Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 9
________________ ગમે તેટલું ભૂંડું લાગતું હોય તો પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી દુ:ખ આવવાનું જ. અને આ સંસાર પાપના યોગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ પાંચ કર્મબંધના હેતુઓ જ્યાં સુધી ટાળીએ નહિ ત્યાં સુધી આ સંસાર લીલોછમ જ રહેવાનો. દુઃખ જોઈતું નથી છતાં દુ:ખ આવ્યા કરે છે, સુખ જોઈએ છે છતાં મળતું નથી : આ બધી વિષમતા આત્માનું જ્ઞાન ન હોવાના કારણે સર્જાઈ છે. આજે બધાને આત્મજ્ઞાનની વાતો કરવી ગમે છે પણ આત્મજ્ઞાન કોને કહેવાય - એ જ ખબર નથી. માત્ર આંખો બંધ કરીને લાલપીળુકાળું દેખાય તે આત્મજ્ઞાન નથી; સંસારથી ભાગી છૂટવાનું મન થાય અને વિષયકષાયની પરિણતિ શાંત થાય તેનું નામ આત્મજ્ઞાન. જ્યાં સુધી દુ:ખ ટાળવાનું મન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી – એમ સમજી લેવું. જેને દુ:ખ ગમે તેને જ આત્મજ્ઞાન થાય. અનાદિથી દુ:ખ વેઠતા આવ્યા છીએ છતાં દુ:ખની નફરત ગઈ નહિ તેથી એ દુ:ખ વેઠવાનો અભ્યાસ કામ ન લાગ્યો. દુ:ખ કોઈને આપવું નહિ અને કોઈએ પણ આપેલું દુ:ખ મજેથી વેઠી લેવું તેનું નામ આત્મજ્ઞાન. કોઈને દુઃખ ન આપવાની અને કોઈએ પણ આપેલું દુ:ખ વેઠી લેવાની તૈયારી વિના સાચી આસ્તિકતા આવતી નથી અને આવી આસ્તિકતા સાધુપણામાં જ ટકી શકે છે. યોગની આસનાદિ પ્રક્રિયા કર્યા વિના મહાયોગી થઈ શકીએ એવો આ સાધુપણાનો રાજમાર્ગ છે. આ સાચી આસ્તિકતા પામવા માટે જીવનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. કોઈ પણ વસ્તુનું સાચું સ્વરૂપ સામાન્યથી ચાર નિક્ષેપે સમજાય છે. જેના વડે વસ્તુનું સ્વરૂપ સારી રીતે નજર સામે મુકાય અર્થાત્ વસ્તુ નજર સામે આવે એ રીતે વસ્તુનું સ્વરૂપ જેના વડે સમજાવાય તેને નિક્ષેપો કહેવાય. કોઈ પણ વસ્તુને જણાવનાર શબ્દના ઓછામાં ઓછા ચાર પ્રકાર થાય. આ ચાર પ્રકારને ચાર નિક્ષેપા કહેવાય. એક ઘડાસ્વરૂપ વસ્તુને સમજાવવા માટે ‘ઘટ (ઘડો)' શબ્દ વપરાય છે. આ ઘટ શબ્દના ચાર પ્રકાર થાય : નામઘટ, સ્થાપનાઇટ, દ્રવ્યઘટ, ભાવઘટ. ‘ઘટ’ કે ‘ઘડો’ આ પ્રમાણે શબ્દ લખેલો કે બોલેલો હોય તેને નામઘટ કહેવાય. ચિત્રમાં દોરેલો ઘડો હોય તે સ્થાપનાવટ. ‘અહીં ઘડો થશે’ અથવા ‘ઘડો ફૂટી ગયો” આવું જ્યાં બોલાય ત્યાં દ્રવ્યઘટ હોય અને ‘ઘડો લાવો’ એમ કહ્યા પછી જે લવાય તેને ભાવઘટ કહેવાય. સંસ્કૃતમાં સમજવું હોય તો : ‘પદે શ્રમિ' અહીં ‘ટ’ શબ્દ નામઘટને જણાવે છે. ‘ડું વિત્ર ધટે પ’ અહીં “પટ' શબ્દ સ્થાપનાવટને સમજાવે છે. 