Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 79
________________ જયણા સચવાય એટલાં જ પુસ્તકો રાખે. જે ઉપકરણોની પ્રતિલેખના કે પ્રમાર્જના ન કરવામાં આવે તે ઉપકરણો સંયમમાં ઉપકારક બનવાને બદલે અપકારક બને. માટે ત્રસકાયની યતના સાચવવા માટે બિનજરૂરી વસ્તુઓનો પરિગ્રહ ટાળ્યા વિના નહિ ચાલે. પરિમિત ઉપકરણો હોય તો જયણા પણ સાચવી શકાય, ઢગલાબંધ વસ્તુ રાખી હોય તો જયણા કઈ રીતે પાળે ? આ રીતે જીવનિકાયની યતનાનો અધિકાર પૂરો થાય છે. યતનાના અધિકાર પછી પાંચમો ઉપદેશ નામનો અર્થાધિકાર જણાવે છે. પહેલા અધિકારમાં જીવાજીવનું સ્વરૂપ જણાવ્યું. બીજા અધિકારથી એ વાજીવના જ્ઞાનના ફળરૂપે જીવોની અહિંસા જણાવી. ત્રીજા ક્રમમાં જીવોની અહિંસાના પાલન માટે મહાવ્રતોરૂપ ચારિત્રધર્મનો અધિકાર જણાવ્યો. ત્યાર બાદ ચોથા અધિકારમાં ચારિત્રધર્મને પાળતી વખતે યતના કઈ રીતે પાળવી તે જણાવ્યું. હવે ઉપદેશઅધિકારમાં જે રીતે આત્મા કર્મથી લેવાય નહિ તે રીતે વર્તવાનો ઉપદેશ જણાવે છે. તેમાં સૌથી પહેલાં કર્મબંધનું કારણ અયતના છે તે જણાવે છે : અનર્થ વરમાળો સ (3), પાઈપૂરું હિંસ | बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥१॥ अजयं चिट्रमाणो अ, पाणभूयाई हिंसड़ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।२।। अजयं आसमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥३।। अजयं सयमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ॥४॥ अजयं भुजमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।५।। अजयं भासमाणो अ, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तं से होइ कडुअंफलं ।।६।। (૫૪) = અયતનાપૂર્વક એટલે કે ગુરુના ઉપદેશ વિના તથા શાસ્ત્રની આજ્ઞા વિના જે (સાધુ) ચાલે છે અર્થાત્ ઇર્યાસમિતિનું ઉલ્લંઘન કરીને ચાલે છે તે બેઇન્દ્રિયાદિ પ્રાણીઓની તથા એકેન્દ્રિયરૂપ ભૂતોની પ્રમાદ અને અજ્ઞાનમૂલક હિંસા કરે છે અને આ રીતે પ્રમાદ કે અનાભોગથી હિંસા કરતો એવો તે વિપાકમાં કટુક એવાં ક્લિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મને બાંધે છે. એ જ રીતે અયતનાપૂર્વક ઊભો રહેનાર અર્થાત્ હાથ-પગ જેમતેમ રાખીને ઊભો રહેનાર, અયતનાપૂર્વક અર્થાત્ અંગોપાંગ સંકોચ્યા વિના તેમ જ ભૂમિ પૂજ્યા વિના અનુપયોગપૂર્વક બેસનાર, અયતનાપૂર્વક અર્થાત્ શરીર સંકોર્યા વિના તેમ જ દિવસે પ્રકામશથ્યાદિ કરવા વડે સૂનાર, અયતનાપૂર્વક અર્થાત્ નિષ્કારણ તથા કાગડા શિયાળ વગેરેની જેમ પ્રણીત ભોજન લેનાર તેમ જ અયતનાપૂર્વક અર્થાત્ ગૃહસ્થની ભાષામાં બોલનાર, નિબુર કઠોર ભાષામાં બોલનાર તેમ જ ગુર્નાદિકની વાતમાં વચ્ચે બોલનાર બેઈન્દ્રિયાદિ પ્રાણીઓની તથા એકેન્દ્રિયજીવોની હિંસા કરે છે અને આ રીતે હિંસા કરનાર વિપાકમાં કટુક એવા ક્લિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. યતના-અધિકારમાં ‘યતના કરવી જોઈએ' એમ અન્વયથી જણાવ્યું, હવે ‘અયતના ન કરવી જોઈએ’ એ પ્રમાણે વ્યતિરેકથી જણાવે છે. અન્વયથી જે વસ્તુ જણાવી હોય તે જ વસ્તુ વ્યતિરેકથી જણાવવામાં આવે તો તેના ઉપર ભાર આવે અને તેનું પ્રાધાન્ય પણ જણાય. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અત્રિ હોય, દા.ત. રસોડું : આને અન્વય કહેવાય. જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો પણ ન હોય, દા.ત. સરોવર : આને વ્યતિરેક કહેવાય. અહીં અન્વય અને વ્યતિરેકથી જણાવવાના કારણે એટલું સમજાય છે કે અગ્નિ વિના ધુમાડો હોય જ નહિ. તેમ અહીં પણ અન્વય-વ્યતિરેકથી એમ સમજાવ્યું છે કે - યતના વિના ચારિત્ર હોય જ નહિ. યતનાના પરિણામના કારણે જ કર્મની નિર્જરા થાય છે, અયતનાના પરિણામના કારણે કર્મબંધ થાય છે. અહીં ટીકામાં અયતનાનો અર્થ કરતાં જણાવ્યું છે કે જેમાં ગુરુનો ઉપદેશ ન હોય અને જેમાં સૂત્ર-શાસ્ત્રની આજ્ઞા ન હોય તે બધું જ અયતનાથી કરાયેલું જાણવું. શાસ્ત્રની આજ્ઞા પાળવાની હોય એમાં જ ગુરુના ઉપદેશનો વિચાર કરવાનો છે તે જણાવવા માટે ‘સૂત્રાજ્ઞા’ પદ આપ્યું છે. જેમ કે ગોચરી જવું હોય, સ્વાધ્યાય કરવો હોય, વૈયાવચ્ચ કરવી હોય તો ગુરુને પૂછીને જવાનું. જે વિકથાદિ સૂત્રવિહિત નથી તે કરવાનાં જ નથી (૧૫૫)

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92