SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિઃસીમ લીલીછમ્મ ધરતી અને માથે અસીમ આકાશ છે, સર્વત્ર નિર્જનતા છવાયેલી છે, છતાં એક વૃક્ષ નીચે બેઠેલું આ કુટુંબ કયા સુખનો અનુભવ કરે છે? એકાદ કપડું પાથર્યું-ન પાથર્યું અને લાંબી થયેલી સ્ત્રી, વૃક્ષને હાથનો ટેકો આપી બેઠેલો પુરુષ અને આનંદ-સંતોષઆશ્ચર્યથી બેઠેલો બાળક, જાણે આકાશનો માંડવો અને ધરતીનો બાજોઠ કરીને બેઠો હોય તેમ લાગે છે! બાજુમાં પડેલાં બે બગસા બતાવે છે કે એમના જીવતરની માલમિલકત એમની સાથે છે, એટલાં એ નિરાશ્રિત છે; તો કયો ભાવ, કઈ લાગણી, કઈ સંવેદનાથી એ નિરાંતવાં બેઠાં છે? પ્રેમ જ ને! પ્રેમ' એટલે આશરો. છબીકાર-સુનીલ અજમેરી પ્રેમ એટલે વાત્સલ્ય. LI માતાના ગર્ભમાંથી વિશ્વના સંતાન કયા અવલંબને ટકી શકતું હશે જ વિવાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે નવજાત શિશુને જીવન ટકાવવા જેટલા પોષણની જરૂર પડે છે, એના કરતાંય વધુ જરૂર વાત્સલ્યની પડે છે. માતાના દૂધ કરતાં ય માતાનો સ્પર્શ, માતાની હૂંફ એના જીવનને વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. એનો આનંદ જેટલો માતાને હોય છે એટલો જ સંતાનને પણ હોય છે. એનાં કોઈ સમીકરણો નથી હોતાં; એ તો માત્ર અનુભવવાની વસ્તુ હોય છે; જે પશુપંખીથી માંડીને પ્રત્યેક માનવીએ અનુભવી હોય છે. છબીકાર-મધુસૂદન ગાંધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy