________________
४४०
ધન્ય ધરા,
“કેળવણી
જીવન કેળવાય તો જીવન જીવવાનું મન થાય એમ બને. જીવન એકાગ્ર અને એકલવીર બને. પરવશ કે પરાધીન જીવનનો તો અર્થ પણ શો? તમે છો અને બ્રહ્માંડ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. બ્રહ્માંડનાં પંચમહાભૂતો સાથે સતત તાદાભ્ય સાધવું એ પણ જીવનની ધન્યતા છે. પ્રકૃતિની વિરાટ સહોપસ્થિતિમાં મયૂર વિચારે છે, કે યુવાન વિચારે છે કે, “હું એકલો છું કે આ બ્રહ્માંડ સાથે છે?”
છબીકાર-સુરેશ પારેખ
આ વિશ્વનો, વિશ્વમાંના પદાર્થોનો એક અર્થ હોય તો તે પ્રેમ છે, એવી પ્રતીતિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશરૂપી પાંચ મહાભૂતોના સંવનનથી સર્જાતી જીવતી મૂર્તિઓ અહર્નિશ કરાવે છે. નહીંતર, માઇલો સુધી ધરબાયેલી શિલાઓ વચ્ચે લીલીછમ કૂંપળો ક્યાંથી ફરફરતી હોય! ક્યાં સૂર્ય અને
ક્યાં પાતાળનાં પાણી?! તો યે પ્રેમના તંતે સંબંધાયેલાં! ! !
છબીકાર-રાજેશ પટેલ
પ્રેમ' એટલે અસ્તિત્વ.
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org