________________
સ૦ પોષ મહિનાની ઠંડી હોય તોપણ ઠંડા પાણીથી જ નહાવાનું !
અને તે પણ નદીએ જઈને ખુલ્લી જગ્યામાં નિર્દોષ ભૂમિ ઉપર નહાવાનું જણાવ્યું છે, જેથી જ્યણા સચવાય અને પરિષહ-ઉપસર્ગ વેઠવાનો અભ્યાસ પડે. દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડયા વિના પરિષહ-ઉપસર્ગ વેઠી ન શકાય. આથી ભગવાને દુ:ખ ટાળવાની ના પાડી છે. જે દુ:ખ ટાળે તે પરિષહ કે ઉપસર્ગ વેઠી ન શકે. પૂજા માટે સ્નાન કરનારાનું ધ્યેય તો સાધુ થવાનું જ હોય ને ? સાધુપણામાં આવ્યા પછી જેઓએ દુ:ખ ટાળ્યું તેઓ પરિષહુથી હારી ગયા, સમ્યકત્વ ગુમાવી બેઠા અને ચારિત્રથી ભ્રષ્ટ થયા. એક વાર જીવનું અસ્તિત્વ માની લઈએ તો કોઈ જીવને દુ:ખ આપવાનું ન બને. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબનો ધર્મ
યે જીવનિકાયની રક્ષામાં જ સમાયેલો છે. બીજા જીવોને સુખ અપાય કે ન અપાય, દુઃખ તો નથી જ આપવું, તે માટે આપણે સુખ નથી ભોગવવું. આ સંસારમાં બીજાને દુ:ખ આપ્યા વિના, પાપ કર્યા વિના એકે સુખ ભોગવાતું નથી માટે ભગવાને સુખ ભોગવવાની ના પાડી છે. સુખ મજેથી ભોગવનારા બીજાના દુ:ખની ચિંતા કરતા નથી : એમ માનવું પડે. પૃથ્વીકાયાદિને જીવ તરીકે સ્વીકારે, પોતાના આત્મા જેવો જ આત્મા તેઓનો છે - એવું માને તે આ સંસારમાં કોઈ રીતે જીવી શકે નહિ, તેને તો વહેલી તકે આ સંસારમાંથી ભાગી છૂટવાનું મન થાય. શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા તે વખતે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થયો, એમ જાણીને ઘણાં સાધુસાધ્વીજીએ અનશન સ્વીકાર્યું. કારણ કે હવે સંયમ દુરારાધ્ય થયું. કોઈ પણ જીવની વિરાધના કર્યા વિના જીવી શકાય - એવું આ સાધુજીવન છે. આ સાધુજીવનમાં જ્યણા પ્રધાન છે. આથી જ શાસ્ત્રમાં જણાવ્યું છે કે ચોમાસાના દિવસોમાં જીવજંતુનો ઉપદ્રવ ઘણો હોવાથી સ્વાધ્યાય ઓછો થાય તો વાંધો નહિ, પણ વારંવાર પ્રતિલેખના અને પ્રમાર્જના કર્યા કરવાની આજે અમે તો ચોમાસામાં જ બધી ઉપાધિઓનાં પોટલાં ભેગાં કરીએ ! શાસ્ત્રકારોએ ચાતુર્માસમાં આરાધના કરાવવા માટે સાધુસાધ્વીને એક સ્થાને રહેવાની આજ્ઞા નથી કરી, વિરાધનાથી બચવા માટે એક સ્થાને રહેવાનું વિધાન છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે શક્તિ હોય અને ખાધાપીધા વિના રહી શકાતું હોય તો ચોમાસાના દિવસોમાં મકાનની બહાર પગ ન મૂકવો. માત્ર આહારપાણી માટે બહાર નીકળવું. જ્યારે આજે તો ચોમાસાના દિવસોમાં જ
ચૈત્યપરિપાટી, જાહેર પ્રવચન, વાચનાશ્રેણી, ઉત્સવ- મહોત્સવ વગેરે અનેક પ્રકારનાં અનુષ્ઠાનોનાં આયોજન કરાય !
સ0 વરસાદ તો ચોમાસા પહેલાં શરૂ થઈ જાય તો ત્યારે વિહારની રજા કેમ ?
શ્રી કલ્પસૂત્રનાં સામાચારી વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે વરસાદના દિવસો હોય તો છેલ્લો માસકલ્પ ચોમાસાના ક્ષેત્રમાં કરવો અને પાછળથી પણ કાદવકીચડ સુકાયા ન હોય તો ચોમાસા પછીનો પહેલો માસકલ્પ પણ ચોમાસાના ક્ષેત્રમાં કરવો - આ રીતે છ મહિનાનો કલ્પ કરવાનું વિધાન શાસ્ત્રમાં છે.
સ0 ચોમાસાના પહેલાં પચાસ દિવસ વરસાદ વધુ હોય છતાં તે પચાસ દિવસનો કલ્પ અનિયત કહ્યો અને પાછળથી વરસાદ ઓછો હોવા છતાં સિત્તેર દિવસનો કલ્પ નિયત કહ્યો તેનું કારણ શું ?
ચોમાસાના પહેલા પચાસ દિવસનો કલ્પ નિયત ન કરવાની વાત તો અમારા નિમિત્તે થતી વિરાધનાથી બચવા માટે છે. શરૂઆતમાં વરસાદ આવે એટલે મકાનમાં ક્યાંથી પાણી ગળે તે ખબર પડે. તેવા વખતે જો ચાતુર્માસ નિયત છે – એમ જણાવીએ તો તે ઉપાશ્રયાદિમાં અમારા નિમિત્તે જે સમારકામ કરે તેમાં થતી વિરાધનાનો દોષ અમને લાગે. એ વિરાધનાના દોષથી બચવા માટે પાંચ પાંચ દિવસની મુદત આપી અંતે ચાતુર્માસનો નિર્ણય આપવાની વાત કરી. વિહાર કરવા માટે એ કલ્પને અનિયત નથી જણાવ્યો, વિરાધનામાં નિમિત્ત બનવાના દોષથી બચવા અનિયત કલ્પ જણાવ્યો.
સહ આ વિરાધના સ્વરૂપહિંસામાં ન જાય ?
સાધુ નિમિત્તે થતી વિરાધના જો સ્વરૂપહિંસામાં ગણાતી હોય તો સાધુને આધાકર્માદિ દોષનો સંભવ જ નહિ રહે. સાધુ નિમિત્તે થતી હિંસા એ સ્વરૂપહિંસા નથી, ભગવાને જે ક્રિયા કરવાની કહી હોય તે આજ્ઞાવિહિત અનુષ્ઠાન કરતી વખતે જે હિંસા ટાળી ન શકાય તેને સ્વરૂપહિંસા કહેવાય. સ્વરૂપહિંસા માટે સૌથી પહેલાં ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો પડે. દ્રવ્યક્ષેત્રકાળભાવ યોગ્ય છે કે નહિ - તેનો વિચાર કરવો પડે. જ્યાં સુધી સંસાર છોડવાનો ભાવ ન આવે, વિરાધનાથી બચવાનો ભાવ ન આવે ત્યાં સુધી અનુબંધહિંસા લાગવાની જ. જિનપૂજા કરતી
(૭૫)