________________
તેની કાળજી વેપારી જે રીતે રાખે છે તેવી અહીં રાખીએ તો નિસ્તાર થયા વિના ન રહે. ગાથા ગોખતી વખતે ગાથા યાદ રહેવી જોઇએ એનો ઉપયોગ રાખનારા એક પણ શબ્દ ખોટો બોલાઈ ન જાય તેની કાળજી રાખે ખરા ? ખોટો શબ્દ બોલવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે - એટલું યાદ છે ખરું ? દુનિયાના કોઈ ક્ષેત્રમાં યતના વિના ચાલે એવું નથી, અહીં જ માત્ર યુતના વગર ચલાવવાની તૈયારી છે ને ? બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વગર યતનાનો પરિણામ આવે એ શક્ય નથી. તમારે ત્યાં જેમ કહેવાય છે કે જરૂરિયાત ઘટે તો ખર્ચ ઓછા થાય તેમ અમારે ત્યાં બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કર્યા વિના યતના આત્મસાત્ થાય એવી નથી.
વાયુકાય પછી વનસ્પતિકાયની યતના જણાવી છે :
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चखापा दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से बीएसु वा बीयपट्ठेसु वा रूढेसु वा रूढपइट्ठेसु वा जाएसु वा जायपइट्ठेसु वा, हरिएसु वा हरियपट्ठेसु वा छिन्नेसु वा छिन्नपइट्टेसु वा सचित्तेसु वा सचित्तकोलपडिनिस्सिएस् वा न गच्छेजा न चिट्ठेजा न निसीइजा न तुअट्टेज्जा अन्नं न गच्छावेजा न चिट्ठावेज्जा न निसीयावेजा न तुअट्टाविज्जा अन्नं गच्छंतं वा चिट्ठतं वा निसीयंत वा तुअट्टतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पक्किमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । ( सूत्र - १४)
પૂર્વે જણાવ્યા મુજબ સંયત, વિરત, પ્રતિહતપ્રત્યાખ્યાતપાપકર્મા એવો ભિક્ષુ કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં રહેલો, સૂતા કે જાગતા; સચિત્ત એવા બીજ (અનાજના દાણા) ઉપર કે બીજના ઢગલા પર મૂકેલ શયનાદિ સચિત્ત કે અચિત્ત કોઈ વસ્તુ ઉપર, તરત ઊગેલા અંકુરા ઉપર કે અંકુરા પર મૂકેલી વસ્તુઓ ઉપર, ધાન્યાદિના છોડવા ઉપર કે છોડવા પર મૂકેલી વસ્તુ ઉપર, દૂર્વા વગેરે લીલા ઘાસ ઉપર કે ઘાસ પર રહેલી વસ્તુ ઉપર, વૃક્ષાદિના કપાયેલાં શાખાપત્ર-પુષ્પો કે ફળાદિ ઉપર અથવા તેના ઉપર રહેલી વસ્તુ ઉપર, સજીવ, ઇંડા વગેરે ઉપર કે ઘણ વગેરે કીડા જેમાં આશ્રય કરીને રહેલા હોય તેવા કાષ્ટાદિ ઉપર (૧૪૮)
સ્વયં ચાલે નહિ, ઊભા રહે નહિ, બેસે નહિ અને સૂએ પણ નહિ. એ જ રીતે આ બધી વનસ્પતિ ઉપર બીજાને ચલાવે નહિ, ઊભા રાખે નહિ, બેસાડે નહિ કે સુવાડે નહિ તેમ જ બીજા કોઈ એના પર ચાલે, ઊભા રહે, બેસે કે સૂએ તો તેને સારા માને નહિ. આ પ્રમાણે ભગવાને કહ્યું હોવાથી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કે કાયાથી આ રીતે વનસ્પતિકાયની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ નહિ, આ પ્રમાણેનું પાપ મેં જે કાંઈ ભૂતકાળમાં કર્યું છે તેનાથી હે ભગવંત હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહીં કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું.
ન
અવિહિત પ્રવૃત્તિ કરવાની જ નથી અને વિહિત પ્રવૃત્તિ કરતી વખતે પણ વિરાધના ન થાય તેની યતના રાખવી. અવિહિત પ્રવૃત્તિ પોતે જ વિરાધના સ્વરૂપ છે. કારણ કે અવિહિત પ્રવૃત્તિ કરતી વખતે જીવની વિરાધના થાય કે ન થાય, આજ્ઞાની વિરાધના તો થાય જ છે. આજે યતના વગર પ્રવૃત્તિ કરવા માંડયા છે એટલે પ્રવૃત્તિઓ છૂટથી કરાય છે. યતનાપૂર્વક જ પ્રવૃત્તિ કરવાની હોય તો પ્રવૃત્તિ ઉપર કાપ મુકાયા વિના ન રહે. બીજા જીવોના દુ:ખને દૂર કરવા માટે યતના નથી, કોઈ પણ જીવને દુ:ખ ન આપવાના પરિણામસ્વરૂપ યતના છે. વનસ્પતિકાયની વિરાધનાનો પ્રસંગ વિહારાદિમાં ઘણો આવતો હોય છે, તે વખતે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી. અમે જાતે કદાચ વિરાધના ન કરીએ, પણ સાથે માણસ કે ડોળીવાળા રાખીએ તો તેને પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય કે ત્રસકાય સુધીની બધી જ વિરાધના કરાવવાનો પ્રસંગ આવે. અમે ખેતરમાં ન બેસીએ પણ ઉપાશ્રયાદિમાં જગ્યા ન હોય ત્યારે માણસોને ખેતરમાં બેસવા મોકલીએ તો કરાવવાનું પાપ લાગે ને ? આવા પ્રસંગો ન આવે તે માટે જ પૂર્વના મહાપુરુષો જંઘાબળ ક્ષીણ થયા પછી એક જ સ્થાને સ્થિરવાસ કરતા. પણ હવે મુશ્કેલી એ છે કે કદાચ રહે તોપણ ગામના લોકોને ન ગમે, પછી શું કરે ? અને સ્થિરવાસ રહેલાં સાધુસાધ્વી પણ ગૃહસ્થની પંચાત કરતા થઈ જાય તો તેમનું સંયમ સિદાય. તેથી બીજા અપવાદ સેવીને પણ વિહાર કરતા રહેવું સારું – એમ કહેવું પડે. બાકી શ્રાવકો થોડી ઉદારતા કેળવી લે અને ઘરના સભ્યની જેમ માંદાં સાધુસાધ્વીનું ધ્યાન રાખે અને સાધુસાધ્વી કોઈ પણ જાતની પંચાત કર્યા વિના જીવે તો સ્થિરવાસનો આચાર પણ પાળી
(૧૪૯)