'ફૂદ ઘટો વિષ્યતિ નો વા' અહીં ‘ઘટ' શબ્દ દ્રવ્યઘટને જણાવે છે અને પેટમાનવ' અહીં ‘ટ’ શબ્દ ભાવઘટને જણાવે છે. ‘ઘડો’ આ પ્રમાણે શબ્દ તે નામઘડો, ચિત્રનો ઘડો તે સ્થાપનાઘડો, ઘડો થવા પહેલાંની કે ઘડો ફૂટ્યા પછીની અવસ્થા તે દ્રવ્યઘડો અને પાણીથી ભરેલો ઘડો તે ભાવ ડો. આટલું તો સમજાય અને યાદ રહે એવું છે ને ? નામનિક્ષેપાના બે ભેદ છે : એક વર્નાવલી (શબ્દ) સ્વરૂપ નામનિક્ષેપો અને બીજો, જેમાં અર્થ ઘટતો ન હોય તેવી વસ્તુને તે નામથી બોલાવીએ તે અર્થને પણ નામનિક્ષેપો કહેવાય. દા.ત. કોઈ દરિદ્રનું કુબેર નામ પાડ્યું હોય તો તે દરિદ્રને નામથી કુબેર કહેવાય. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં જણાવ્યું છે કે કોઈ ગોવાળિયાના દીકરાનું ‘ઇન્દ્ર' નામ પાડ્યું હોય તો તે વ્યક્તિને ઇન્દ્રનો નામનિક્ષેપો કહેવાય. ગુણસંપન્ન વ્યક્તિનું તે નામ પાડ્યું હોય તો તે ભાવનિક્ષેપામાં જાય. પરંતુ ગુણરહિતનું નામ પાડ્યું હોય તો તેને નામનિક્ષેપો કહેવાય. તમે શ્રાવક કહેવાઓ છો અને અમે સાધુ કહેવાઈએ છીએ તે નામથી જ ને ? તમે નામથી શ્રાવક કે ભાવથી ? શાસ્ત્રકારોએ આ નિક્ષેપા ગુણના અર્થી બનીને ગુણસંપન્ન બનવા માટે જણાવ્યા છે, ગુણરહિત રહેવા માટે નહિ. અમને કોઈ સાધુમહારાજ કહે તો અમને પણ વિચાર આવવો જોઈએ કે અમારામાં નામથી સાધુતા છે કે ભાવથી ? જે મોક્ષની સાધના કરે તેને સાધુ કહેવાય. જે શ્રાવકની પલસી કરે, શ્રાવકોનું ઔચિત્ય જાળવે, તેમની પાછળ દોડાદોડ કરે તેનામાં સાધુતા ક્યાંથી આવે ? નામનિક્ષેપોમાંથી ભાવનિક્ષેપામાં જવું છે. સવ નિક્ષેપાનો અર્થ તો પ્રતિપાદ્ય વસ્તુનું સ્વરૂપ છે, તો જે અર્થ ઘટતો ન હોય તેનો સમાવેશ તેમાં ક્યાંથી થાય ? નિક્ષેપા તેને કહેવાય કે જે વસ્તુના વિસ્તૃત સ્વરૂપની નજીક લઈ જાય. એ વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે બનાવટી સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. બનાવટી વસ્તુનો પણ તે રૂપે વ્યપદેશ થાય છે ને ? વસ્તુને જણાવનાર શબ્દનો પ્રયોગ જ્યાં જ્યાં થતો હોય તે દરેકનો સમાવેશ આ નિક્ષેપોમાં થાય છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ નજર સામે આવે તે માટે આ નિક્ષેપાનું વર્ણન છે, આ કાંઈ માત્ર શબ્દોનો આડંબર નથી. નિક્ષેપા જે સમજાઈ જાય તો શાસ્ત્રના જ્ઞાનનું એક સાધન સમજાઈ ગયું - એમ સમજવું. નય, નિક્ષેપ અને સમભંગી : આ ત્રણ સાધન શાસ્ત્રજ્ઞાનનાં (૧૫)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92