યુનીક કયૂટર [Unique comp. Inc.)ની સ્થાપના કરી. તેમણે ‘યુનીક' નામ ગઝલગાયક જગજીતસિંહના આલ્બમ ઉપરથી પસંદ કર્યું હતું. જેની જાણ શ્રી જગજીતસિંહજીને કરી અને તેમણે કંપની માટે રૂબરૂ શુભેચ્છાઓ આપી. કલ્પનાબહેન કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર છે. કાર્યનિષ્ઠા સખ્ત પરિશ્રમ અને કુશળ નેતૃત્વ દ્વારા વ્યવસાયક્ષેત્રે “યુનીક કયૂટર’ની ગણના ઉત્તમ ૫૦ એશિયન માયનોરીટી બીઝનેસ માંહેની એક મહત્ત્વની કંપની તરીકેની થાય છે.
એવોસ :
* ૨૦૦૫માં મેયર માઈકેલ લૂમબર્ગ દ્વારા ગૌરવવંતા NYC, Small Business award of Distinction 24 સાથોસાથ નેશનલ રીપબ્લીકન કોંગ્રેસ કમિટિ દ્વારા Entrepreneur of the year award-2005 પ્રાપ્ત કર્યો.
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org