________________
શાશ્વત સૌરભ ભાગ-૨
નિઃસીમ લીલીછમ્મ ધરતી અને માથે અસીમ આકાશ છે, સર્વત્ર નિર્જનતા છવાયેલી છે, છતાં એક વૃક્ષ નીચે બેઠેલું આ કુટુંબ કયા સુખનો અનુભવ કરે છે? એકાદ કપડું પાથર્યું-ન પાથર્યું અને લાંબી થયેલી સ્ત્રી, વૃક્ષને હાથનો ટેકો આપી બેઠેલો પુરુષ અને આનંદ-સંતોષઆશ્ચર્યથી બેઠેલો બાળક, જાણે આકાશનો માંડવો અને ધરતીનો બાજોઠ કરીને બેઠો હોય તેમ લાગે છે! બાજુમાં પડેલાં બે બગસા બતાવે છે કે એમના જીવતરની માલમિલકત એમની સાથે છે, એટલાં એ નિરાશ્રિત છે; તો કયો ભાવ, કઈ લાગણી, કઈ સંવેદનાથી એ નિરાંતવાં બેઠાં છે? પ્રેમ જ ને!
પ્રેમ' એટલે આશરો.
છબીકાર-સુનીલ અજમેરી
પ્રેમ એટલે વાત્સલ્ય.
LI માતાના ગર્ભમાંથી વિશ્વના સંતાન કયા અવલંબને ટકી શકતું હશે જ વિવાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે નવજાત શિશુને જીવન ટકાવવા જેટલા પોષણની જરૂર પડે છે, એના કરતાંય વધુ જરૂર વાત્સલ્યની પડે છે. માતાના દૂધ કરતાં ય માતાનો સ્પર્શ, માતાની હૂંફ એના જીવનને વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. એનો આનંદ જેટલો માતાને હોય છે એટલો જ સંતાનને પણ હોય છે. એનાં કોઈ સમીકરણો નથી હોતાં; એ તો માત્ર અનુભવવાની વસ્તુ હોય છે; જે પશુપંખીથી માંડીને પ્રત્યેક માનવીએ અનુભવી હોય છે.
છબીકાર-મધુસૂદન ગાંધી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org