Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 88
________________ जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ।।१५।। जया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ । तया निविंदए भोए, जे दिव्वे जे अ माणुसे ।।१६।। जया निविंदए भोए, जे दिव्वे जे अ माणुसे । तया चयइ संजोगं, सभिंतरबाहिरं ।।१७।। जया चयइ संजोगं, सब्भितरबाहिरं । तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारियं ।।१८।। जया मुंडे भवित्ता णं, पव्वइए अणगारियं । तया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं ।।१९।। जया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं ।।२०।। जया धुणइ कम्मरयं, अबोहिकलुसंकडं । तया सव्वत्तगं नाणं, सणं चाभिगच्छइ ।।२१।। जया सव्वत्तगं नाणं, सणं चाभिगच्छड़ । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ।।२२।। जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे निलंभित्ता, सेलेसिं पडिवजड़ ॥२३॥ जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवजड़ । तया कम्मं खवित्ता णं, सिद्धिं गच्छइ नीरओ ।।२४।। जया कम्मं खवित्ता णं, सिद्धिं गच्छड़ नीरओ । तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥२५।। જીવ અને અજીવના સ્વરૂપનું જ્ઞાન સંયમની પ્રાતિ દ્વારા મોક્ષનું કારણ જે રીતે બને છે તે ઉત્તરોત્તર ફળની પ્રાપ્તિનો ક્રમ આ ગાથાઓથી જણાવ્યો છે. તેમાં સૌથી પહેલાં જણાવે છે કે જ્યારે જીવ અને અજીવને યથાર્થ રીતે જાણે છે ત્યારે સર્વ જીવોની અનેક પ્રકારની નરકાદિ ગતિને જાણે છે. કારણ કે જીવોનું અસ્તિત્વ ચાર ગતિમાંથી કોઈને કોઈ ગતિમાં હોય છે. નરકાદિગતિનું વાસ્તવિક જ્ઞાન જીવ અને અજીવના યથાવસ્થિત જ્ઞાન વિના શક્ય નથી. જ્યારે જીવોની અનેક પ્રકારની ગતિનું જ્ઞાન થાય છે ત્યારે તે તે ગતિના કારણભૂત પુણ્ય અને પાપને પણ જાણે છે તેમ જ પર્યાપાપરૂપ કર્મના યોગસ્વરૂપ બંધને તથા કર્મના વિયોગસ્વરૂપ મોક્ષને પણ જાણે છે. આ સંસારમાં ચારે ગતિમાં જવાનું શુભાશુભ કર્મના યોગે જ બને છે. પુણ્યકર્મના કારણે દેવ કે મનુષ્યગતિ મળે અને પાપકર્મના કારણે નરક કે તિર્યંચગતિ મળે. અહીં શાસ્ત્રકારોએ પુણ્યને પણ ગતિના કારણ તરીકે વર્ણવ્યું છે. ગમે તેવું ઊંચામાં ઊંચું પુણ્ય પણ આ સંસારમાં જ ભોગવાય છે. પુણ્ય સુખનું કારણ છે કે ગતિનું કારણ ? પુણ્યને સુખનું કારણ માનનારો પુણ્યનો વાસ્તવિક જ્ઞાતા નથી. પુણ્યને ગતિનું કારણ માને તે પુણ્યનો જ્ઞાતા છે. તે જ રીતે બંધની વ્યાખ્યા કરતાં અહીં જણાવ્યું છે કે જીવ અને કર્મના યોગસ્વરૂપ જે દુ:ખ છે તેનું નામ બંધ. કર્મનો બંધમાત્ર દુઃખસ્વરૂપ છે, પછી તે પાપબંધ હોય કે પુણ્યબંધ ! શુભકર્મના બંધને શાસ્ત્રકારોએ સુખસ્વરૂપ કે સુખનું કારણ માન્યો નથી. પુણ્ય કે પાપકર્મના વિયોગસ્વરૂપ જે મોક્ષ છે તે જ સુખ છે. આ જ વસ્તુ મહાપુરુષોએ ગુજરાતીભાષામાં શ્રીષભદેવસ્વામીના સ્તવનમાં જણાવી છે કે : ‘કર્મજનિત સુખ તે દુ:ખરૂપ સુખ તે આતમઝાંખ...' - હવે જણાવે છે કે જ્યારે પુણ્ય પાપ અને બંધમોક્ષને યથાર્થરૂપે જાણે ત્યારે તે આત્મા દેવતાસંબંધી અને મનુષ્યસંબંધી ભોગોના વિષયનું અજ્ઞાન દૂર થવાથી તે ભોગો સમ્યક રીતે વિચારે છે અર્થાદુ ભોગોને અસારરૂપે-દુ:ખરૂપે જાણે છે. આને જ શાસ્ત્રીય પરિભાષામાં નિર્વેદ કહેવાય છે. ભોગની અસારતાનું કે દુ:ખરૂપતાનું જ્ઞાન થાય તેને ભોગો પ્રત્યે આસક્તિ થાય કે નિર્વેદ જાગે ? જીવઅજીવ, ગતિ-આગતિ, પુણ્ય-પાપ, બંધ- મોક્ષનું જ્ઞાન મેળવવાની વાત હતી ત્યાં સુધી તમારો સમાવેશ થતો હતો. હવે આગળનાં ફળોની વાત તમારા માટેની નથી, સાધુભગવંતના કામની છે. તમારી પાસે માત્ર નવતત્વની જાણકારી જ મળે ને ? નવતત્વનો જાણકાર કેવો હોય ? સંસારનો રસિયો કે સંસાર પ્રત્યેના નિર્વેદવાળો ? જેને નવતત્વનું જ્ઞાન થાય તેને સંસારનો નિર્વેદ અવય થાય (૧૭૩)

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92