Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 87
________________ અને અસંયમ : બંનેનું જ્ઞાન શાસ્ત્રના શ્રવણથી જ થાય છે, એ સિવાય બંનેના જ્ઞાનનો કોઈ ઉપાય જ નથી : આ પ્રમાણે જાણીને જે અવસરોચિત શ્રેયસ્કર હોય તેનું સમાચરણ કરવું જોઈએ... આ ઉપદેશનો સાર છે. કલ્ય એટલે મોક્ષ અને તેનું અણન-પ્રામિ જેનાથી થાય તેનું નામ કલ્યાણ : આવા પ્રકારની વ્યુત્પત્તિને લઈને કલ્યાણ કહો કે દયા કહો કે સંયમ કહો... બધું એક જ છે. આ સંસારમાં સંયમ સિવાય બીજું કાંઈ કલ્યાણરૂપ નથી, અને આ સંસારમાં અવિરતિજેવું બીજું એક પાપ નથી. આથી જ સંયમને કલ્યાણસ્વરૂપ કહ્યું અને અસંયમને પાપરૂપ કહ્યું. આ સંયમ કે અસંયમના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનનું સાધન એકમાત્ર જિનવાણીશ્રવણ છે. આ શ્રવણમાત્રથી પણ નિસ્તાર થતો નથી. જીવાદિના સ્વરૂપને જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ હેય અને ઉપાદેયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવા માંડીએ તો કામ થાય. સવ જ્ઞાન તો મળી જાય પણ મોહનીયનો ક્ષયોપશમ ન હોય તો ? રોગનું જ્ઞાન થયા પછી દવા લેવાનું મન થાય ને ? એના માટે કેવો પુરષાર્થ કરો ? ડોક્ટર કહે તો આઈ.સી.યુ.માં પણ દાખલ થાઓ ને ? દસ સ્થાને નળીઓ લગાડે તોપણ લગાડવા દો ને ? એવો પુરુષાર્થ અહીં કર્યો ખરો ? રસ્તામાં ગાડી અટકી પડી હોય તો ગાડીમાંથી ઊતરીને ધક્કા મારીને પણ ગાડી ચાલુ કરો ને ? એવો પુરુષાર્થ અહીં કર્યો ? હોસ્પિટલમાં ગયા પછી સાજા ન થાઓ ત્યાં સુધી ઘરે ન જાઓ ને ? તેમ દીક્ષાના પરિણામ ન જાગે ત્યાં સુધી અહીંથી ખસવું. નથી. સાધુપણાજેવું સુંદર તત્વ બીજું એકે નથી. આ શ્રી દશવૈકાલિકસૂત્રની વાતો સાંભળીને, સમજીને સાધુપણાના માર્ગ પ્રત્યે આદરભાવ જાગે, જે આ માર્ગને આરાધે છે તેના પ્રત્યે બહુમાન જાગે તો આપણો વિસ્તાર ચોક્કસ છે. ચારિત્રની ઉપાદેયતા સમજાવે એ જ પાયાનું તત્ત્વજ્ઞાન છે. રોગ નડે છે - એમ જાણીને તેના પર તૂટી પડો ને ? તેમ કર્મ નડે છે - એ સમજાયા પછી કર્મ પર તૂટી પડવું છે. આ તો કહે કે ‘ગમે છે બધું, પણ કર્મ નડે છે માટે મન નથી થતું.' આપણે કહેવું પડે કે રોગને અસાધ્ય જાણ્યા પછી પણ ટાળવાનો પ્રયત્ન ચાલુ હોય ને ? છેવટે રાહત માટે પણ દવા લો ને ? ૭૦) = સવ અહીં બહુ કપરું લાગે છે. કપરું નથી, ઉપરથી સહેલું છે. ત્યાં તો સફળતા મળે કે ન ય મળે. જ્યારે અહીં તો કર્મ હળવાં બન્યા વિના નહિ રહે. ગમે તેવા નિકાચિતકર્મના પણ અનુબંધ તો ઢીલા પડે જ. મેં ઘણાને કહ્યું છે કે ૪૦ ટકા પણ મન હોય તો બાકીના ૬૦ ટકા હું પૂરા કરી આપીશ. શરત માત્ર એટલી કે મને પૂછ્યા વિના આસનેથી ઊભા ન થવું. ડોકટર પણ કહે ને કે મને પૂછયા વિના પડખું પણ ન ફેરવો તો દવા કરું ! એક વાર નક્કી કરો કે - સંસારમાં રખડવું નથી - તો સંયમની સાધના સહેલી છે. જ્ઞાન અને સંયમ સભાનપણે મોક્ષસાધક હોવા છતાં પણ બેમાં જ્ઞાન પ્રધાન છે. કારણ કે સંયમનું પાલન જીવાજીવના જ્ઞાનમૂલક છે તે જણાવે છે : जो जीवेवि न याणेड़, अजीवेवि न याणेइ । जीवाजीवे अयाणतो, कहं सो नाहीइ संजमं ? ।।१२।। जो जीवेवि वियाणेड़, अजीवेवि वियाणेड़ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ।।१३।। જે પૃથ્વીકાયાદિ અનેક પ્રકારના જીવોને જાણતો નથી તેમ જ સંયમમાં બાધા કરનાર મદિરાપાન, સુવર્ણાદિને જાણતો નથી તે જીવાજીવના વિષયમાં પ્રવૃત્તિનિવૃત્તિ સ્વરૂપ સંયમને કઈ રીતે જાણી શકે ? જે જ્ઞાનના વિષય છે તે જ ચારિત્રના વિષય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – જે જીવાદિ પદાર્થો જ્ઞાનના વિષય બને છે તે જ શ્રદ્ધા-રુચિના વિષય બનવા દ્વારા ચારિત્રના વિષય બને છે. તેથી જ સ્પષ્ટ છે કે – જે પૃથ્યાદિ જીવોને જાણે છે અને સંયમમાં ઉપકારક તથા બાધાકારક અજીવોને પણ જાણે છે તે જ નિશ્ચ કરીને સંયમને જાણે છે. આ રીતે ઉપદેશનો અધિકાર પૂરો થયો. હવે આ અધ્યયનનો અંતિમ ફલાધિકાર બાર ગાથાઓથી જણાવે છે : जया जीवमजीवे अ, दोऽवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ।।१४।। (૧૭૧)

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92