________________
૪૫૮
ધન્ય ધરા
એકલતા,
ખાલીપો, નિ:સહાયતા, | સંવેદનશૂન્યતા, નબળાઈ, ગરીબી વગેરે વૃદ્ધાવસ્થાને વળગેલા શાપ છે. આમાનું કોઈ ને કોઈ, કોઈ પણ વૃદ્ધને આવી મળતું હોય છે. મૃત્યુ કરુણ નથી, મૃત્યુ તો પરમ શાંતિ છે, પણ મૃત્યુ પૂર્વેની આ અવસ્થા કરુણાતિકરુણ છે. એ સ્થિતિ કરુણ છે એટલી જ ભયાવહ છે. એમાં એક તરણાનો આધાર પણ મનને સંતોષ આપે છે કે ભલે બધું નથી, આ તો છે! અહીં દાદા અને માનો સહવાસ-સહભોજન એટલું તો આશ્વાસન આપે છે કે, ભલે બધું નથી, આ તો છે!
છબીકાર-હરેશ પટેલ
ઘડપણ”
ધન-વૈભવ, સત્તાસંપત્તિ, માન-મોભો-મરતબો, પુત્રપૌત્રાદિની લીલીવાડીથી ભરીભરી જિંદગી જિંદગી છે? ના, ના ના. તમે જીવતા હો તો જિંદગી છે. તમે ખુદ ખુદ્દાર હો તો જિંદગી છે. તમે આંખે જોઈ શકતા ન હો, કાને સાંભળી શકતા ન હો, ઊઠીને ચાલી શકતા ન હો તો ધન-વૈભવ અને પુત્રપૌત્રાદિક શા કામનાં? તમે કોઈ પળે જિંદગીને એક ખડખડાટ હાસ્યમાં પલટાવી શકો તો જિંદગી તમને સ્વયંવર- મંડપમાં દોરી જશે!
છબીકાર-નમિતા ખરિદીયા
ઘડપણ
Jain Education Intemational
For Private & Personal Use Only
ation Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only